________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૨
પ્રવચનસાર પ્રવચનો ૪૮૧ એવું સદા કાળ ત્રણ લોકમાં (રહ્યું છે.) આહા.... હા! ગમે તે સ્થિતિ પર્યાયમાં (હોય) ભંગીની અવાસ્થા થાય. વિષ્ટા ઉસેડ, પાયખાને (થી) એવી પર્યાય થાય પર્યાય. ઈ ક્રિયા તો જડની છે. આહા. હા! એ પર્યાય થવા છતાં વસ્તુ તો જેવી છે એવી જ રહી છે. આહા.. હા! અને એક તીર્થકરનો જીવ, ત્રણ જ્ઞાન ને ક્ષાયિકની પર્યાય વખતે આહા... હા! માતાના ઉદરમાં આવે છે. (ગર્ભમાં) સવા નવ મહિના રહે છે. એવી ભલે પર્યાય હોય કહે છે, છતાં દ્રવ્ય તો તેવું ને તેવું છે એમાં અંદર. આહા... હા! વિસ્મય! આશ્ચર્યકારી વાત છે! સર્વજ્ઞ સિવાય, આવું કોઈએ જોયું નથી. કલ્પનાની વાતું કરી એ કાંઈ વસ્તુની સ્થિતિ નથી. આહા.... હા!
(અહીંયાં કહે છે કે:) “આ રીતે, જીવની માફક, દરેક દ્રવ્ય પોતાના સર્વ પર્યાયોમાં તેનું તે જ રહે છે, અન્ય થઈ જતું નથી-અનન્ય રહે છે” ( ઓહોહોહો) અનન્ય રહે છે. અનેરું નહીં એમ. “ આમ દ્રવ્યનું અનન્યપણું હોવાથી દ્રવ્યનો સ-ઉત્પાદ નકકી થાય છે.” ભગવાન આત્મા! તેનો તે હોવાથી તે દ્રવ્યનો સત–ઉત્પાદ, છે એમાંથી થાય છે. ઈ સત-ઉત્પાદ અન્વયશક્તિ અંદર શક્તિરૂપે હતી સપણે તે આવી છે. ઈ સત્-ઉત્પાદ છે. એને બહારના કોઈ સંયોગોને કારણે સત્-ઉત્પાદ થયો છે એમ નથી. આહા..હા!
વિશેષ કહેશે...
"
કે
"
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com