________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૭
પ્રવચનસાર પ્રવચનો ૪૦૭
કહેવું વ્યવહાર છે. દેવના ક્ષેત્રમાં, નારકીના ક્ષેત્રમાં જીવ છે એમ કહેવું ઈ વ્યવહાર છે. આહા... હા ! શ્રેણિક રાજા ! નરકમાં છે ઈ કહેવું વ્યવહાર છે, પણ એની ગતિની યોગ્યતા જ' નારકીની છે. ઈ પર્યાયમાં એ છે. પણ ઈ ગુણમાં નથી ને ઈ દ્રવ્યમાં નથી. જે પર્યાયમાં છે તે ગુણમાં નથી ને તે દ્રવ્યમાં નથી. આહા.... હા.... હા! આવું છે! કાં' (શાસ્ત્રમાં) એક કહે છે ને..! કે શ્રેણિકરાજા, નરકે ગયા તે સમકિતી છે– ક્ષાયિક સમકિતી (છે.) તીર્થકરગોત્ર બાંધ્યું છે. હવે ઈ તો એને પૂર્વનું આયુષ બંધાઈ ગયું, એને લઈને નરકમાં ગયા! અહીંયાં ના પાડે છે. અહી... હાઆયુષ્યકર્મની પર્યાયમાં આયુષ્યપર્યાય હતી, આંહી જવાની પર્યાય ત્યાં હતી તે પોતાની પર્યાયથી ત્યાં જવાની) ગતિ કરે છે. આયુષ્યકર્મ તો નિમિત્તમાત્ર છે. એ નિમિત્તથી કાંઈ આમાં થતું નથી. આા... હા.. હા! શાસ્ત્રમાં એવો લેખ આવે. આનૂપૂર્થ નામની એક પ્રકૃતિ છે. નામકર્મની. જેમ બળદને નાથ નાખે. ને ખેંચે એમ આનુપૂર્વી પ્રકૃતિ નરકમાં લઈ જવા (જીવન) ખેંચે છે. દેવમાં લઈ જવા, મનુષ્યમાં લઈ જવા, તિર્યંચમાં લઈ જવા ગતિ (કરાવે છે) આનુપૂર્થ અહીંયાં કહે છે કેઃ (એ ગતિ થઈ ત્યારે) હતી ચીજ આનુપૂર્થ એ બતાવ્યું છે. બાકી તો તે સમયે જે પર્યાય છે ગતિ કરવાની એકતા, એને લઈને ઈ ગતિ કરે છે. આનુપૂર્થ (પ્રકૃતિ) ને લઈને નહીં. આહા.. હા હા ! ઘણું ભેદ-જ્ઞાન!! પરથી તો ભેદજ્ઞાન! પણ પોતાના પરિણમનમાં (સ્વરૂપમાં) જુદા, જુદા અદ્ભાવ!! આહા... હા.. હા. હા! (કેટલાકે તો ) સાંભળ્યું ન હોય, (અને માને કે) વાડામાં જન્મ્યા જૈન છીએ. જૈન પરમેશ્વર શું કહે છે તત્ત્વને ઈ ખબર ન મળે ! આહા.. હા! નવરાશ નહીં ને પણ નવરાશ, ધંધા! ધંધો કરવો, બાયડીછોકરાં સાચવવાં! વેપાર સાચવવો! કે નો” સાચવે તો ઓલું થઈ જાય! (શ્રોતા:) પણ દુકાને ન જાયતો, દુકાનો બધી બંધ થઈ જાય....! (ઉત્તર) કોણ કરે વેપાર? એ તો જડની પર્યાયના સમયે તે થશે. એ પરમાણુમાં પર્યાય, જે રીતે ગતિ થવાની, તે થશે જ. એ પર્યાય (જે થાય છે ઈ) બીજા જોડે આ છે, એનાથી પર્યાય ઈ પર્યાય થાય છે, એમ તો છે જ નહીં. પણ એની જે પર્યાય થાય છે જે પૈસા લેવાની-દેવાની આદિ, (તે) પર્યાય તે દ્રવ્ય નથી ને પર્યાય તે ગુણ નથી. આહા.... હા ! ( પંડિતજી!) આવી વાતું છે!! (તત્ત્વનો) સૂક્ષ્મપણે વિચાર કરવો જોઈએ ભાઈ ! આ તો, પ્રભુનો મારગ છે! સર્વજ્ઞપરમેશ્વર! ત્રિલોકનાથ ! એણે જ્ઞાનમાં જોયું એવું કહ્યું છે. આહા..! છે ઈ ? ( પાઠમાં) ત્રીજો પેરેગ્રાફ !
(અહીંયાં કહે છે કે:) “વળી એક આત્માના હયાતીગુણને “હયાત આત્મદ્રવ્ય” હયાત જ્ઞાનાદિગુણ” અને “હયાત સિદ્ધત્વાદિપર્યાય” એમ ત્રણ પ્રકારે વિસ્તારવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.”
(અહીંયા કહે છે કે ) “વળી એક આત્માનો જે હયાતીગુણ છે.” એક આત્મા નો સત્તાગુણ જે છે, “તે આત્મદ્રવ્ય નથી.” ઈ એક જ ગુણ આત્મદ્રવ્ય નથી. “(હયાતીગુણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com