Book Title: Pravachana sara Pravachano
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 524
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો ૫૧૫ અવલોકનારો પણ કીધો) પરમાં રહ્યો છે જ નહીં – પરની પર્યાયમાં ને એમાં તો રહ્યો છે જ નહીં. વ્યવહારે ય રહ્યો નથી (આત્મા). આહા... હા! (છતાં) પોતાની પાંચ પર્યાયમાં રહેલો – “એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધું ય જીવદ્રવ્ય છે' એમ ભાસે છે.” આહા.... હા! આ રીતે જો જુએ તો જીવદ્રવ્ય ભાસે છે કહે છે. આહા.... હા ! પ્રભુ! આ પાંચમો આરો છે ને...? આવો હલકો આરો છે એમાં... (કહે છે કે) આરા-સારા કંઈ લાગુ પડતા નથી પ્રભુ! આહા..! જેને પર્યાય નયેય લાગુ પડતી નથી. આહા.. હા! પર્યાય નયથી જોવાની વાત કરશે. જાણવા માટે. પણ ઈ પછી કરશે. (પહેલું) આ કરીને. બે નયમાં પહેલી આ નય લીધી છે. આહા.. હા! (શ્રોતા:) તો જ પર્યાયનું જ્ઞાન સાચું થાય ને...? (ઉત્તર) ત્યારે જ્ઞાન (પર્યાય) સાચું નહીં ઈ વાત નહીં (કેમ કે તેમાંય પર્યાય ઉપર વજન આવી જાય છે.) જ્ઞાન (પર્યાય ) એને જોવે છે (વજન અહીં છે) (શ્રોતા ) દ્રવ્યને જુએ.... (ઉત્તર) ઈ જ જ્ઞાન સાચું છે. છતાં સાચું જ્ઞાન જોવે છે દ્રવ્ય – બધુ જીવ (દ્રવ્ય ) આ છે. પાંચે ય પર્યાયમાં રહેલું તત્ત્વ “આ” “આ” છે. આહા.... હા! સારી વાત છે. પ્રવચનસાર હુમણાં વંચાણું નો'તું. આંહી વજન વધારે આંહીં છે. (દ્રવ્યને જોવામાં દ્રવ્યાર્થિક નયે.) ઈ તો પર્યાય ભાસે છે એમે ય કહેશે. પર્યાયનયથી ભાસે છે (કહેશે) જ્ઞાન કરવા માટે.) આંહી તો પહેલું આ ઉપાડયું (છે) અહીંયાંથી.. આહા. હા... હા ! (અનુક્રમના પહેલા ક્રમથી.) (કહે છે) પ્રભુ! તારી પાંચ પર્યાયમાં રહેલો તું, તે પર્યાયને જોવાની આંખ્યું બંધ કરી દે. સિદ્ધની પર્યાયને જોવાની આંખ્યું બંધ કરી દે. આહા.... હા! અને એ વસ્તુ જે છે (આત્મા) એમાં ઉઘડેલા જ્ઞાન વડે અવલોકન કર. ત્યારે તને ભાસશે કે આ જીવ (દ્રવ્ય) આ બધું ય આ છે. આખો પરમાત્મા-પરમાત્મા (આહા. હા ! (દખાશે.) (કહે છે) (આત્મા) અનંત અનંત અચિંત્ય શક્તિઓનું એકરૂપ – એકરૂપ (કહ્યું) બે – રૂપે નહીં. આહા... હા ! ગુણભેદે ય નહીં. એમ કહ્યું ને..! શું ટીકા ! અમૃતચંદ્રાચાર્ય ! અરે! જીવો જરી શાંતિથી વિચારતા નથી, વાંચતા નથી. એકદમ (વગર વિચાર્ય) કહી નાખે. એ એનું એકાંત છે, એકાંત છે, એકાંત છે. ભાઈ બાપા! પરિણામ આવશે ભાઈ ! પરિણામ તો સત્ય હશે તે આવશે. અસના અસત્ પરિણામ આવશે બાપુ! આહા.... હા ! એ એક વાત પહેલી લીધી. હવે પર્યાય જોવાની વાત લેશે. (અહીંયાં કહે છે કે:) “અને જયારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને.” જોયું? જ્ઞાન કરાવવું છે ને..? પર્યાય એની છે, એનામાં છે. એમાં ઈ (આત્મા) રહેલો છે. માટે પર્યાયનું જ્ઞાન કરાવવાનું છે. આહા.... હા ! પરનું કાંઈ જ્ઞાન કરાવવાની ઈ વાત આઠી નથી. આહા.... હા! “અને જયારે દ્રવ્યાર્થિક અને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે.” પાછું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549