________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો ૫૧૩ ચાર ગતિની ને એક સિદ્ધની. આહા...હા ! એ સિદ્ધને જોવાની પર્યાયની આંખ્યુંને પણ સર્વથા બંધ કરી દઈને, અરે...રે! આહા...હા ! પોતાને તો સિદ્ધપર્યાય નથી, પણ શ્રદ્ધામાં એને છે કે સિદ્ધપર્યાય થવાની છે મારે. છતાં ઈ સિદ્ધપર્યાયને જોવાની આંખ્યું (સર્વથા ) બંધ કરી દે. આહા...! અને બીજા સિદ્ધ જે છે - અનંતા સિદ્ધો વંવીત્તુ સવ્વસિદ્ધે (‘સમયસાર ' ગાથા-૧) લો! કીધું ત્યાં. ભાઈ ! સમયસારમાં. (ત્યાં તો કહ્યું) જ્ઞાનમાં સ્થાપીને, એમ કહ્યું ને ત્યાં...! અહીંયાં તો કહે કે તારી પર્યાયમાં સિદ્ધને જોવાનું ય બંધ કરી દે. આહા... હા! ભાઈ...! આ તો પ્રવચનસાર છે! ભાઈ, આ તો સંતોના કાળજાં હૃદય છે!! અરે! એવી વાત સાંભળવા મળે ક્યાં? ભાઈ ! આહા...!
,
*
*
કહે છે “ ઉઘાડેલા દ્રવ્યાર્થિક નય વડે ” આહા... હા ! જયારે આ (પર્યાયને જોવાનું) બંધ કર્યું ને ઈ ઉઘડયું ને જ્ઞાન સ્વને જોવાનું. સમજાય છે કાંઈ? “જયારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું - એ પર્યાયોસ્વરૂપ - વિશેષોમાં રહેલા (એક) જીવસામાન્યને અવલોકનારા.” જોયું? પર્યાયને (જોવા) તરફની આંખ્યું બંધ કરી દઈ પછી તો દ્રવ્ય (ને જોવાની) આંખ્યું બંધ કરી દઈને પર્યાયને જાણ એમે ય કહેશે. જાણવાની અપેક્ષાએ ( આદરવાની અપેક્ષાએ ) મૂળ-પહેલું આંહીથી લીધું. દ્રવ્યને જોવાનું (સૌથી પહેલું) કીધું છે. આહા... હા ! ભગવાન! આ તો ભગવાનના ઘરની વાતું છે! પામર પ્રાણી ! શું કરે એને ! આહા...! એવી ચીજ છે! એમાં એમ અભિમાન કરી નાખે કે આવડે છે મને આ, અમને વાંચ્યું છે ને...! બાપુ ! ગર્વ ઊતરી જાય એવું છે. આહા... હા... હા! ભાઈ! તારી પર્યાયને જોવાનું પણ બંધ કરી દે. અને ( છતાં ) જોવાનું રહેશે તો ખરું (પર્યાયને ) જોવાનું બંધ કર્યું એટલે દ્રવ્યને જોવાનું ઉઘડેલું જ્ઞાન, એ વડે કરીને અવલોકવામાં આવતાં પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા ઇ પાંચેય પર્યાયમાં વિશેષમાં રહેલા એક “ જીવસામાન્યને અવલોકનારા ” ભાષા શું છે? “ એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા ”... પાછું વિશેષોમાં રહેલા. આહા... હા... હા! બીજી ચીજ તો ઈ પર્યાયમાં રહેલી છે જ નહીં. આહા... હા ! દેવ-ગુરુ-શાસ્ત્ર અને સિદ્ધને ય કાઢી નાખ અહીંથી. ફકત પર્યાયોરૂપ જે સિદ્ધની પર્યાય છે એવા વિશેષોમાં રહેલા (વળી) એવા વિશેષોમાં રહેલા એક “ જીવ સામાન્યને અવલોકનારા ” એક જીવને – સામાન્યને - ધ્રુવરૂપે જાણનારા (ઈ ) પર્યાય તો થઈ. આહા... હા ! કો' આવું કોઈ દિ’ સાંભળ્યું' તું! સ્થાનકવાસીમાં ક્યાંય નહોતું? ( શ્રોતાઃ ) દુનિયાની કોઈ પીઠમાં નથી... (ઉત્ત૨:) આહા...! ભગવાન ત્રિલોકના નાથની વાણી છે આ. આહા...! આત્માને સ્પર્શી નાખે એવી વાત છે ! રહે નહીં ભાઈ, બીજું જુદું – જુદું ન રહી શકે વે! આવી રીતે જાણે જોયો (આત્માને) કે જેને સિદ્ધની પર્યાયમાં પણ દૃષ્ટિ નથી. પણ એ પર્યાયમાં રહેલો જે આત્મા, છે? (પાઠમાં ) સિદ્ધની પર્યાયમાં એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા “એક જીવસામાન્યને.” એક જીવસામાન્યને... ઓલી (નારક આદિ) પાંચ પર્યાયો હતી. ઈ પાંચેય પર્યાયમાં રહેલો પાછો. આહા... હા... હા ! શું શૈલી ને શું ટીકા !! ગજબ છે!!
Please inform us of any errors on rajesh@Atma Dharma.com