________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૪૮૬ (-એકરૂપપણે) જોડાયેલો) જે ક્રમાનુપાતી ( ક્રમાનુસાર) પર્યાય જે થાય- એમાં દ્રવ્યનું દ્રવ્યત્વભૂત-દ્રવ્યપણું (અર્થાત્ ) સતનું સતપણું, ભાવનું ભાવવાનપણું જે આગળ આવી ગયું છે તે દ્રવ્યત્વભૂત “અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો (-એકરૂપપણે જોડાયેલો) જે ક્રમાનુંપાતી ક્રમાનુસાર ( એટલે) એ અન્વયની સાથે પર્યાય (વ્યતિરેક) જોડાયેલી છે. ( પર્યાય) તદ્દન અધ્ધરથી આમ (આધાર વિના) થઈ છે એમ નથી. આહા... હા ! પહેલી નો' તી ને થઈ માટે અન્વય સાથે કાંઈ સંબંધ જ નથી એમ નહીં. આહા.... હા ! અન્વય એટલે ગુણો. આહા ! આ બધી ભાષા જુદી જાત છે. પર્યાયપણે અસત્ છતાં તે વ્યતિરેકો પર્યાય “અન્વયશક્તિ સાથે (ગૂંથાયેલો) એકરૂપપણે જોડાયેલો જે ક્રમાનુપાતી ક્રમાનુસાર સ્વકાળે ઉત્પાદ થાય છે.” આહા... હા! તે જ કાળે તે પર્યાય, સ્વકાળે ઉત્પન્ન થાય. આહા... હા! હવે આમાં ક્યાં આડું અવળું? બીજાને લઈને તો આડું-અવળું નથી. (ક્રમબદ્ધ છે.) શું કીધું? સમજાણું? સંયોગો એકદમ ફર્યા માટે પર્યાય ફરી, ઈ વાત તો છે જ નહીં, એમાં પણ એની પર્યાય પણ પરથી નથી. સ્વકાળે જે ઉત્પન્ન (પર્યાય ) એની અન્વયશક્તિઓ – જે તેના ગુણો છે તેના સંબંધથી પર્યાય ઉત્પન્ન થાય છે, પોતે થાય છે પણ અન્વયશક્તિ સાથે સંબંધ છે. આહા... હા ! અન્વયશક્તિ સાથે સંબંધ તૂટીને – નો' તી ને થઈ છે માટે સંબંધ તૂટીને થઈ છે (એમ નહીં) આહા.... હા! ગજબ વાત છે!!
શું કીધું? “પર્યાયોનો દ્રવ્યત્વભૂત અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો (-એકરૂપપણે જોડાયેલો) જે ક્રમાનુપાતી (-ક્રમાનુસાર) સ્વકાળે ઉત્પાદ થાય છે આહા... હા! શું ટીકા !! આ ટીકા -સિદ્ધાંતો કહેવાય. જેના શબ્દોમાં ગંભીરતાનો પાર નથી ! થોડામાં ઘણું કરીને સમાડી દીધું છે! આહા.... હા! દિગંબર સંતોએ ભરતક્ષેત્રમાં કેવળજ્ઞાનના બીજડાં રોપ્યાં છે આહા...! અન્વયશક્તિ સાથે એકરૂપપણે જોડાયેલો જે ક્રમાનુપાતી (એટલે ) ક્રમે થતો – જે થવાથી તે જ થાય તે ક્રમે અનુપાતી – આહા..હા! સાધારણ અધિકાર છે, આ પ્રવચનસાર ને શેય અધિકાર એમ કરીને કાઢી નાખે. બાપુ ! એમ નથી ભાઈ ! આ તો વીતરાગની વાણી છે!! આહા.... પરમાગમ છે!! દિવ્યધ્વનિમાં આવેલો સાર છે!! આહા..હા! ભલે કહે છે એકદમ પર્યાયનો પલટો ખાય, સિદ્ધની પર્યાય પલટે એકદમ! છતાં એની અન્વયશક્તિના સંબંધમાં રહીને થઈ છે. આહાહા...હા ! સત્-ઉત્પાદમાં તો તે હોય જ છે. છે ઈ થઈ છે એમ. પણ અસત્-ઉત્પાદમાં પણ નો'તી ને થઈ માટે અસત્ (ઉત્પાદ) છતાં એ પર્યાયને ક્રમાનુપાતી જે અન્વયશક્તિઓ છે-ગુણો છે-દ્રવ્યનું દ્રવ્યપણું છે. દ્રવ્યનું દ્રવ્યત્વપણું – એની શક્તિપણું જે છે એનો સંબંધ રાખીને પર્યાયો ક્રમાનુપાતી થાય છે. આહા... હા! હવે આવું બધું ક્યારે યાદ રહે ? આહા. હા! હાલ્યા જાય જુઓને આમ અકસ્માત! ખબર ન પડી કહે છે આજે સવારે વળી એવું સાંભળ્યું! સવારે ઓલી દૂધવાળી આવી ત્યારે ખબર પડી ! દૂધવાળી કહે કે આ કાન્તિભાઈનું માથું આમ કેમ છે? થઈ ગયેલું (મૃત્યુ) જોવે ત્યાં કાંઈ ન મળે, આ દેહની સ્થિતિ! રાત્રે ત્યાં ક્યારે થયું એકલા ! આહા.. હા! એ જ સમય તે પરિણામ છૂટવાનો કાળ. છતાં તે પરિણામ અન્વયશક્તિઓને સાથે ગૂંથાયેલ છે. અધ્ધરથી થયેલ છે (એમ નહીં) ઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com