________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧૨
પ્રવચન : તા. ૮-૭-૭૯.
પ્રવચનસાર પ્રવચનો ૪૭૮
‘પ્રવચનસાર’ ગાથા-૧૧૨ નો ભાવાર્થ. ટીકા આવી ગઈ છે.
શું કહે છે? “ ભાવાર્થ:- જીવ મનુષ્ય-દેવાદિક પર્યાયે પરિણમતાં છતાં અન્ય થઈ જતો નથી.” ભગવાન આત્મા ! દ્રવ્યસ્વરૂપ છે જે ત્રિકાળ. એ મનુષ્યની પર્યાયને પામે કે દેવની પામે કે સિદ્ધની પામે, પણ કાંઈ તે વસ્તુ અન્ય થઈ જતી નથી. પર્યાયપણે પરિણમે એમ ભિન્ન ભિન્ન. વસ્તુ તો એની એ-એવડી ને એવડી-એવી ને (એવી) એ વસ્તુ છે. આહા...હા ! “ જીવ મનુષ્ય દેવાદિક” દેવાદિકમાં તિર્યંચ-નારકી એના પર્યાયે પરિણમતાં છતાં–અવસ્થામાં-અવસ્થારૂપે થવા છતાં (આત્મા ) અન્ય થઈ જતો નથી. અનેરી ચીજ થઈ જતી નથી. આહા...હા! જીવદ્રવ્ય તો જીવદ્રવ્યરૂપે ત્રિકાળ છે. આહા...! ભગવત્સ્વરૂપ ! અહીંયાં તો પર્યાયોરૂપે પરિણમે છે એમ કહ્યું. ‘નિયમસાર' માં તો એમ કહ્યું કે જે મોક્ષ અને સંવ-નિર્જરા આદિની પર્યાય છે એ પરદ્રવ્ય છે. કેમ કે સ્વદ્રવ્ય જે છે ત્રિકાળ! સચ્ચિદાનંદ
'
પ્રભુ! એકરૂપ સ્વભાવ-જ્ઞાયક પ૨મ પારિણામિક સ્વભાવ, એ સ્વદ્રવ્ય છે. અને મોક્ષની પર્યાય, સંવરનિર્જરાની પર્યાય (પદ્રવ્ય છે. ) (‘નિયમસાર ’ ગાથા-૪૧ અન્વયાર્થઃ જીવને ક્ષાયિકભાવનાં સ્થાનો નથી, ક્ષયોપશમ-સ્વભાવનાં સ્થાનો નથી, ઔદયિકભાવનાં સ્થાનો નથી કે ઉપશમસ્વભાવનાં સ્થાનો નથી.) (આમ છે છતાં ) અહીંયાં કહે છે કે જીવ (પર્યાયોમાં) પ્રવર્તે છે. આહા...હા...હા ! પર્યાય એની છે. ઈ કાંઈ કરમથી થઈ છે કે કાંઈ સંયોગો-બીજી ચીજથી થઈ છે (એ પર્યાયો કે) સિદ્ધની કે નર્કની (કે અન્ય પર્યાય) સંયોગી ચીજથી થઈ છે એમ નથી. છતાં તે અનેરી અનેરી પર્યાય, સ્વયંસિદ્ધ પોતે ( સ્વતઃ) પરિણમે (છે) છતાં વસ્તુ (આત્મા) અન્ય-અન્ય થઈ જતી નથી. આહા...હા...હા !
(કહે છે) બહારની તો વાત જ શી કરવી? શરીર ને વાણી ને મનના બધાં-જડ જુદી જુદી અવસ્થાએ થાય એ તો બધાં જડ-૫૨, પણ આત્મા પોતે એ પાંચ પર્યાયપણે થાય. નારકીપણે, મનુષ્યપણે, તિર્યંચપણે, દેવપણે, ને સિદ્ધપણે-એ પાંચ (પ્રકારની ) પર્યાયપણે પરિણમતાં છતાં (આત્મા ) અન્ય થઈ જતો નથી. દ્રવ્ય બીજું થઈ જાય છે એમ નથી. આહા...! ત્યાં (‘નિયમસાર ’ શુદ્ધભાવ અધિકાર) ગાથા-૩૮ માં તો એમ કહ્યું નીવાવિવહિતત્ત્વ પદ્રવ્ય છે. ઈ તો ટીકાકારે કહ્યું ટીકાકારે નાખ્યું છે ક્યાંથી ? કે (‘નિયમસાર') ૫૦ મી ગાથામાં નાખ્યું છે ને...! કુંદકુંદાચાર્યે પોતે નાખ્યું છે. (‘નિયમસાર ' ગાથા-૫૦ અન્વયાર્થ:- પૂર્વોકત સર્વ ભાવો ૫૨સ્વભાવો છે. ૫૨દ્રવ્ય છે, તેથી હેય છે; અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા-ઉપાદેય છે.) ભગવાન આત્મા ! નિત્યાનંદ ધ્રુવ! એની અપેક્ષાએ જેટલી પર્યાયો થાય, એ બધી ૫૨દ્રવ્ય, પરભાવ હૈય છે. (તો એને તો) પોતે ભગવાન કુંદકુંદાચાર્યે પરદ્રવ્ય કહ્યું. તો એનો (આધાર) લઈને નીવાવિવહિતત્ત્વ પદ્રવ્ય છે એમ કીધું. ઈ તો ટીકાકાર ૫૨દ્રવ્ય કહે, પણ આચાર્ય પોતે (મૂળ પાઠમાં ) કહી ગયા છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com