________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૪૯૪ એના. મહિને-મહિને ચોપડા તપાસવા જાય છે. કે કાંઈ ખાઈ ન જાય એમાંથી અરે ! આ બધું બફમ હશે? આહા..હા! આવી વાત છે! અરે! દુનિયાએ વીતરાગતત્ત્વ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્માએણે જે વસ્તુનું સ્વરૂપ કહ્યું-એ રીતે સાંભળવા મળે નહીં જગતને તો બિચારા કરે શું? એમાં (વળી ) જુવાની (યુવાનો અવસ્થા-વીસ-પચીસ-સત્તાવીસની ફાટેલી ઉંમર ને એમાં બે-પાંચ લાખની પેદાશ હોય- અને દુનિયા વખાણે) કરમી જાગ્યો અમારે (છોકરો.) કરમી જાગ્યો એમ કહે છે ને...! ધરમી જાગ્યો એમ કહે છે? આહા...! પાપી જાગ્યો. આહા.... હા ! એ કાન્તિભાઈ ? રામજીભાઈ પાસે ક્યાં હતાં – પૈસા હતા? એની પાસે પૈસા છે (કાન્તિભાઈ પાસે) એમ કહે છે લોકો! આહા.. હા. હા!
અહીંયાં તો કહે છે પૈસાની (પર્યાય) – એક પૈસો છે, એના અનંત પરમાણુનો ઈ પીંડ છે. અને એક-એક પરમાણુમાં અનંત અન્વયો – ગુણો છે અને તે ગુણની જે સમયે – જે પર્યાય થવાની ક્રમાનુસાર (ક્રમબદ્ધ ) તે જ પર્યાય તે સમયે થાય. અને છતાં તે પર્યાય, પહેલી નો'તી માટે અસત્ઉત્પાદ કહી, દ્રવ્યનો અસત્-ઉત્પાદ આવ્યો છે એમ કહે છે. આહા.... હા! હવે આને અભિમાનના પાર ન મળે. આનું આ કરી દઉં – ને આનું આ કરી દઉં ને આનું આ કરી દઉં – દેરાસર કરી દઉં લો ને! મંદિર બનાવી દઉં! આહા...! પ્રભુ (આત્મા) છે એ તો જાણનાર દેખનાર છે, જાણનાર-દેખનારનો પિંડ પ્રભુ છે ને..! આહા..! એ જાણનાર-દેખનારને તું દ્રવ્યદૃષ્ટિથી જો !! પર્યાયદષ્ટિ કહેશે હમણાં. (એ તો જાણવા માટે) પણ દ્રવ્યદષ્ટિ-વસ્તુથી તું જો તો તને જનમ-મરણના અંત આવશે. આ ભવની પર્યાયનો અંત આવે એ તેની સ્થિતિ છે. આહા... હા !
ભગવાન આત્મા, સચ્ચિદાનંદ પ્રભુ! સર્વજ્ઞ જિનેશ્વર દેવે સત્ શાશ્વત ને જ્ઞાનને આનંદનો સાગર! અથવા આહા... હા! સુખના સાગરમાં સુખનું જળ ભર્યું છે એમાં. સુખનો સાગર - જળનું (દળ) છે. આ ખારા સાગરમાં જળ બીજું છે. આ તો (શરીર તો) માટી ધૂળ છે. ભગવાન આત્મામાં - અંદર ભગવાન આત્મા સુખના સાગરનું જળ છે ઈ તો. આહા... હા! આ શરીર તો જગતની ધૂળ છે. સાગરમાં જેમ પાણી છે. એમ આમાં આનંદનું જળ છે. એ સુખનો સાગર છે પ્રભુ!! એની એક સમયની પર્યાય થાય. તેની પણ સ્વતંત્ર કર્તા - એ દ્રવ્ય છે. અત્યારે તો ઈ સિદ્ધ કરવું છે ને..! દીકરા-દીકરી, બાયડી ક્યાં ય રહી ગયા બાપા! આહા.... હા! આ શરીરનો એક-એક રજકણ દ્રવ્ય છે ને દ્રવ્યમાં ગુણો છે ( અનંત) અન્વયો. “અન્વયા ગુણાઃ” શબ્દ છે ક્યાં ક! “તત્ત્વાર્થ રાજવાર્તિક” માં આમાં ક્યાં ક છે. “અન્વયા ગુણાઃ” અન્વય શક્તિ લીધી છે પણ શક્તિ કહો કે ગુણ બધું એક જ છે. છે ને...? ક્યાં? એકસો છાસઠ પાનું? નીચેથી પાંચમી લીટી. છે ને..! લો! અંદર સંસ્કૃતમાં છે. અન્વયિનો ગુણાઃ” અથવા “સહભુવો ગુણાઃ” સંસ્કૃતમાં છે ભાઈ ! વ્યતિરેક એટલે પર્યાય એ તો આવી ગઈ છે વાત. છે? સંસ્કૃતમાં છે. એકસો છાસઠ પાને. એ સંસ્કૃતમાં નીચેની છઠ્ઠી લીટી. (વાચન).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com