________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૪૪
પ્રવચનસાર પ્રવચનો ૫૧૭
પ્રવચન : ૧૧-૭-૭૯.
પ્રવચનસાર” ૧૧૪ ગાથા.
ટીકાઃ- ખરેખર સર્વ વસ્તુ” દાખલો આત્માનો આપશે. “સામાન્ય - વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક. એમાં શું કહ્યું? કે જોનાર જે છે આત્મા. ઈ સામાન્ય – વિશેષ જુએ છે. પરને નહીં. પોતાની વિશેષ પર્યાયમાં પર જણાવે છે ઈ પોતાની પર્યાય છે. એટલે સામાન્ય – વિશેષને જોનારાં. જોનારાની વાત લીધી છે. સમજાણું કાંઈ ? “સર્વ વસ્તુ સામાન્ય - વિશેષ સ્વરૂપ હોવાથી ” વિશેષ સ્વરૂપ હોવાથી “વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય પહેલું સામાન્યને જાણે છે. પછી વિશેષ જાણે છે. કારણ સામાન્યનું જ્ઞાન યથાર્થ થાય, તેને વિશેષનું જ્ઞાન યથાર્થ થાય. અને વિશેષ જાણવામાં – પર જાણવાની વાત તો લીધી જ નથી. કેમ કે આત્મા જે પરને જાણે છે ઈ તો પોતાની પર્યાયમાં, પર્યાયને જાણે છે. આહા. હા ! સમજાણું કાંઈ? ઈ કાલ નહોતું આવ્યું. આ જ અત્યારે આવું કંઈક ! આહા..... હા..! વસ્તુને સામાન્ય – વિશેષ જોનારા - એમ કહ્યું. વસ્તુને સામાન ય- વિશેષ અને પર જનારા એમ નથી કહ્યું. (શ્રોતા:) અંદર પોતે જાણે છે...! (ઉત્તર) પોતે પોતામાં પર્યાયમાં જણાય છે. પર્યાય જણાય છે પણ આ (પર) વસ્તુ જણાય એમ કહેવું ઈ તો અસદભુત વ્યવહાર છે. આહા. હા! સામાન્ય જે ત્રિકાળ છે એનું જે વિશેષ છે, આત્મામાં છે વિશેષને વિશેષ જાણે. અહીંયાં તો ઈ વિશેષ દ્વારા સામાન્ય જાણશે પહેલું એને જાણીને પછી વિશેષને જાણે એમ કહેશે. કેમ કે સામાન્યને જાણતાં જે જ્ઞાન થાય, તે વાસ્તવિક પોતાની પર્યાય છે. તેને વાસ્તવિક રીતે તે જાણી શકે. દેવીલાલજી! આહા.. હા!
(અહીંયાં કહે છે કેઃ) (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે – ત્રણ ચક્ષુ નથી. પોતાનું સામાન્યસ્વરૂપ ને પોતાનું વિશેષસ્વરૂપ બસ (એને જાણનારાં બે ચક્ષુ કીધાં છે.) એ વિશેષમાં બીજા જણાઈ જાય, એ તો પોતાની પર્યાય છે. આહા... હા.! આ કાલ નહોતું આવ્યું. આજ ફરીને લીધું ને..! આહા. હા ! આ લોકો આવ્યા છે ને..! આહા... હા! અને તે “અનુક્રમે ” એમ શબ્દ છે. પહેલું સામાન્ય જુએ છે પછી વિશેષ - એમ આવશે. સમજાય છે કાંઈ..? “તેમાં” હવે તેમાં સામાન્ય વિશેષ જોનારાં તેમાં “પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને.” પોતાની પર્યાયાં જે જણાય છે, ઈ પર્યાય જણાય છે. ઈ પરને જાણવાનું ચક્ષુ બંધ કરીને એમ ન કહ્યું. (પણ) પોતાની પર્યાય છે – જેમાં બધું જણાય છે તે પર્યાય જાણે છે. એ પર્યાય છે, ઈ પર્યાયદષ્ટિનું ચક્ષુ બંધ કરી દઈને આહા..! આ તે કંઈ વાત છે!! આંખ્યું બંધ કરી દઈને ને પરવસ્તુનું જાણવું બંધ કરી દઈને ને - એમ નથી કહ્યું. સમજાય છે કાંઈ? આહા.... હા.... હા... હા! ગંભીર વસ્તુ છે ભગવાન! એક પણ - એક - એક ગાથા!! પ્રવચનસાર, સમયસાર, નિયમસાર! નિયમસારની તો વાત જ (અલૌકિક !) પોતે પોતા માટે બનાવ્યું છે. આહ.. હાહા! (શ્રોતા:) નિયમ- “નિયમસાર”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com