________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો
૪૯૭
(અહીંયા કહે છે કેઃ) પર્યાયો અન્ય છે. માટે પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યનો - કે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા, ક૨ણ અને અધિકરણ હોવાને લીધે પર્યાયોથી પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યનો અપૃથક છે તેથી તેનો અસત્-ઉત્પાદ નકકી થાય છે.” આહા... હા !
આ વાતને (ઉદાહરણ વડે) સ્પષ્ટ કરવામાં આવે છે: દાખલો દઈને સોનાનો. (આ વાતને સ્પષ્ટ કરવામાં આવે છે) :
แ
‘મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી.” આ (શરીર) તે મનુષ્ય નહીં હો આ તો ૫૨માણું છે પણ મનુષ્યની અંદર ગતિ જે છે ને, ગતિની યોગ્યતા જીવમાં રહેલી એ મનુષ્યની ગતિ છે તે સિદ્ધ નથી કે દેવ નથી. મનુષ્યની જે પર્યાય છે તે દેવની પર્યાય નથી, તે સિદ્ધની પર્યાય નથી. આહા... હા ! આચાર્યે બે વાત લીધી. મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી, એમાં તિર્યંચને અંદર લઈ લેવું. “દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી.” ભલે સ્વર્ગમાં દેવ થાય. આહા... હા! આચાર્ય છે ને... મનુષ્યથી દેવ થવાના છે. દેવ પછી સિદ્ધ થવાના છે. આહા... હા ! (દેવમાંથી ) પછી મનુષ્ય થઈને સિદ્ધ થવાના છે. આહા... હા ! દિગંબર સંતોની વાત છે બાપા! “મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી, ” મનુષ્યપણાની ગતિ જે છે અંદર તે દેવપણું નથી ને સિદ્ધપણું નથી. અને “દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી.” આહા... હા ! મુનિરાજ તો દેવમાં જવાના. દેવની પર્યાય થવાની પંચમકાળ છે ને...! આહા...! પણ ઈ “દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી.” આહા... હા ! “ એ રીતે નહિ હોતો ” થકો અનન્ય (-તેનો તે જ ) કેમ હોય ? ” જીવ તેનો તે જ કેમ હોય ? જોયું? આહા...! એ જીવ જે છે મનુષ્ય છે તે દેવ કે સિદ્ધ નથી, અને દેવ કે સિદ્ધ છે તે મનુષ્ય નથી, તો પછી તેનો તે જ કેમ (જીવ) હોય ? આહા...! તેનો તે જ કેમ હોય ? આહા... હા! પર્યાયમાં અનેરો થાય છે ને! દુનિયા તો શરીરને જ દેખે છે (માને છે) આત્મા. આ (શરીર તો ) માટી છે, પુદ્દગલની અવસ્થા જડ-માટી છે. એ (શ૨ી૨માં ) અનંતા પરમાણુ છે એકેક પરમાણુંમાં અનંતી અન્વયશક્તિઓ છે અને તે તે ૫૨માણુની ( પર્યાયો ) માનુપાતી ( ક્રમબદ્ધ ) જે પર્યાય આવવાની તે જ આવે છે એ પર્યાયનો કર્તા-સાધન ને અધિકરણ (આધાર) એ ૫૨માણુ છે. આહા... હા! આવું જગતને બેસવું (ઘણું કઠણ!) અભ્યાસ ક્યાં છે? જગતના અભિમાન આડે (સમજવા ) નવરો ક્યાં છે? આ કર્યુ ને.. આ કર્યું ને.. આ કર્યું ને...!
*
(અહીંયા કહે છે કેઃ ) (તેનો તે જ) કેમ હોય, કે જેથી અન્ય જ ન હોય” અનેરો છે. એ પર્યાયથી અનેરો-અનેરો છે. “અને જેથી મનુષ્યાદિ પર્યાયો જેને નીપજે છે એવું જીવદ્રવ્ય પણ આહા...! આહા... હા ! જીવદ્રવ્ય પણ અને જેથી મનુષ્યાદિ પર્યાયો જેને નીપજે છે એવું જીવદ્રવ્ય પણ
એ જીવદ્રવ્ય પર્યાય અપેક્ષાએ અન્ય છે એમ સિદ્ધ કરવું છે. આહા... હા! આવો ઉપદેશ હવે મીઠાલાલજી! નવરા ક્યાં? એક તો ધંધા આડે નવરા ક્યાં? પાપ. આખો દિ' ધંધો ! બાયડી-છોકરાં
(સાચવવાં ) ધૂળ-ધાણી ! આહા... હા! કાંઈ જેની હારી સંબંધ ન મળે,
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
-