________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૧
પ્રવચનસાર પ્રવચનો ૨૯૪
ઉત્પાદ તેમજ ધ્રૌવ્યને સંહાર વર્તે પર્યયે, ને પર્યયો દ્રવ્ય નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે.
અહીં તો ભઈ મારગ એવો, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એનું કહેલું તત્ત્વ! ક્યાંય બીજે છે નહીં. એ આકરું પડે જગતને! અભ્યાસ વિના! આહા.. હા! અને રીતે (સમજે કે ) જે રીતે છે તે રીતે ન માને ઈ મિથ્યાદષ્ટિ છે એમ પહેલાં કહ્યું. આબુને (ગાથા) ૯૮ માં છે ને..! અઠાણું ગાથા ! આહા.. હા! ઉત્પાદ-વ્યય, એક જ સમયમાં ઉત્પાદ ને વ્યય, વિરુદ્ધભાવ. અને તેમાં જે સ્થિતિ એ તેનાથી વિરુદ્ધ ભાવ !! ટકી રહેવું!! આહાહાહા ! આ (ઉત્પાદ વ્યય ) એક સમય રહે અને આ (ધ્રૌવ્ય) ટકી રહે. છતાં ટકી રહેવું-ધ્રૌવ્યપણું એક સમય છે. પછી ત્રણનો સમુદાય તે દ્રવ્ય (કીધું.) આહા... હા! (વસ્તુ સ્થિતિ) એમ છે. અરે રે! આવું સાંભળવા, નવરાશ મળે નહીં એને! સમ્યગ્દર્શન થવામાં, જે ભગવાને તત્ત્વો કહ્યાં, તે રીતે તત્ત્વોને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળાં માને, ત્યારે તેને ઉત્પાદ થઈ એવી જે સમ્યગ્દર્શનપર્યાય, મિથ્યાત્વ (પહેલી પર્યાયમાં હતો) તેનો થ્ય, અને સદેશપણું જે છે-ધ્રુવ- (ધ્રૌવ્યપણું ધ્રુવનું ધ્રૌવ્યપણું રહેવું ઈ (એક સમયમાં ત્રણે છે) ઈ ત્રણે મળીને પછી દ્રવ્ય છે. એનો અર્થ કે એના ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય માટે બીજા દ્રવ્યની જરૂર નથી. આહા... હા! આત્માની ધરમની પર્યાયના ઉત્પાદ માટે, અને અધરમની પર્યાયના વ્યય માટે અને તે ચીજની – ધ્રુવનું – ટકવા માટે પરની કોઈ અપેક્ષા છે નહીં. આહા.... હા ! આવી ધરમની રીત ! એ કહે છે (અહીંયાં).
ટીકાઃ- “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય.” જોયું? “ધ્રૌવ્ય ' આહા...ખરેખર પર્યાયોને આલંબે છે.” શું કહે છે? આહી...! ઊપજવું = સ્વસંવેદન સમ્યગ્દર્શનની પર્યાય ઊપજવી, અને મિથ્યાદર્શનપર્યાયનો વ્યય, અને ધ્રૌવ્યપણું. ઇ ત્રણ પર્યાયને અવલંબે છે ઈ ત્રણ પર્યાય છે, ત્રણ ભેદ છે. આહા... હા! સમજાય છે કાંઈ ? કોને આ પડી (છે) કે અંદર વસ્તુસ્થિતિ શું છે? લોઢાની (વસ્તુસ્થિતિ) નકકી કરવી ત્યાં! (શ્રોતા ) ધંધો છે ને એનો... (ઉત્તર) ઈ એનું કરે, વકીલ વકીલાતનું કરે. આ તો મોટાનો દાખલો અપાય છે. (બાકી બધાનું એમ છે.) આહા... હા! આ સર્વજ્ઞપરમાત્મા! એક ન્યાય ફરે તો આખું તત્ત્વ વિરુદ્ધ થઈ જાય? ઉત્પાદ વિનાનું દ્રવ્ય એકલું માને તો પણ (તે) મિથ્યાદષ્ટિ થઈ જાય. વ્યય વિનાનું દ્રવ્ય એકલું માને તો પણ મિથ્યાદષ્ટિ થઈ જાય, અને ઉત્પાદવ્યય ન માને અને ધ્રુવને જ માને તો તે મિથ્યા-દષ્ટિ છે. આહા... હા! (શ્રોતા ) (ત્રણમાંથી) એકને ન માનો તો ૧/૩ સાચો ૨/૩ ખોટો એમ માને તો...! (ઉત્તર) એકે એક ખોટું બધું ખોટું. આહા.... હા! ભાઈ ! આવું છે પ્રભુ! શું થાય? આહા. હા.... હા !
(કહે છે) એક ઉત્પાદની પર્યાય છે. એને નથી એમ માને, અને એકલું ધ્રુવ જ છે એમ માને, તે મિથ્યાષ્ટિ છે. એકલો વ્યય માને, ઉત્પાદ વિના વ્યય હોય નહીં (છતાં એકલો વ્યય માને) તે, મિથ્યાદષ્ટિ છે. નાસ્તિક થઈ ગ્યો તે નાસ્તિક છે. અને એકલું ઉત્પાદ, વ્યય (એ) બે ને જ માને, અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com