Book Title: Pravachana sara Pravachano
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 535
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો ૫૨૬ પર્યાયપણ એનામાં છે ને..? એમાં (પર્યાયમાં ) વર્તતું દ્રવ્ય છે ને...! ૫૨ને ને એને કાંઈ સંબંધ નથી. એ વાત અહીંયાં સિદ્ધ કરવા (કહે છે) પર્યાય એની છે પણ પ૨ને ને એને કાંઈ સંબંધ નથી. આહા... હા! ( કહે છે કેઃ ) અહીંયાં કેવળજ્ઞાન થયું માટે વજ્રનારાય (સંહનન) હતું માટે થયું, અરે ચાર જ્ઞાન ને મોક્ષનો માર્ગ હતો માટે કેવળજ્ઞાન થયું – એમે ય નહીં. આહા... હા! પર્યાયને અંદર ભલે જો. કહે છે. પણ ઈ પર્યાય પર્યાયથી સિદ્ધ છે હોં? નારકી - તિર્યંચ મનુષ્ય - દેવ એ ચાર ગતિની ને સિદ્ધપર્યાય એ પાંચ પર્યાય છે. છે? (પાઠમાં) “એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, ત્યારે જીવદ્રવ્યમાં રહેલા ” જોયું ? એ વિશેષોમાં રહેલા (એમ) હતું પહેલામાં. “ એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા ” ન્યાં એમ હતું. હવે અહીંયાં “ જીવદ્રવ્યમાં રહેલા ” ( કહ્યું. ) દ્રવ્યમાં રહેલા !! આહા... હા! પર્યાયનો સંબંધ (બતાવવો) છે ને...! ૫૨ની હારે કાંઈ સંબંધ નથી (એમ બતાવવાનું જોર છે.) આહા.. હા! ( અહીંયા કહે છે કે: ) “ ત્યારે જીવદ્રવ્યમાં ૨હેલા ના૨કપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહિ અવલોકનારા ” લક્ષ એ પરથી છોડીને એકલું પર્યાયનું લક્ષ હોં? આહા...હા..હા ! “ એવા એ જીવ ને (તે જીવદ્રવ્ય ) અન્ય અન્ય ભાસે છે.” પર્યાયદષ્ટિમાં એકરૂપ બધું ભાસતું હતું. હવે અન્ય દ્રવ્ય છે અન્ય પર્યાય છે અન્ય અન્ય ભાસે છે. હવે અનેરી–અનેરી-અનેરી, અન્ય, અન્ય, અન્ય...અન્ય... અન્ય...અન્ય... અન્ય ભાસે છે. વિશેષ કહેશે... Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549