________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૫૦૦
તો તારું દ્રવ્ય છે. આહા... હા! એના બીજાના પૈસા ગાય ને (છેતરાણો) તો એ તો એને કારણેપૈસાની પર્યાય પૈસાથી થઈ એને કારણે ખેદ થયો કે રાગ થયો તો એને કા૨ણે (થયો છે) એ કાંઈ પૈસાને કારણે (ખેદ કે રાગ) થયો એમ નહીં. આહા... હા! આવી વાતું! ત્રણ લોકનો નાથ ! આમ સામે ઊભો રહ્યો હોય જાણે અને સત્ની વાતું કરતો હોય આહા... હા ! ફાટ-ફાટ. પ્યાલા કે! (અજર પ્યાલા!) આહા... હા !
પરદ્રવ્યથી થાય... પ્યાલા ભિન્ન છે. એ સમયે પણ પરદ્રવ્યની પર્યાયપણે તું નહીં અને તારી પર્યાયપણે તે નહીં. તારે પર્યાય તેનાથી (થાય) નહીં. આહા... હા... હા!
-
અહીંયાં તો કહે છે કે તારી પર્યાય ભિન્નભિન્ન ભાસે – એકદમ વિલક્ષણ ભાસે તો પણ ઈ ક્રમાનુપાતી છે. અને તે એના ગુણની સાથે સંબંધ રાખીને છે. અને તેથી તે દ્રવ્ય તે-પણે ઊપજયું છે, દ્રવ્યને પણ તેથી અમે અન્ય કહીએ છીએ. આહા... હા! કો ' હૈં? આવું છે! આમાં આવું ઝાઝા માણસ સાંભળનારા-શું કહે છે? બહુ થોડા (સાંભળનારા હોય) વાત સાચી! થોડા જ હોય. આવું પરમ સત્ય !! આહા... હા ! ત્રણ લોકનો નાથ ! સીમંધરદેવ પરમેશ્વર ! ઇન્દ્રોની વચ્ચે કહેતા હતા ઈ આ વાત છે. અને હજી કહી રહ્યા છે પરમાત્મા! સીમંધર ભગવાન તો સાક્ષાત્ અરિહંત પદે છે ને...! મહાવીર પરમાત્મા સિદ્ઘપદ થઈ ગયા. આહા... હા! પણ તે ય કહે છે કે સિદ્ધપદ પર્યાય ટાણે ઈ અનેરી પર્યાય થઈ છે અને જીવ પણ ત્યાં અનેરાપણે થયો છે. દેવપણે હતો અથવા મુનિપણે હતો તે પર્યાયપણે હતું તે વખતે તે પર્યાયપણે (જીવદ્રવ્ય ) હતું. અને સિદ્ધપર્યાય થઈ તે પહેલાની પર્યાયને લઈને થઈ એમ નહીં. આહા... હા... હા! ઇ સિદ્ધની પર્યાય, તે સમયે ક્રમાનુપાતી ( ક્રમબદ્ધ) થઈ તેનો કર્તા કરણ - સાધન ને આધાર એ આત્મા છે. આહા.. હા.. હા! એ મોક્ષની પર્યાયનો કર્તા મોક્ષમાર્ગે ય નહીં. આહા... હા ! કેમ કે (મોક્ષ) મારગની પર્યાય કાળે દ્રવ્ય તે-પણે ઊપજેલું અને જ્યાં સિદ્ધપદ થયું તે પર્યાય તે કાળે તે દ્રવ્ય ઊપજયું તેથી અન્ય-અન્ય દ્રવ્ય થયું એમ કેમ ન કહેવાય? પર્યાય અપેક્ષાએ (થયું એમ કહેવાય છે.) આહા... હા ! ઈ આ દ્રવ્ય (ગળે ઉતારવું) મુશ્કેલ ! આ તો બધું! આવી વાતું હશે ?! અરે ! ભાગ્યશાળી લોક છો બાપા! આવી વીતરાગની વાતું – ઘરની વાત સાક્ષાત્ ભગવાન બિરાજતા હોય એમ કહે છે. આહા... હા ! લો ! એકસો ને તેરમી ગાથા.
-
66
ભાવાર્થ:- ‘જીવ અનાદિ અનંત હોવા છતાં, મનુષ્ય પર્યાયકાળે દેવપર્યાયની કે સ્વાત્મોપલબ્ધિરૂપ સિદ્ધપર્યાયની અપ્રાપ્તિ છે.” ભગવાન (આત્મા) અનાદિ અનંત હોવા છતાં ભગવાન એટલે આત્મા. મનુષ્ય પર્યાયકાળે દેવપર્યાયની પોતે આચાર્ય છે ને... સંત છે ને... મુનિ છે ને કહે છે કે મનુષ્યની પર્યાયકાળે દેવપર્યાયની કે સ્વાત્મોપલબ્ધિરૂપ સિદ્ધપર્યાયની અપ્રાપ્તિ છે. આહા... હા... હા! વાત ઈ નાખી છે દેવમાંથી મનુષ્ય થઈને સિદ્ધ થવાના (મુનિરાજ.) આહા... હા ! ( અરે! આનો એકાંત કહે (અજ્ઞાની લોક). લોકો એમ કહે. ૫૨થી કાંઈ ન થાય અને આડી Please inform us of any errors on rajesh@Atma Dharma.com
-