________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો ૧૦૫
પ્રવચન : તા. ૧૦-૭-૭૯.
પ્રવચનસાર” ગાથા – ૧૧૪.
“હવે એકદ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે. ( અર્થાત્ તેમાં વિરોધ નથી આવતો. એમ દર્શાવે છે) :
એટલે શું? કે સામાન્યપણે દ્રવ્ય તેનું તે જ છે, અને વિશેષપણે દ્રવ્ય ભિન્ન-ભિન્ન અન્યઅન્યપણે છે. છતાં તે અનન્ય છે. સામાન્યથી જુદું નથી (વિશેષ.) અન્ય-અન્ય અવસ્થા હોવા છતાં અનન્ય છે. આહા.... હા! આવી વાત! દરેક દ્રવ્ય (ની વાત છે.) દાખલો જીવનો આપશે. પણ દરેક દ્રવ્ય, સામાન્ય છે એ તો તેનું તે જ છે. વિશેષ છે (તે) અન્ય-અન્ય છે. છતાં તે વિશેષ – પર્યાય તે
સ્વકાળે, અન્ય-અન્ય હોવા છતાં દ્રવ્યથી અનન્યમય છે. દ્રવ્યથી જુદી નથી. આહા.... હા.... હા! આ તો દરેક દ્રવ્યનું સ્વરૂપ (આવું છે.) આત્માને પરદ્રવ્ય હારે કોઈ સંબંધ નથી. આહા... હા! (આત્માને) કર્મની હારે, શરીરની હારે, દેશની હારે, કુટુંબ હરે, આબરુ હારે, પૈસા હારે, પગાર હારે, (પુત્રપુત્રીઓની હારે) કાંઈ સંબંધ નથી. દરેક દ્રવ્ય (મું) પોતાનું સ્વરૂપ કાયમ રહીને, અનેરી–અનેરી, અન્ય-અન્ય અવસ્થા થાય, એ અપેક્ષાએ અન્ય પણ કહેવાય, અને એની ને એની (અવસ્થાઓ) છે માટે અનન્ય છે. એની છે – એ દ્રવ્ય પોતે જ પર્યાયપણે આવ્યું છે. આહા...હા...હા! આવી વાત ! આવી વહેંચણી (દરેકે-દરેક દ્રવ્યની!) આખી દુનિયાની વહેંચણી થઈ ગઈ ! આહાહા !
અહીંયાં બધા દ્રવ્યની વાત છે. દાખલો જીવનો આપશે.
दव्वट्ठिएण सव्वं दव्वं तं पज्जयट्ठिएण पुणो। हवदि य अण्णमणण्णं तक्काले तम्मयत्तादो ।। ११४ ।।
દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે; ને તે જ પર્યાયાર્થિકે; છે અન્ય, જેથી તે સમય તરૂપ હોઈ અનન્ય છે. ૧૧૪.
ટીકા- આહા... હા! તત્ત્વજ્ઞાન એટલું સૂક્ષ્મ છે કે પર્યાયમાં જીવને, નારકીઆદિ (ની પર્યાય ) હોવા છતાં, તે અન્ય-અન્ય હોવા છતાં, તે અનન્ય છે. આત્માની સાથે એ પર્યાયોનું તન્મયપણું છે. આહા. હા! ચાહે તો હિંસાના પરિણામ હો, (ચાહે) દયાના હો, પૂજાના-ભક્તિના પરિણામ, રૌદ્રધ્યાનના પરિણામ હો – એ પરિણામ દ્રવ્યની પર્યાયમાં છે. અનેરી–અનેરી અવસ્થા (ઓ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com