________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૪૯૩ આયુષ્ય ( કર્મ ) ને લઈને શરીરમાં રહ્યો, કે શાતાના ઉદયને લઈને અનુકૂળતા થઈ એમ નથી એમ કહે છે. આહા... હા! ગજબ વાત છે!! લાભુભાઈનું લખાણ કાંઈક આવ્યું છે, કાંઈક ઠીક છે. કંઈક સાધ આવતી જાય છે, પોતાની મેળે પીવે છે ને...! આહા... હા !
(આ શરીર ) તો અનંત
( કહે છે કેઃ ) દરેક દ્રવ્યની પર્યાય, આત્મા (કે) ૫૨માણું ૫૨માણુનો પિંડ છે. તેમાં એક એક પરમાણું દ્રવ્ય છે. અને એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ( આદિ ) અન્વયશક્તિઓ અનંત છે. તેની સમયે-સમયે ક્રમાનુપાતી ( ક્રમબદ્ધ) ક્રમે જે થવાની પર્યાય તે દ્રવ્યને લઈને થાય છે. આહા... હા ! પર્યાય, પ૨ને લઈને તો બિલકુલ નહીં. હો નિમિત્ત-પણ નિમિત્તને લઈને કાંઈ અંદર થાય (એમ છે નહીં) આહા... હા! આવી વાત! જુઓ! આ આંગળી હાલે છે આંગળી આ. એ પરમાણુઓ (દ્રવ્ય ) છે. એમાં અનંત-અન્વયશક્તિ-ગુણો છે. એને અનુસરીને ગૂંથાયેલી (પર્યાયો ) તે કાળે, તે જ ક્રમે -ક્રમાનુસાર જે પર્યાય આવવાની-થવાની તે જ થાય છે. તેથી તે પર્યાયને અસત-ઉત્પાદ ને દ્રવ્યને પણ અસત્-ઉત્પાદ કહીએ. પર્યાયને અસત-ઉત્પાદ તો ખરો પણ દ્રવ્યને અસત્–ઉત્પાદ કહીએ. આહા...! આહા... હા ! છે? જુઓ ! ( પાઠમાં ).
દ
( અહીંયા કહે છે કેઃ ) “ માટે પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યનો -કે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા -પર્યાયોના સ્વરૂપનું કરણ ” પર્યાયોના સ્વરૂપનું “ અધિકરણ ” હોવાને લીધે પર્યાયોથી અપૃથક્ છે” પર્યાયોથી અપૃથક્ છે. (દ્રવ્ય ) પર્યાયોથી જુદું નથી. તેથી · તેનો (દ્રવ્યનો ) અસત્-ઉત્પાદ નકકી થાય છે. આહા... હા ! બે લીટીમાં કેટલું ભર્યું છે!! અહીંયાં (અજ્ઞાની) કહે કે હું પરની દયા પાળી દઉં, ૫૨ને (બચાવી ) અહિંસા કરી દઉં, પૈસા રળી દઉં, કમાઈ દઉં દુકાને બેસીને, દુકાનની વ્યવસ્થા લોઢા-બોઢાની સરખી વ્યવસ્થા કરી દઉં, આહા... હા ! ધંધો દાણાનો (તો ) ઘઉં, બાજરો આદિ જે છે એમાં એક એક દાણો અનંત ૫૨માણુનો પિંડ છે. અને ઈ પરમાણુંમાં અનંત અન્વયશક્તિઓ રહેલી છે. તે કારણે (તે દાણાની) તે પર્યાય તે થવાની તે આમ જવાની હોય – આવવાની હોય તે કાળે તે પર્યાય (તેનાથી (દ્રવ્ય-ગુણથી ) થાય. ઓલો બીજો કહે કે મેં આને દાણા આપ્યા ને મેં દાણા તોળીને આપ્યા, એ બધી જૂઠી વાત છે. આહા... હા! (શ્રોતાઃ) વ્યવહાર છે...! (ઉત્ત૨:) વ્યવહા૨ એટલે થનમાત્ર બોલવામાં. મારો દીકરો! દીકરા કેવાં ? કોનાં દીકરા ? સુમનભાઈ મારો દીકરો લો! આઠ હજાર પગાર પાડે! કોનો દીકરો ને કોનો (બાપ )? આહા... હા! આ મારો દીકરો હુશિયાર થયો છે. પણ દીકરો કોનો ? અહીંયા કહે છે. એ દીકરો તો આત્મા છે ને આત્માની પર્યાય તો એનાથી થાય છે. એ પર્યાય તારાથી થઈ છે ને તેં દીકરાને ઉત્પન્ન કર્યો છે? ત્રણ કાળ, ત્રણ લોકમાં આ વાત સાચી નથી. આહા... હા! આકરું ભારે ભાઈ!! પૈસાવાળા તો આમ જાણે કરોડો પૈસા ( રૂપિયા ) અબજો પૈસા ( રૂપિયા ) ( માને કે) અમે આમ કરી દઈએ - અમે આમ કરી દઈએ, (કોઈને ) બે-પાંચ લાખ આપીને ધંધે ચડાવી દઈએ, એમીં આપણને નફો તો મળે! મહિને ટકા-દોઢ ટકાનું વ્યાજ આપે, પેદાશમાં આઠ આના અમારા ને આઠ (આના )
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
י
–
–