________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧
પ્રવચનસાર પ્રવચનો ૪૫૧ ઉત્પન્ન તે ઉત્પાદ ને જૂનું જાય ને ધ્રૌવ્યપણે રહે. (તે એકેક સમયમાં ત્રણ છે) સત્તાનું (સ્વરૂપ) પરિણમન સ્વરૂપ છે. (અથવા) ઈ સત્તાનું સ્વરૂપ (જા પરિણમન છે. (એ પરિણમન ) ઈ દ્રવ્યનું (જ) પરિણમન છે. એના પરિણમનમાં બીજાથી કાંઈ (કાર્ય) થયું છે એ વાતમાં કાંઈ માલ નથી. આહા.... હા! આવી વાતું છે બાપા! આહા.... હા ! ઈ અહીંયાં કહે છે જુઓ!
દ્રવ્યનો તે ઉત્પાદ, દ્રવ્યની અભિધેયતા વખતે.” અભિધેયતા- કહેવાયોગ્યપણું; વિવક્ષા; કથની (ફૂટનોટમાં છે અર્થ.) અભિધેયતા વખતે “સદ્ભાવસંબદ્ધ છે.”શું કહે છે? વસ્તુ જે છે- આ આત્મા, પરમાણુ, માટી-જડ-ધૂળ એ દરેકમાં જયારે એની પર્યાય થાય છે (ઈ પર્યાય ) એની સત્તાથી થઈ, એના દ્રવ્યથી થઈ (દ્રવ્યમાં હતી તે થઈ ) ઈ સદ્ભાવસંબદ્ધથી કહ્યું. અને પર્યાય અપેક્ષાએ કહીએ તો એ ટાણે (ઉત્પાદપર્યાય) નહોતી ને થઈ એ અસદ્દભાવ સંબદ્ધ કીધો. પણ (જે) હતી ને થઈ, એને સદ્ભાવસંબદ્ધ છે.
વસ્તુ જે છે આત્મા, આ પરમાણુ (દેહના આદિ) એમાં સત્તા સંબદ્ધ છે. સત્તાથી થઈ (પર્યાય) તે સત્તાના સંબંધથીય થઈ એમ કીધું. “છે તે થઈ ” અને પૂર્વે “નહોતી ને થઈ ” તો પહેલાંને સંબદ્ધ- (સદ્ભાવસંબદ્ધ ) અને “નહોતી ને થઈ ' તેને અસદ્ભાવસંબદ્ધ કીધો. પૂર્વે નહોતી ને થઈ ઈ અપેક્ષાએ અસંબદ્ધ કહી છે પૂર્વની (પર્યાયની) હારે સંબંધ નથી. નવી પર્યાય સ્વતંત્ર થાય છે. ઝીણી વાત છે બહુ બાપુ! આહાહા! આવ્યું ને... (મૂળ પાઠમાં કે ) “દ્રવ્યનો ઉત્પાદક દ્રવ્યની અભિધેયતા વખતે.” દ્રવ્યનો ઉત્પાદ, દ્રવ્યની મુખ્યતાથી કહેવું હોય તો તે સદ્દભાવસંબદ્ધ છે. “છે તે પર્યાય થઈ છે” છે તે થઈ છે” હતી તે આવી છે. અને પર્યાયની અપેક્ષાએ જોઈએ તો “ઈ પર્યાય નહોતી ને થઈ છે' (ઉત્પાદ નહોતો ને થયો.) આહા.... હા ! આવું વાંચન બાપુ! ઝીણી વાતું બહુ બાપુ! (શ્રોતા:)
આ” ને “આ” બેય (પર્યાય)! (ઉત્તર) હા, બેય છે. “છે' એમાંથી આવી છે. (ઈ) સદ્ભાવસંબદ્ધ છે. અને પર્યાય નહોતી ને વર્તમાન (ઉત્પાદપણે) થઈ એ અસદ્દભાવસંબદ્ધ છે. બેય અવિરુદ્ધ છે. બેયમાં વિરોધ નથી. આહા...હા...હા !
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com