________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો પ૩૫ આહા... હા! “અને જયારે તે બન્ને ચક્ષુઓ - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક તુલ્યકાળે (એકીસાથે) ખુલ્લાં કરીને.” ક્ષયોપશમ છે ને...! ઉઘાડ છે ને બેયને જાણવાનો...! “તે દ્વારા અને આ દ્વારા (દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા) બેય દ્વારા “અવલોકવામાં આવે છે” દ્રવ્ય, સામાન્ય છે તે અવલોકવામાં આવે છે અને તે દ્રવ્ય પર્યાયમાં તન્મય છે એને પણ અવલોકવામાં આવે છે. બેય એકસાથે જોવામાં આવે છે. આહા. હા! જાણવાની–અપેક્ષાએ વાત લીધી છે ને....!
(અહીંયાં કહે છે કે, “દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં આવે છે.” જાણવામાં આવે છે.) , ત્યારે નારકત્વ-તિર્યંચત્વ-મનુષ્યત્વ-દેવત્વ-સિદ્ધત્વ-પર્યાયોમાં રહેલો જીવસામાન્ય” પર્યાયમાં રહેલ જીવસામાન્ય, પાંચ પર્યાય છે તે એક સમયે પાંચ (પર્યાય ) નહીં. પણ તે તે સમયે – એક-એક સમયે (એક પર્યાય) એમ જુદી જુદી પર્યાય જુદે જુદે સમયે પાંચ પર્યાયમાં રહેલો જીવ (સામાન્ય). આહા.... હા ! નારકત્વ-તિર્યંચત્વ-મનુષ્યત્વ-દેવત્વ-સિદ્ધત્વ પર્યાયોમાં રહેલો જીવસામાન્ય એમ કીધું ને...! આહા... હા! “પર્યાયોમાં રહેલો જીવસામાન્ય અને જીવસામાન્યમાં રહેલા” અન્યત્વમાં રહેલા જીવસામાન્ય – અન્ય-અન્ય પર્યાયોમાં રહેલો જીવસામાન્ય અને “જીવસામાન્યમાં રહેલા નારકત્વ-તિર્યંચત્વ-મનુષ્યત્વ-દેવત્વ-સિદ્ધત્વ પર્યાયો સ્વરૂપ વિશેષો તુલ્ય - કાળે જ દેખાય છે.” આહા. હા! પહેલું મુખ્ય ને ગૌણ કરીને સામાન્યને જોવાનું કહ્યું તું. અને પર્યાયને જોવાને ટાણે દ્રવ્યને જોવાનું છોડી ( લક્ષ છોડી કહ્યું તું) એ બેયને સમકાળે જોવા માટે પ્રમાણ જ્ઞાન છે. આહા...! પરને જોવા માટે ઈ પ્રશ્ન જ અહીંયાં છે નહીં. કારણ કે પરને જાણે છે ઈ પર્યાય પોતાની છે. ઈ કાંઈ પરને લઈને થઈ છે ને પરને માટે (એને જાણવા) આ પર્યાય થઈ છે એમ નથી. આહા. હા!
(કહે છે) એક આત્મા, દ્રવ્ય ને પર્યાય સિવાય – અનંત દ્રવ્યના અને પર્યાયના ગર્વને ઉઠાવી દેવાની વાત કરે છે. જો ક્યાં ય પણ (પરનો કરવાનો) ગર્વ રહ્યો. (મિથ્યાદષ્ટિ છે.) આહા... હા! સામાન્ય એવું દ્રવ્ય ત્રિકાળી અને વિશેષ જે એની પાંચ (પ્રકારની) પર્યાયો, એ (પર્યાયમાં) તે સમયે તે તન્મય છે. પાંચે ય (પર્યાય) એક સાથે નહીં. (એક પર્યાય હોય.) તે તે સમયે એક જ ગતિમાં અન્ય છતાં અનન્ય, એવી રીતે બીજા (દ્રવ્ય) સાથે અન્ય કે અન્ય કોઈ દિ' થાય નહીં. પર્યાય છે ઈ અન્ય અન્ય છે, છતાં અનન્ય છે. પર્યાય પ્રગટે (મનુષ્યગતિની) એ વખતે બીજી ગતિ નથી. છતાં તે પર્યાયની સાથે અનન્ય છે. જેમ બીજાં દ્રવ્યો અન્ય છે તેની સાથે કોઈ દિ' એક સમય પણ અનન્ય છે એ ત્રણકાળમાં નથી. આહા. હા! આ પુસ્તક ને પાનાં અને આંગળીની પર્યાય છે અને એને જાણવું ઈ એ નથી (આત્મામાં) એને જાણવા કાળે તારી જ્ઞાનની પર્યાય છે તેમાં તું તન્મય છો. એને જાણવામાં તન્મય છો એમ નથી. આહા. હા! શું કીધું સમજાણું?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com