________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર પ્રવચનો ૪૮૯
ગાથા - ૧૧૩ એમાં અચિંત્યતા શું? (વિસ્મયતા શું?)
(અહીંયા તો કહે છે પ્રભુ! તારામાં અન્વયશક્તિઓ – દ્રવ્યનું દ્રવ્યત્વપણું એવું છે, (ક) દ્રવ્ય જે તું દ્રવ્ય છો, ભગવાન કહે છે કે તું વસ્તુ છો તો તેમાં વસ્તુપણું (દ્રવ્યપણું) રહ્યું છે. ઈ દ્રવ્યત્વ કહેવાય, ઈ અન્વયશક્તિ કહેવાય (ઈ ગુણ કહેવાય.) આહા... હા! એ (પર્યાય) નથી ને ઉત્પન્ન થઈ (છતાં એ) અસત્-ઉત્પાદનો સંબંધ છે અન્વયશક્તિ સાથે. એ (અસત્-ઉત્પાદ કીધો) અધ્ધરથી સાધન થઈ ગઈ છે– નથી ને થઈ માટે પણ એમ નથી. આવી વાતું છે હવે! આ બેનું-દીકરિયું ને સાધારણ ને અભ્યાસ (કંઈક) હોય એને તો ઠીક, પણ આ રોટલા રાંધે ને ખાય ને. એમાં આ વાતું ( બેસારવી) ! શું કહે છે આ? બેસવું કઠણ પડે ! આહા.. હા!
(શું કહે છે કે:) પાછી પર્યાયો “પર્યાયભૂત” કીધી (છે.) એટલે કે “છે' . એવી એકરૂપપણે જોડાયેલો “જે ક્રમાનુપાતી-ક્રમાનુસાર” જોયું? ક્રમાનુસાર પર્યાય થાય પણ એ અન્વયશક્તિ સાથે (–એકરૂપપણે) જોડાયેલ છે. ક્રમાનુસાર છે. જે સમયે, જે થવાની તે ક્રમ–અનુસાર (જ) છે. આહા... હા ! (જુઓ આ) “ક્રમબદ્ધ”!! તમે ક્રમબદ્ધ માનો તો પુરુષાર્થ ઊડી જાય છે. અરે પ્રભુ! સાંભળ તો ખરો ! (એમ છે નહીં.) આ “ક્રમાનુપાતી” (ક્રમબદ્ધ ) નો નિર્ણય કરે છે ત્યારે સ્વદ્રવ્ય ઉપર દષ્ટિ જાય છે. (એ જ પુરુષાર્થ છે.) કારણકે (પર્યાય) નો' તી ને થઈ, એ પર્યાય અન્વય સાથે ગૂંથાયેલી છે. (એ) અન્વય સાથે સંબંધ છે. એ અન્વય-ગુણ છે તે, અન્વયી-દ્રવ્ય છે તેનું અન્વયપણું છે- એ દ્રવ્યનું દ્રવ્યપણું છે. (માટે ) ગૂંથાયેલી પર્યાય દ્રવ્યમાંથી– જે નહોતી ને થઈ – એમ જ્યાં નિર્ણય કરવા જાય છે ત્યાં દ્રવ્યનો નિર્ણય થાય છે. દેવીલાલજી! આહા.. હા !
(કહે છે) ભાઈ ! ભલે પર્યાય અસત્ ઉત્પન્ન થાય, નહોતી ને થઈ પણ એનું તાત્પર્ય શું છે? ( એનું તાત્પર્ય એ છે કે) એ નો'તી ને થઈ (છતાં) અન્વય સાથે સંબંધ વિના થઈ એવો અર્થ નથી, તેમ જ અન્વયશક્તિઓ જે છે – ગુણો છે એની સાથે (એ અસત્ પર્યાયને) કાંઈ પણ સંબંધ નથી ને એ વિનાની થઈ છે એમ નથી. આહા.... હા! શું દ્રવ્ય-ગુણ ને પર્યાયને (અલૌકિક રીતે) સિદ્ધ કરે છે! હું? એક માણસ પૂછતો” તો (કહે કે) આ દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાથી જાણવા-દ્રવ્ય-ગુણ જાણવા એમાં શું? અરે ! ભગવાન! એમાં સર્વસ્વ છે! દ્રવ્યમાં સર્વસ્વ છે, એના ગુણોમાં સર્વસ્વ છે, અને તે કાળે ક્રમાનુપાતી-ક્રમાનુસાર (ક્રમબદ્ધ ) અકાળે તે જ (ઉત્પાદ) થાય. આહા. હા ! (શ્રોતાઃ) આમાં જ પુરુષાર્થ છે. (ઉત્તર) અનંત પુરુષાર્થ છે! ભાઈ ! આવો નિર્ણય જેણે કરવો છે. આ કહેલાનું તાત્પર્ય શું છે? (અહીંયા) એવું કહ્યું કે આમ થાય છે (સત્-ઉત્પાદ) ને આમ થાય છે (અસત્-ઉત્પાદ) બસ એટલું – એમ જ છે! ( તો કહે છે કે:) એનું તાત્પર્ય છે કે નહોતી ને થઈ તો પણ ગુણ સાથે સંબંધ છે અને ગુણ છે ઈ ગુણીના છે. એના ઉપર દષ્ટિ જતાં સતની તને ખબર – શ્રદ્ધા પડશે. આવો સત્ પરમાત્મા! સત્ છે. આહા. હા! આવો ભગવાન (આત્મા) સત્ છે અંદર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com