________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો ૫૧૪ (કહે છે કે, એક “જીવ સામાન્યને અવલોકનાર.” અને વિશેષોને નહિ અવલોકનારા.” આહાહા...હા! કીધું? “એક જીવ સામાન્યને” – “સામાન્ય' શું હશે ? કાયમ રહેનારી એકરૂપ - બદલ્યા વિનાની રહેનારી એક (રૂપ) ચીજ – અસ્તિ તરીકે બદલ્યા વિનાનું, કાયમ રહેનારું તે સામાન્ય. આહા... હા! આ તો ક્યાં ય વાણીમાં આવ્યું નહીં વેપારના, ધંધામાં આવ્યું નહીં ભાઈ ! આ ભૂકામાં ન આવ્યું. પાવડરનો ધંધો છે ને એને...! (શ્રોતા ) પરનો વિષય એ તો છે, એ વિષય જુદો (ઉત્તર) એને જોવાનું બંધ આંહી તો (કહે છે) આહા..! પાવડર ઈ પરમાણુની પર્યાય છે એને જોવાનું નહીં આંહી સિદ્ધની પર્યાયને જોવાની ય ના પાડે છે. આહા...! આહા... હા! હા, એમાં રહેલા (પાંચ પ્રકારની પર્યાયમાં પણ) એક “જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધું ય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે.” છે? (પાઠમાં) આહા.... હા!
(શું કહે છે? કે ) પોતાની પર્યાયને, સિદ્ધ આદિ પર્યાયને પણ જોવાની આંખ્યું બંધ કરી દઈ. આ આંખ્યું (ચર્મચક્ષુ) આમ બંધ કરી દે ઈ નહીં હો? (એની વાત નથી.) જે પર્યાય જોવામાં આવે તે પર્યાયને (જોવાનું) બંધ કરી દઈને, અને ઉઘડેલા દ્રવ્યાર્થિક નય ને ઉઘડેલા ચક્ષુ વડ, પર્યાયમાં રહેલા – વિશેષો માં રહેલા ને અવલોકે “એ જીવોને તે બધુંય જીવદ્રવ્ય છે.” એમ ભાસે છે” આહા... હા! તે પર્યાય ઉપરની નજરું બંધ કરી દઈ અને દ્રવ્યને જાણનારી પર્યાયને (જ) ઉઘડેલી છે એ દ્વારા દ્રવ્યને જોતાં “તે બધું ય જીવદ્રવ્ય છે ” બસ વસ્તુ ! ઈ છે. આહા.... હા ! સમજાણું કાંઈ?
આહા.. હા! “તે બધું ય જીવદ્રવ્ય છે” એમાં પર્યાય-પર્યાય (ના) ભેદ નહીં. પર્યાયમાં રહેલો કીધું. એમ કીધું ને...? હું? “એ પર્યાયોસ્વરૂપવિશેષોમાં રહેલા ” જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધું ય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે.” આહા.... હા.. હા! ભગવાન આત્મા, દ્રવ્ય જે સામાન્ય જે અનંત-અનંત અચિંત્ય અનંત શક્તિઓનો સાગર પ્રભુ! એકરૂપ ! દ્રવ્યાર્થિક નયના ઉઘડેલા જ્ઞાનથી જોતાં તે બધું ય જીવ જ છે' આહા... હા! સમજાણું કાંઈ ? આમ લાગે ગાથા (ઓ) સાધારણ ! પ્રવચનસાર (ની) એના કરતાં સમયસાર આમ છે ને.. બાપુ! બધું ય છે ઈ છે બાપુ! એક-એક સમયસાર, પ્રવચનસાર, નિયમસાર! એની શું વાતું કરવી? (અલૌકિક આગમ છે.) ભરતક્ષેત્રમાં ક્યાંય એવી વાત છે નહીં. આહા.... હા!
(સદ્ગુરુ કહે છે) અને આ રીતે અંદર કરે એટલે પ્રાપ્ત થયા વિના રહે જ નહીં. એમ કહે છે. આહા! એમ કીધું ને..? “બધું ય જીવદ્રવ્ય છે એમ ભાસે છે” કીધું ને? હું શું કીધું? “ભાસે છે” એમ કીધું. “જણાય છે એમ કીધું.” આહી. હા! ધન્ય કાળ! ધન્ય સમય બાપુ અહા! પર્યાયને જોનારી દષ્ટિને સર્વથા બંધ કરી દઈને અને દ્રવ્યને જોનારા જ્ઞાનને-ઉઘડેલા દ્રવ્યાર્થિક નય વડે, એ પાંચે પર્યાયોમાં રહેલો (જીવ). પાછો પાંચેય પર્યાયોમાં રહેલો (કીધો અને એક જીવસામાન્યને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com