________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૩
પ્રવચનસાર પ્રવચનો ૪૮૫ પર્યાય અનેરી છે. પહેલાં નો'તી ને થઈ છે. એ અપેક્ષાએ પર્યાયને અસત-ઉત્પાદ કહેવાય છે. ઓલામાં આવે છે ને..! “પંચસ્તિકાય' (માં) અભૂતપૂર્વ! ઈ બીજી અપેક્ષાએ. સિદ્ધપર્યાય અભૂતપૂર્વ (કીધી કેમકે) પૂર્વે નો' તી ને થઈ છે. આહા. હા! અનંતકાળમાં કોઈ દિ' સિદ્ધદશા (કે જે ) અનંત જ્ઞાન-આનંદ અનંત-અનંત શક્તિઓનું વ્યક્તપણું પૂરણ અનંતકાળમાં કોઈ દિ' થયું નહોતું. એ થાય છે – એ પર્યાયપણે અનેરું થયું છે. દ્રવ્ય તરીકે ભલે એનો એ છે. પણ પર્યાય તરીકે દ્રવ્ય અનેરું થયું છે. આહા.. હા! લેબાશ એનો ઈ પર્યાયનો એ આવ્યો છે. આહા... હા ! દીર્ધદષ્ટિની વાત છે અહીંયા તો ભાઈ ! લાંબી દષ્ટિ કરે (તો સમજાય તેવું છે.) વર્તમાન પર્યાયમાં કહે છે. “પર્યાયો પર્યાયભૂત” એટલે પર્યાયો છે. “સ્વવ્યતિરેકવ્યક્તિના” એટલે ભિન્ન ભિન્ન (વ્યકિતના) આત્મા અને (છ) દ્રવ્ય જે છે એની દ્રવ્ય-અન્યાયશક્તિઓ તો ત્રિકાળ છે, એ વ્યતિરેક નથી. ભિન્ન ભિન્ન નથી. આત્મા અને પરમાણુઓમાં-દ્રવ્યત્વપણું-એની અન્વયશક્તિઓપણું-ગુણશક્તિઓપણું એ તો ત્રિકાળ છે. એમાં અનેરાપણું, એમાં નથી. આહા.... હા! આ તો “પર્યાયો પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યક્તિના” સ્વ (વ્યતિરેક એટલે) ભિન્ન વ્યક્તિ નામ પ્રગટને “કાળે જ સત્” છે. એ કાળે જ તે પર્યાય સત્ છે. પહેલાં નો'તી ને થઈ માટે અસત્-ઉત્પાદ (કહ્યો પણ) તે કાળે જ સત્ છે. આહા.... હા !
(કહે છે કે, અહીંયા હોય ચક્રવર્તી એક સમયે, બીજે સમયે સાતમી નરકનો નારકી થાય.) આહા..રતનને ઢોલિયે સૂતો હોય, દેવ ખમ્મા ખમ્મા કરતો હોય, છન્ને હજાર રાણીઓ. એક રાણીની હજાર દેવ સેવા (કરતા હોય). ઈ આમ પડ્યો હોય (રતનને ઢોલિયે). બહારની દશાની વાત નથી આ તો અંતરની (કે) એ બીજે સમયે સાતમી નરકનો નારકી થાય.) આહા.... હા! (એકદમ) અનેરી–અનેરી પર્યાયપણે! (તો) કહે છે કે આટલો બધો ફેર પડે છે તેથી કોઈ સંયોગને કારણે તે (ફેર) છે એમ નથી ઈ કહેશે હમણાં (ટકામાં) સમજાણું કાંઈ?
આહા... હા! તે “કાળે જ સત્ (-યાત) હોવાને લીધે તેનાથી અન્ય કાળોમાં અસત્ જ (-અધ્યાત જ છે.)” જે કાળે, જે પર્યાય છે તે કાળે જ તે સત્ છે. બીજા કાળે તે અસત્ છે. પર્યાયની અપેક્ષાએ (અસત્-ઉત્પાદ છે) દ્રવ્યની અપેક્ષાએ સત્-ઉત્પાદ કહ્યો” તો. છે તે ઊપજે છે અહીંયાં તો નથી તે ઊપજે છે, પર્યાય નો' તી ન ઊપજે છે. આહા... હા! આ વીતરાગનો અનેકાંત મારગ !! એ વસ્તુની સ્થિતિ એવી છે. કેટલાક લોકો એમ કહે છે (કે) બધા મારગો ભેગાં કરીને ભગવાને આવે અનેકાંતપણું પ્રરૂપ્યું!! આહા.... હા.... હા! એમ કહે છે પંડિતો અત્યારે કેટલાક) કે એકાંત- (વેદાંત) દ્રવ્યનું એકાંત (બૌદ્ધ ) પર્યાયનું એકાંત-એમ બધાનું ભેગું કરીને અનેકાંત કર્યું! (પણ એમ નથી ભાઈ !) એમને તો કેવળજ્ઞાન થયું ત્યારે વસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે (કવળજ્ઞાનમાં) જણાણી છે. જણાણી એવી વસ્તુ આ વાણી દ્વારા આવી છે. એમાંથી આગમ રચાણા છે. (એ) આગમને સાંભળીને (સમજીને) ભવ્ય જીવો સંશય નિવારે છે.) આહા.... હા!
(અહીંયા કહે છે કે , અને પર્યાયનો દ્રવ્યત્વભૂત અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com