________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો પ૨૯ કહે છે કેઃ આંખ્યું પર્યાયે ( જોવાની) બંધ કરી, સર્વથા હોં? ત્યારે (દ્રવ્ય ) જોવામાં આવ્યું, ઉઘડેલું જ્ઞાન (દ્રવ્યાર્થિક નય) થી જોવામાં આવ્યું - હવે ઈ ઉઘડેલા જ્ઞાનથી “જીવ (દ્રવ્યમાં) રહેલા પર્યાયો. છે ને...? (પાઠમાં.) “નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા” પર્યાયસ્વરૂપ અનેક વિશેષતોને જાણનારા. “અને સામાન્યને નહિ અવલોકનારા” એક આના તરફ લક્ષ છે એટલે એને નહિ જોનારા એમ. “એવા એ જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય અન્ય ભાસે છે.” પર્યાય છે તે જીવદ્રવ્યમાં અનેરી – અનેરી ભાસે છે. સિદ્ધપર્યાય ને દેવપર્યાય ને એ (આદિ પર્યાયો ) અનેરી - અનેરી છે. આહા.! “અન્ય અન્ય ભાસે
છે કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે ” ભગવાન આત્મા, દ્રવ્ય! તે તે વિશેષોના કાળે - તે તે કોણ? નારકી – મનુષ્ય – દેવ – તિર્યંચ અને સિદ્ધ (પર્યાયો ) તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે ” તે તે પર્યાયમાં જીવદ્રવ્ય (તે કાળે) તન્મય છે. આહા. હા!
(કહે છે કે ) જેમ કાર્મણ શરીર, દારિક શરીર અને સ્ત્રી-કુટુંબ પરિવાર આદિ એનો ત્રણેયનો એકકે ય અંશ અહીંયાં (જીવદ્રવ્યમાં) તન્મય નથી. એ તો સ્વતંત્ર (પણે) જુદા છે. આહા. હા ! આ તો ઓલા (ભાઈ) કહેતા તા ને.! કે બાવો થાય તો સમજાય. ઓલો અમૃતલાલ નહીં ? વડિયાવાળો. બૈરાં મરી ગયાં! પછી એક ફેરે (કહે કે આ વાત તો બાવો થાય તો સમજાય.) પણ ભાઈ ! બાવો જ છે. (આત્મા) તારામાં રાગે ય નથી ને ખરેખર તો સામાન્યમાં તો ગતિએ ય નથી પણ પર્યાયનું અસ્તિત્વ તારામાં છે એ (અહીંયાં) સિદ્ધ કરવું છે. એ પરને લઈને પર્યાય નથી. આહા.. હા! એમ કહ્યું ને..? “જીવદ્રવ્યમાં રહેલા” એમ કીધું. જીવની પર્યાયમાં રહેલા ( એમ ન કીધું.) આહા.. હા! એ જીવદ્રવ્ય પર્યાયમાં છે. એ જીવદ્રવ્ય પર્યાયદષ્ટિએ પર્યાયમાં (તે તે કાળે) છે. આહા.... હા! “અન્ય અન્ય ભાસે છે.” અનેરી – અનેરી દશા (ઓ) છે. સામાન્યને દેખતાં અનન્ય – અનન્ય તે તે તે ભાસે છે. વિશેષને જોતાં તે અન્ય – અન્ય પર્યાય ભાસે છે. આવું છે બાપુ !! આહા..! જનમ - મરણ રહિત! આહા! વીજળીના ચમકારે જેમ મોતી પરોવે! આહા! આ તો ચમકારો આવી ગયો છે એમ વીતરાગ મારગની વાણી (અલૌકિક) આ બધું તૂત છે! જોવાનું જાણવાનું હોય તો તારું સામાન્ય અને વિશેષ છે. આહા.. હા. હા! પરને જોવાને – જાણવાને તો વાત જ નહીં. આહા.. હા! પરને છોડી – કાંઈ બાયડી-છોકરો – કુટુંબને –વ્યવસ્થિત કંઈ વ્યવસ્થા કરી શકું – એ વાત તો ત્રણ કાળમાં છે જ નહીં આત્મામાં. (એ વાત) દ્રવ્યમાં તો નથી પણ પર્યાયમાં ય નથી. આહા. હા! આવો જે ભગવાન આત્મા, સામાન્યને જોઈને (દખીને) - સામાન્યનું (લક્ષ) બંધ કરીને, પછી વિશેષને જાણવું છે. એટલે છદ્મસ્થનો ઉપયોગ સામાન્યમાં હોય ત્યારે વિશેષમાં હોતો નથી. એથી તે ઉપયોગને પર્યાયમાં લાવવો છે એથી (સામાન્યને) જોવાનું બંધ કરીને કહ્યું. આહા.. હા! સમજાણું કાંઈ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com