Book Title: Pravachana sara Pravachano
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 503
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩ પ્રવચનસાર પ્રવચનો ૪૯૪ એના. મહિને-મહિને ચોપડા તપાસવા જાય છે. કે કાંઈ ખાઈ ન જાય એમાંથી અરે ! આ બધું બફમ હશે? આહા..હા! આવી વાત છે! અરે! દુનિયાએ વીતરાગતત્ત્વ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્માએણે જે વસ્તુનું સ્વરૂપ કહ્યું-એ રીતે સાંભળવા મળે નહીં જગતને તો બિચારા કરે શું? એમાં (વળી ) જુવાની (યુવાનો અવસ્થા-વીસ-પચીસ-સત્તાવીસની ફાટેલી ઉંમર ને એમાં બે-પાંચ લાખની પેદાશ હોય- અને દુનિયા વખાણે) કરમી જાગ્યો અમારે (છોકરો.) કરમી જાગ્યો એમ કહે છે ને...! ધરમી જાગ્યો એમ કહે છે? આહા...! પાપી જાગ્યો. આહા.... હા ! એ કાન્તિભાઈ ? રામજીભાઈ પાસે ક્યાં હતાં – પૈસા હતા? એની પાસે પૈસા છે (કાન્તિભાઈ પાસે) એમ કહે છે લોકો! આહા.. હા. હા! અહીંયાં તો કહે છે પૈસાની (પર્યાય) – એક પૈસો છે, એના અનંત પરમાણુનો ઈ પીંડ છે. અને એક-એક પરમાણુમાં અનંત અન્વયો – ગુણો છે અને તે ગુણની જે સમયે – જે પર્યાય થવાની ક્રમાનુસાર (ક્રમબદ્ધ ) તે જ પર્યાય તે સમયે થાય. અને છતાં તે પર્યાય, પહેલી નો'તી માટે અસત્ઉત્પાદ કહી, દ્રવ્યનો અસત્-ઉત્પાદ આવ્યો છે એમ કહે છે. આહા.... હા! હવે આને અભિમાનના પાર ન મળે. આનું આ કરી દઉં – ને આનું આ કરી દઉં ને આનું આ કરી દઉં – દેરાસર કરી દઉં લો ને! મંદિર બનાવી દઉં! આહા...! પ્રભુ (આત્મા) છે એ તો જાણનાર દેખનાર છે, જાણનાર-દેખનારનો પિંડ પ્રભુ છે ને..! આહા..! એ જાણનાર-દેખનારને તું દ્રવ્યદૃષ્ટિથી જો !! પર્યાયદષ્ટિ કહેશે હમણાં. (એ તો જાણવા માટે) પણ દ્રવ્યદષ્ટિ-વસ્તુથી તું જો તો તને જનમ-મરણના અંત આવશે. આ ભવની પર્યાયનો અંત આવે એ તેની સ્થિતિ છે. આહા... હા ! ભગવાન આત્મા, સચ્ચિદાનંદ પ્રભુ! સર્વજ્ઞ જિનેશ્વર દેવે સત્ શાશ્વત ને જ્ઞાનને આનંદનો સાગર! અથવા આહા... હા! સુખના સાગરમાં સુખનું જળ ભર્યું છે એમાં. સુખનો સાગર - જળનું (દળ) છે. આ ખારા સાગરમાં જળ બીજું છે. આ તો (શરીર તો) માટી ધૂળ છે. ભગવાન આત્મામાં - અંદર ભગવાન આત્મા સુખના સાગરનું જળ છે ઈ તો. આહા... હા! આ શરીર તો જગતની ધૂળ છે. સાગરમાં જેમ પાણી છે. એમ આમાં આનંદનું જળ છે. એ સુખનો સાગર છે પ્રભુ!! એની એક સમયની પર્યાય થાય. તેની પણ સ્વતંત્ર કર્તા - એ દ્રવ્ય છે. અત્યારે તો ઈ સિદ્ધ કરવું છે ને..! દીકરા-દીકરી, બાયડી ક્યાં ય રહી ગયા બાપા! આહા.... હા! આ શરીરનો એક-એક રજકણ દ્રવ્ય છે ને દ્રવ્યમાં ગુણો છે ( અનંત) અન્વયો. “અન્વયા ગુણાઃ” શબ્દ છે ક્યાં ક! “તત્ત્વાર્થ રાજવાર્તિક” માં આમાં ક્યાં ક છે. “અન્વયા ગુણાઃ” અન્વય શક્તિ લીધી છે પણ શક્તિ કહો કે ગુણ બધું એક જ છે. છે ને...? ક્યાં? એકસો છાસઠ પાનું? નીચેથી પાંચમી લીટી. છે ને..! લો! અંદર સંસ્કૃતમાં છે. અન્વયિનો ગુણાઃ” અથવા “સહભુવો ગુણાઃ” સંસ્કૃતમાં છે ભાઈ ! વ્યતિરેક એટલે પર્યાય એ તો આવી ગઈ છે વાત. છે? સંસ્કૃતમાં છે. એકસો છાસઠ પાને. એ સંસ્કૃતમાં નીચેની છઠ્ઠી લીટી. (વાચન). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549