________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો ૫૧૯ જોતાં – પર્યાયને ન જોતાં (દ્રવ્ય – સામાન્યને જાણે છે.) પર્યાય નય તરીકે છતાં એમાં દ્રવ્યનું જ્ઞાન છે. કારણ કે એ જ્ઞાન દ્રવ્યને જાણે છે (માટે દ્રવ્યાર્થિક નય છે.) આહા... હા! આ તો ત્રણ લોકના નાથની વાતું છે બાપા! આ કાંઈ આલી – દુવાલીની વાત નથી. આહા... હા... હા!
કહે છે: વસ્તુ, સામાન્ય વિશેષ તું પોતે છો. એમાં આમ વિશેષમાં ૫૨ને જાણવું ઈ કંઈ આવ્યું નહીં. ઈ તો તારી પર્યાય જણાય છે ત્યાં. હવે ઈ પર્યાય જણાય છે તેને જોનારી આંખ (સર્વથા ) બંધ કરી દઈને – પર્યાયને જોવાની (પર્યાયાર્થિક) ચક્ષુ સર્વથા બંધ કરી દઈને હવે બંધ કરી દઈને થયું ત્યારે કોઈ દ્રવ્યને જોનારી જ્ઞાનચક્ષુ રહી કે નહીં? આહા... હા.. હા! (તો કહે છે કે) “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ ” ભાષા જુઓ! એકલી ઉઘડેલી દ્રવ્યાર્થિક નય. આહા... હા! અજબ વાતું છે બાપા! આ તો વીતરાગ ત્રિલોકનાથ! સર્વજ્ઞની વાણી છે!! “પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને !” એકલા ઉઘાડો દ્રવ્યાર્થિક ચક્ષુ” વ્યાર્થિક ઉઘાડેલા નય છે નય છે ને...! એટલે દ્રવ્યને જોનારી દશા (જ્ઞાનની ) ઉઘડેલી છે. (જ્યાં ) પર્યાયને જોનારી (ચક્ષુ ) બંધ કરી દઈને... આહા...હા ! ત્યાં દ્રવ્યને જોનારી પર્યાય, ત્રિકાળ થઈ છે. આહા... હા! આ કાલ લેવાયું' હતું – હોં? આ તમે આવ્યા ફરીને લીધું! ( શ્રોતાઃ) અમને ય લાભ થાય.. (ઉત્ત૨:) આ તો જયારે ( જયારે કહે, વાત જ જુદી છે. આહા... હા ! અલૌકિક વાણીની ગંભીરતાનો પાર નથી પ્રભુ! આહા...હા !
કહે છે કેઃ ૫૨ને જાણવાની વાત તો મૂકી દીધી. પ૨ને જાણવાનું બંધ કરીને એમ ન કહ્યું. કારણ કે ૫૨ને જાણતો જ નથી. આહા.. હા! એ તો પર્યાયને જાણે છે. આવે છે ને... ‘સમયસાર નાટક’ ‘સમતા રમતા ઉરધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ ’ ઊર્ધ્વતા એટલે મુખ્યતા પોતે પર્યાયમાં છે. એથી પર્યાય જ જણાય છે. નારકી, તિર્યંચ, મનુષ્ય દેવ અને સિદ્ધ એ પાંચ પર્યાય. એની પોતાનો હો પાંચ (પર્યાય છે), તે સિદ્ધપર્યાયને જોનારી પણ પર્યાયચક્ષુને (સર્વથા ) બંધ કરી દે. આહા... હા ! એથી તને અંદર દ્રવ્યને જોનારી ચક્ષુનો ઉઘાડ થાશે જ. આહા.. હા! ગજબ વાત છે!! સમજાય છે કાંઈ...? અરે... રે! પ્રભુના વિરહ પડયા ! વાણી રહી
=
ગઈ !
-
( કહે છે કે: ) પોતાની પર્યાય – જે એ પાંચ પર્યાયોને દેખે છે જે સિદ્ધની પર્યાયને પણ દેખે જે તે ચક્ષુને બંધ કરી દે પ્રભુ! આહા...હા! પહેલી પર્યાયને બંધ કરી દે, દ્રવ્યને બંધ કરી દે ને પર્યાયને જો એમ ન લીધું અહીંથી (પર્યાયને જોવું બંધ કરી દે) કેમ કે સામાન્યને જોવાથી જે જ્ઞાન થાય, એ જ્ઞાન વિશેષને બરાબર (યથાર્થ) જાણી શકે. પોતાના વિશેષને (જાણવાની વાત છે હોં!) આહા... હા ! સમજાય છે કાંઈ ? સમજાય એટલું ભાઈ! તત્ત્વનો પાર ન મળે! એની ગંભીરતાનો પા૨ ન મળે ! આહા...હા...હા !
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
–
–