________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૨
પ્રવચનસાર પ્રવચનો ૪૭૬ અન્વયશક્તિઓની ત્રિકાળ હયાતી (છે.) એકરૂપતા-ત્રિકાળિક હયાતી! આહા.. હા! ત્રિકોટિસતા – ત્રણ પ્રકારની સત્તા એટલે ભૂત, ભવિષ્ય ને વર્તમાન એમ. ત્રિકાળિક ક્યાતી “જેને પગટ છે એવો તે જીવ, તે જ ન હોય? (તે જ હોય.) ગમે તે પર્યાય હોય વસ્તુ તે જ હોય, વસ્તુ તે જ છે. આહા... હા! કારખાનાં (કસાઈખાનાં) નાખે મોટાં, લાખો ગાયો ને ભેંસ કાપે. એવાં પાપ! આહાહા ! એ પર્યાયમાં વર્તતું દ્રવ્ય, શું દ્રવ્ય દ્રવ્યત્વપણું છોડયું છે? કહે છે. આહા... હા! હા! નથી (છોડયું) એમ કહે છે આત્મા ( એવો) નથી એમ કહે છે. એ પર્યાય-પરિણમન છે. આહા.... હા... હા ! છતાં એના દ્રવ્યના દ્રવ્યત્વપણામાં કાંઈ ખામી છે? ઈ ભલે ના પાડે. (આચાર્યદવ ભલે ના પાડે.) છે? (પાઠમાં) ત્રિકોટિસત્તા લીધી ને.! ત્રિકોટિ સત્તા ત્રણ પ્રકારની સત્તા-ભૂત-ભવિષ્ય ને વર્તમાન. ત્રણેય કાળે એકરૂપ સત્તા છે. આહાહા! “ત્યાં જોવાનું છે” પર્યાય ગમે તે પ્રકારની હોય ત્યાં જોવાનું નથી. (એકરૂપ સત્તા જોવાની છે.) આહા...હા ! દ્રવ્ય ને દ્રવ્યત્વ-શકિત્તઓ તે (અભેદપણે) છે તે જોવાની છે. આહા ! અને તે જોવાની જ સમ્યગ્દર્શનશાન ને મોક્ષ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આહા... હા ! કેમ કે ઈ સત –સમાંથી સત્ આવે છે. એમ (અહીંયાં) કહેવું છે. આહા...! છતાં સતમાંથી સત્ આવ્યું છતાં-પ્રવર્ચે છતાં સમાં ત્યાં ખામી કાંઈ છે નહીં આહાહા ! ક્ષાયિક સમકિત થયું, કેવળજ્ઞાન થયું લો અરે! ગ્રહીતમિથ્યાત્વ થયું, નાસ્તિક થયો- “આત્મા નથી' હું નથી' એવું પર્યાયમાં પ્રવર્તવા છતાં દ્રવ્ય શું દ્રવ્યત્વપણું-અન્વયશક્તિઓ છોડી છે? (નથી છોડી.) આહા..હા..હા! ભાષા તો સાદી પણ ભાવ જરી આકરા છે!
(અહીંયાં કહે છે કે:) “ જેને પ્રગટ છે એવો તે જીવ, તે જ ન હોય? ત્રણે કાળે હયાત એવો જીવ અન્ય નથી.” અનેરો નથી તેનો તે જ છે.” તેનો... તે... જ. છે આહા... હા... હા! શું વસ્તુની સ્થિતિ”!! સમયસારમાં ય છે પણ આ પ્રવચનસાર! (પણ અલૌકિક આગમ!) વળી છે નિયમસાર! નિયમસાર' (માં કહ્યું) સ્વરૂપપ્રત્યક્ષ ઈ ત્રિકાળ (છે.) (“નિયમસાર” ગાથા ૧૨ ટીકા) આહા.... હા ! સ્વરૂપદષ્ટિ એ ત્રિકાળસ્વરૂપ ! અરે ! ત્રિકાળી ઉપયોગમાં તો એમ લીધું તું ને ભાઈ ! કે જ્ઞાનદર્શન ત્રિકાળ છે એ પોતપોતાના જાણે છે. ઈ ગુણ જાણે છે એટલું ! ગુણ, સ્વરૂપ છે પૂરણ એને જાણે છે. તેવું એનું સામર્થ્ય છે. પર્યાયની વાત નહીં. આહાહા..હા! ઉપયોગમાં છે પહેલી શરૂઆતમાં (“નિયમસાર” ગાથા ૧૦, ૧૨, ૧૩) વસ્તુ પોતે જે છે એમાં જે જ્ઞાન-દર્શન અનંતા ગુણો રહેલા છે –અનંત અન્વયે છે તેને તે જ્ઞાન ને દર્શન જાણે ને દેખે છે. એ એવી તાકાતવાળુ છે. પર્યાય નહીં. (તેની વાત નથી) અન્વયશક્તિનું સ્વરૂપ જ એવું છે કહે છે. આહા....હા આમાં તો ધીરજ જોઈએ બાપુ ત્યારે તો માલ (હાથ આવે.) આ તો પૂર્વના આગ્રહ કર્યા હોય બધા, (એ બધા પર) મીંડાં મૂકે ત્યારે બેસે એવું છે
આ”. આહા... આવી વસ્તુની સ્થિતિ જ છે. પરમાત્મા ત્રિલોકનાથ જે કહ્યું તે સંતો કહે છે. આહા.... હા ! જિનેશ્વર એમ કહે છે એમ બોલ્યા ને.. સંતો ! જિનેશ્વર એમ કહે છે બાકી (પ્રભુ) તમે કહો છો ઈ (પણ) ક્યાં ઓલું-ખોટું છે! પણ વાસ્તવ (દર્શી) આપે છે પ્રભુનો! ત્રિલોકનાથ ! સર્વજ્ઞદેવ ! પરમેશ્વર એમ કહે છે. ગમે તે પર્યાયમાં દ્રવ્ય પ્રવર્તે છતાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com