________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો ૫૧૮ (ઉત્તર) એ તો પોતા માટે બનાવ્યું છે! આ.... હા! (મુનિરાજે પોતા માટે ). આ તો ઉપદેશના વાક્ય ( પ્રવચનસારમાં).
(કહે છે કે શું સંઘવી છે? આવો, આવો મોઢા આગળ, મોઢા આગળ એકલા આવ્યા કે બહેન આવ્યા છે? (શ્રોતા ) એકલા (ઉત્તર) હું? એકલા આવ્યા છે. એમનો દીકરો મરી ગયો. જુવાન ! બે વર્ષનું પરણેતર. બાઈ જુવાન ! અહીં સાંભળી ગયા - ચાર દિ' સાંભળી ગયા, સાંભળીને એકદમ પાલીતાણે ગયા ત્યાં ઓફ થઈ ગયો. જુવાન! ત્રેવીસ વર્ષની ઉંમર! એના બૈરાં ગુજરી ગયેલાં, પણ આંખમાંથી આંસુ નહીં, શોક કરવા આવે એને સમજાવે. ભાઈ ! ઈ તો મહેમાન તો મહેમાન કેટલો કાળ રહે? એ સુમનભાઈ ! આહા. રમણિકભાઈ છે સંઘવી ! બાપુ ! જગતની ચીજો એવી છે.
અહીંયાં તો કહે છે ઈ પરને જાણતો નથી. આહા.... હા ! પરને (જાણતો જ નથી ને) કીધું ને.. લોકાલોકને જાણવું કહેવું ઈ અસદભુત વ્યવહાર છે. આહા... હા... હા ! પરને ને એને સંબંધ શું છે? પરને અને સ્વની વચ્ચે મોટો અત્યંત અભાવનો કિલ્લો કીધો છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની પર્યાય વચ્ચે (અત્યંત અભાવ છે.) દ્રવ્ય-ગુણ તો સામાન્ય છે. આહા. હા! (સ્વ-પરની) પર્યાય વચ્ચે અત્યંત (અભાવનો) કિલ્લો કીધો છે. સવારે કીધું હતું ને સજઝાયનું – ભગવાન આત્મા અભય છે. મજબૂત કિલ્લો છે. એ એવો કિલ્લો છે કે એમાં પર્યાયનો પ્રવેશ નથી. આહા... હા... હા ! અહીંયાં તો હુજી સ્વની પર્યાય છે. - એમાં પરનો પ્રવેશ નથી. અને પરને અને પરની પર્યાય ને સ્વની પર્યાય વચ્ચે અત્યંત અભાવરૂપી કિલ્લો પડ્યો છે. આહા.. હા! છતાં અહીંયાં એવું લીધું છે ભગવાન આત્મા વિશેષને જાણે છે. સામાન્યને જાણે છે ઈ પહેલું કહ્યું પછી વિશેષને જાણે છે. પરને જાણે છે એમ નથી લીધું. ભાઈ ! આહા... હા! હવે આંખ્યું બંધ કરીને અને આમ પરને જોવાનું બંધ કરીને) એમ ન લીધું. આહા.. હા!
પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા ” સર્વથા – કથંચિત્ એમે ય નહીં. પર્યાયમાં જે વિશેષતા છે, એને જે જાણે છે પોતે પણ ઈ પર્યાયચક્ષુને સર્વથા “બંધ કરીને” આહા.. હા! આખું બંધ કરી દઈને ને પરને જોવાનું બંધ કરી દઈને – એમ નથી કહ્યું. ભાઈ ! આ તો વીતરાગની દિવ્યધ્વનિ છે! “પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી (દઈને) ” પર્યાયનું લક્ષ જ છોડી દઈને.. આહા.. હા! પોતાની પર્યાય હોં? “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે”શું કીધું? કે પર્યાયને (જોવાના ચક્ષુને) બંધ કરી - તો પર્યાય જોનારી (છે.) તે (જોનારી) પર્યાય રહી કે નહીં? દ્રવ્યને જનારી પર્યાય રહી છે કે નહીં? તો કહે છે “ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” (અર્થાત્ ) “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે.” આહા.... હા! શું કામ કર્યું છે (મુનિરાજ આચાર્ય !) આ ટીકા! આહા! પોતાની પર્યાયને જોવાનું સર્વથા બંધ કરી દઈ “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” દ્રવ્યાર્થિક નય છે ઈ જ્ઞાન છે, ઈ ઉઘડેલું જ્ઞાન છે, છે તો પર્યાય. પણ ઈ પર્યાય જોનારી, જોનારને ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com