________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૪૯૨
પ્રવચન : તા. ૯-૭-૭૯.
“પ્રવચનસાર” ૧૧૩ ગાથા. ભાવાર્થ, ઉદાહરણ છે ને..! એના ઉપર આવી ગયું કાલ. બે લીટી ઉપરની (ત્યાંથી ફરીને.)
(અહીંયા કહે છે કે, “દ્રવ્યનો - કે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા.” દ્રવ્ય જે છે આત્મા કે પરમાણુ એની જે સમયે જે અવસ્થા થાય, એ કાળે જ થાય. (અકાળે થાય) ક્રમાનુપાતી એમ લખ્યું ને....! ક્રમાનુપાતી-ક્રમાનુસાર અને તે તે પર્યાયનો કર્તા દ્રવ્ય છે. આહા.... હા! જ્ઞાનમાં એની દશા થાય, એનો કર્તા આત્મા છે. જ્ઞાનાવરણીયનો ઉદય એનો કર્તા નથી. એમ કહે છે. એમ આત્મામાં, આયુષ્યગતિને લઈને – આયુષ્યકર્મને લઈને, દેહમાં રહે છે એમ નથી. એની પોતાની પર્યાયને કારણે
ત્યાં પર્યાયમાં (છે.) તે પર્યાયનો કર્તા આયુષ્ય (કર્મ) નથી. દેહમાં રહેવું – જેટલો કાળ (રહેવું) એ કાળની પર્યાયનો એ શરીરમાં રહેવાનો જેટલો કાળ છે તેટલો એ જ સમયનો કર્તા તે દ્રવ્ય છે. આહા... હા ! તે દ્રવ્ય તેનો કર્તા, દ્રવ્ય તેનું કરણ-સાધન અને દ્રવ્ય તે પર્યાયનો આધાર (અધિકરણ ) (છે.) આહા... હા! આ દરેક દ્રવ્યની વાત છે. આ મનુષ્યપણે સમજાવી છે. ઈ દરેક દ્રવ્ય એના પર્યાયના સ્વરૂપનો કર્તા છે (કરણ ને અધિકરણ છે.) કેટલી વાત સમાવી દીધી છે!! ઓલા કહે કે અંતરાય કરમને લઈને આત્મામાં, દીક્ષા લેવાનો ભાવ ન થાય – એવું આવે છે. “મોક્ષમાર્ગ પ્રકાશક' માં. એય? “મોક્ષમાર્ગ પ્રકાશક' માં (એવું લખાણ આવે છે.) આહા.... હા!
અહીંયા કહે છે કે જે પર્યાય થાય છે, તે દ્રવ્યમાં – વસ્તુના ક્રમ અનુસાર – ક્રમાનુપાતી - તે ક્રમે આવવાની છે તે આવે છે – તે દ્રવ્યને તેથી અસત્-ઉત્પાદ કહેવામાં આવે છે. દ્રવ્યનો અસત્ઉત્પાદ (કહે છે) પર્યાય પહેલી નહોતી ને થઈ – એ અપેક્ષાએ દ્રવ્યને અસત-ઉત્પાદ કહેવામાં આવે છે. છતાં તે તે પર્યાય, તે તે દ્રવ્યની શક્તિ જે છે અનંત – અન્વયશક્તિઓ અનંત છે. દ્રવ્ય એક છે, પણ એની શક્તિઓ એટલે ગુણો અનંત છે. અને ઈ અનંત (ગુણો ) ની હારે અનંતી પર્યાયો ગૂંથાયેલી છે. આહા.... હા.... હા ! (શ્રોતા:) પ્રગટ નથી ને ગૂંથાયેલી શી રીતે છે? ... (ઉત્તર) ઈ ગૂંથાયેલી છે એમાંથી પ્રગટ થાય છે. એને સંબંધ છે અન્વયશક્તિનો. ઈ તો પર્યાય પહેલી નહોતી તેથી તેને અસત્-ઉત્પાદ, દ્રવ્યનો અસત્-ઉત્પાદ છે એમ કીધી. દ્રવ્યમાં ઈ અસત્ (ઉત્પાદ) છે એમ કીધું. છતાં એની અન્વયશક્તિઓ – જે ગુણો છે (તેની સાથે સંબંધ છે.) અન્વયો- રાતે વાત થઈ ' તી ને ભાઈ ! અન્વયા ગુણાઃ પણ આવે છે. અન્વય દ્રવ્ય ને “અન્વયા ગુણાઃ” આવે છે બીજે. ત્યાં વાંચેલું નો' તું – દ્રવ્ય તે વિશેષ છે અને તેના ગુણો તે વિશેષ્ય છે એમ આવ્યું તું. અથવા દ્રવ્ય તે વસ્તુ છે અને એની શક્તિઓ, અન્વયો છે. તો ઈ અન્વયો શક્તિ છે અનંતી. આહા... હા! આવી વાત !! અને એ શક્તિઓની સાથે, તે તે સમયે જે પર્યાયો થવાની તે શક્તિ સાથે સંબંધ રાખે છે. (પર્યાયો) શક્તિ સાથે ગૂંથાયેલી છે. આહા.. હા.. હા ! કોઈ તત્ત્વની પર્યાય (બીજા તત્ત્વને લઈને નથી.) કે આ આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com