________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૫૦૧ અવળી કાંઈ પર્યાય ન થાય-(મુનિરાજ કહે છે) પરથી કાંઈ ન થાય ને આડી-અવળી કાંઈ પર્યાય ન થાય. લે શું કહેવું છે તારે? “ક્રમાનુપાતી” તેના યોગથી આવવાની પર્યાય જે છે તે આવે છે. અન્યવયનો-ગુણનો સંબંધ રાખીને–અન્વયનો સંબંધ તોડીને નહીં. (ક્રમાનુપાતી-ક્રમસર) થાય છે. અન્વયનો સંબંધ રાખ્યો તો અન્વય તો ગુણ છે એટલો પણ સંબંધ થયો એની હારે. એથી અહીંયા કીધું કે દ્રવ્ય અન્યપણે ઊપજયું છે. આહાહા! આવી વાતું છે. ભક્તિ અહીં થાશે હોં! શરીરનું કારણ હોવાને કારણ! પૂનમ છે આ જ. ચોમાસાનો દિવસ! કાલે તો ભગવાનનો દિવ્ય ધ્વનિનો દિવસ છે. ભગવાનની દિવ્યધ્વનિનો–ગણધરની ઉત્પત્તિનો કાલે દિવસ છે. ચાર જ્ઞાન થવાનો–બાર અંગની રચનાનો-એ દિવસ છે કાલ! નૈગમકાલની અપેક્ષાએ. કાલે જ કેમ? (અપેક્ષાએ વાત છે.) નૈગમ એટલે સંકલ્પ-વિકલ્પ. એથી એમ કહેવા એને. આહાહા!
(અહીંયાં કહે છે કે, “અર્થાત્ મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી માટે તે પર્યાયો અન્ય અન્ય છે. આ રીતે પર્યાયો અન્ય હોવાથી, તે પર્યાયોનો કરનાર, આહા હા ! એક બાજુ એમ કહે કે પર્યાયોનો કરનાર દ્રવ્ય-ગુણ નહીં. પર્યાયનો કરનાર પર્યાય, પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ – આધાર (પણ) અહીંયાં તો બીજી વાત સિદ્ધ કરવી છે ને..! આહા.. હા! સ્યાદવાદ અનેકાંત માર્ગ – આ રીતે છે. ફુદડીવાદ નથી. આહા... હા! સિદ્ધની પર્યાયોનો કરનાર, મોક્ષની પર્યાયથી મોક્ષની પર્યાય થઈ એમે ય નહીં એમ કહે છે. હું? આહા... હા! એક કોર મોક્ષમાર્ગ છે એનાથી મોક્ષ થાય એમ કહેવું. અહીંયાં કહે છે સિદ્ધની પર્યાયનો કરનાર, સિદ્ધનો આત્મા છે. (શ્રોતા:) કઈ અપેક્ષા સાચી ? (ઉત્તર) બેય અપેક્ષા સાચી છે. ક્યાં ગયા તમારા વડીલ મોતીલાલ છે? ગયા? છે. કે ગુજરાતી સમજે કે નહીં? ઈ તો સમજે છે ગુજરાતી. (શ્રોતા:) બહુ સરળ ભાષા છે. (ઉત્તર) ભાષા સરળ છે! અને ઈ તો ઘણી વાર આવે છે ને...! આહા... હા ! કપાટ ફાડી નાખ્યા છે અંદરથી ! (ભેદ ખોલી નાખ્યા છે.) પરની હારે કોઈ સંબંધ નહીં અને પૂર્વે પર્યાય નો તી માટે થઈ તેથી કંઈક વિલક્ષણ પરનું થયું. એના સંબંધથી બિલકુલ નહીં. અને તે પર્યાય દ્રવ્યને અડતી નથી છતાં તે પર્યાયનો કર્તા દ્રવ્ય છે. આહા.... હા !
(અહીંયાં કહે છે કે, “તે પર્યાયોનો કરનાર, સાધન અને આધાર એવો જીવ પણ પર્યાયઅપેક્ષાએ અન્યપણાને પામે છે.” પર્યાય અપેક્ષાએ (જીવ) અન્યપણાને પામે છે. આહાહા! શું વીતરાગની શૈલી !! “આ રીતે જીવની માફક, દરેક દ્રવ્યને” દરેક દ્રવ્ય-પરમાણુ, આકાશ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, કાળ-દાળ, ભાત, રોટલા, શાક દરેક દ્રવ્યને “પર્યાય અપેક્ષાએ અન્યપણું છે.”ઈ શાકની પર્યાય જે થાય છે (કાચામાંથી) પાકી. એ પાકવાની પર્યાયનો એનો કાળ છે ક્રમાનુપાતી એ થયો છે. એ પાકી પર્યાયનો કર્તા ઈ પરમાણુ છે. બાઈ નહીં, (વાસણ ) નહીં. આહા..હા! આંહી તો અભિમાનનો પાર નહીં કે મારાથી કેવું સરસ થાય છે. કેવા (મજાના) પુડલા થાય છે. હાથ હલાવું (હળવે-હળવે ) શું કહેવાય? વડી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com