________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૪૯૮ ઊગમણો–અચથમણો ક્યાંય ન મળે. એક બાવળમાંથી આવ્યો હોય ને એક હારે લીમડામાંથી આવ્યો હોય. આહા.... હા.... હા ! એ પ્રશ્ન થયેલો. એક ફેરે. અમરેલી ચોમાસું હતું ને છીયાસીનું. પૂરું થઈને ચિતલ ગયા ચિતલ. ત્યાં એક કુંવરજીનો મનસુખ ને.. એનું સગપણ ત્યાં કર્યું તું ત્યાં શેઠિયાવમાં લાલચંદ શેઠની દીકરી. લાલચંદ શેઠ! આ બધા પૈસાવાળા! જે દિ' સગપણ કર્યું તે દિ' પૂછ્યું મને આણંદજીએ કે આ શું? છોડી ક્યાંની ને છોકરો ક્યાંનો? આ બધો મેળ શું થાય છે. કહે છે. સત્યાસીની વાત છે. કારતક વદ-૧. પુનમે પૂરું થાય ને. એટલે અમરેલીથી ચિતલ આવેલા સીધા જ. આણંદજી હારે હતો. કીધું કે ભાઈ ! એ બાઈ ક્યાં કથી બાવળમાંથી આવી હોય, અને આ છોકરો લીમડામાંથી આવ્યો હોય. તે આમ ભેગાં કહેવાય પણ ભેગાં કોને કહેવા? આહા... શાંતિભાઈ ! કોને ભેગાં કહેવાં ? ભેગાં થયા કહે છે કર્મ અનુસાર, આહા..! હા !
(અહીંયાં કહે છે) દરેક દ્રવ્ય તે તે સમયની ક્રમાનુપાતી પર્યાયપણે તે દ્રવ્ય ઊપજે છે. આહા... હા ! તેથી તે દ્રવ્યનો પણ અસત્-ઉત્પાદ કહેવામાં આવે છે. પર્યાયની અપેક્ષાએ. આહા... હા... હા ! એ અહીંયાં કહે છે. “જેથી મનુષ્યાદિ પર્યાયો જેને નીપજે છે એવું જીવદ્રવ્ય” જોયું? જીવદ્રવ્ય પણ હવે દષ્ટાંત આપે છે. “વલયાદિ વિકારો (કંકણ વગેરે પર્યાયો) જેને ઊપજે છે એવા સુવર્ણની જેમ.” કંકણ આદિ પર્યાયો સોનામાં ઊપજે છે. સોનામાં કડું (કુંડળ, વીંટી) આદિ થાય ને..! એવા સુવર્ણની જેમ. વલયાદિ વિકારો એટલે પર્યાયો, સોનામાંથી થાય ને કુંડળ, કડા, વીંટી, થાળી પણ થાય – સોનાની થાળી, સોનાના વાટકા, સોનાના પ્યાલા હોય છે ને...! છે ને અહીંયાં આવે છે અમારે આહાર (દાન) વખતે. અમુશને ઘરે સોનાના (થાળી-વાટકા) પ્યાલા હોય છે. સોનાની ચમચી વળી હોય છે ને..આહા... હા ! એ કહે છે કે જે આકાર થયો સોનાનો (જેને) વલયાદિ વિકારો (કહ્યાં) એ જીવદ્રવ્ય પણ – વલયાદિ વિકારો, કંકણ વગેરે જેને ઊપજે છે (અર્થાત્ ) જેને ઊપજે છે એવા સુવર્ણની જેમ – જીવદ્રવ્ય પણ “પદે પદે (પગલે પગલે, પર્યાયે પર્યાયે) અન્ય ન હોય?” આહા..! ઈ જીવ પણ અન્ય-અન્ય ન હોય કેમ ? એમ કહે છે. જેમ સોનું પણ પર્યાય-પર્યાયે ભિન્ન ભિન્નપણે ઊપજે છે અને અન્ય-અન્ય છે તો જીવ પણ ભિન્ન ભિન્ન પર્યાયે ઊપજે છે તો અન્યપણે કેમ ન હોય? આહા.... હા! અહીંયાં તો પરની હારે કોઈ સંબંધ નથી ઈ સિદ્ધ કરીને – એકદમ ભિન્નપણાની પર્યાય દેખાય-મનુષ્યદેહ છૂટીને દેવમાં – તો (લોકો) કહે કે આહા... આયુષ્ય દેવનું બાંધ્યું માટે દેવપણું થયું તે વાત ખોંટી છે. આહા... હા! સમજાય છે? ઘણા સંસ્કારવાળા જીવો તો દેવમાં જવાના. આવી સ્થિતિ સાંભળે – દરરોજ સાંભળે એના પુણ્ય બંધાય, એ મરીને સ્વર્ગમાં જવાના. આહા.... હા ! એકદમ મનુષ્યદેહ છૂટીને સ્વર્ગ (માં જાય) તો એમ થઈ જાય કે આ શું નવું ઊપજયું? કે ના. અનેરી પર્યાય થઈ – પણ ઈ પહેલી નો'તી માટે અનેરી–અન્ય કીધી. એ અન્ય છે (પર્યાય) માટે દ્રવ્ય એમ ને એમ રહ્યું છે એમ નહીં. એ પણ ઊપજયું છે. આહા.. હા ! છે ને? (પાઠમાં)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com