________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧
પ્રવચનસાર પ્રવચનો ૪૫૮ (ઈ ) “પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યકિતઓ પર્યાયોની નિપજાવનારી જુદી જુદી - વ્યતિરેક વ્યકિતઓ “વડે વ્યતિરેક જુદી-જુદી વ્યકિતઓ “વડે” “ઉત્પત્તિવિનાશ રહિત” અન્વય (શક્તિઓ ) “યુગપદ્ પ્રવર્તતી દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓને પામતા દ્રવ્યને અસદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.” જે અન્વયશક્તિઓવાળું દ્રવ્ય છે. પર્યાયની દષ્ટિએ જોતાં ઈ અસદ્ભાવસંબદ્ધ છે. “નહોતી ને થઈ છે.” અન્વયશક્તિના સંબદ્ધ વિના નહોતી ને થઈ છે' આહા.... હા! સમજાય છે?
(કહે છે ) “દ્રવ્યની નિપજાવનારી અવયશક્તિઓ પામતા દ્રવ્યને અસદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે” જે નહોતી ને થઈ છે' પર્યાયદષ્ટિએ પર્યાય નહોતી ને પર્યાય ઉત્પન્ન થઈ, છતાં તે પર્યાય દ્રવ્ય છે. એ પર્યાય દ્રવ્યથી જુદી છે એમ નહિ. પર્યાય જુદી-જુદી ભિન્ન ભિન્ન થઈ છતાં તે દ્રવ્યથી થઈને તે દ્રવ્ય છે. આહા... હા! ન્યાં પર્યાય ભિન્ન ભિન્ન છે માટે બીજું દ્રવ્ય છે અને બીજા દ્રવ્યને કારણે ભિન્ન ભિન્ન થઈ છે (એમ નથી). સમજાણું કાંઈ ? પહેલાં તો સદ્દભાવસંબદ્ધ કીધો! (એટલે)
છે' એમાંથી થઈ ' પણ નથીમાંથી થઈ ' માટે કો' ક ના સંબંધ થઈ એમ નથી. ઈ તો પર્યાયદષ્ટિએ જોતાં મુખ્યપણે જ્યારે જોઈએ કે અન્વયમાં જે હતું તે આવ્યું એમ ન જોતાં (“જે નથી તે થઈ ' એમ પર્યાયથી જોતાં અસદ્ભાવસંબદ્ધ કહેવામાં આવ્યો છે).
(કહે છે કેઃ) તત્ત્વનું જે સ્વરૂપ (છે) એથી (કોઈ ) ઓછું, અધિક કે વિપરીત માન્યતા કરે તો ઈ મિથ્યાત્વને પામે છે. તેથી મિથ્યાત્વ, સત્યને અસત્ય (પણે) સ્થાપે છે. એથી મિથ્યાત્વના ફળ માં-અસત્યના (ફળમાં) ચોરાશીના અવતાર છે. આહા.... હા! અને સત્યના ફળમાં કેવળજ્ઞાન ને મોક્ષ છે! આહા.... હા ! એટલે કેઃ જે અંદર શક્તિ હતી એને સંબદ્ધ પર્યાય થઈ માટે અસદ્ભાવસંબદ્ધ – “છે તે થઈ ' એ પણ સત્. અને “નહોતી ને થઈ, એકદમ નહોતી ને થઈ, એકદમ નહોતી ને થઈ ' માટે તે પરદ્રવ્યથી થઈ એમ નથી. એ (અસદ્ભાવસંબદ્ધ પર્યાય) પણ અવયના સંબદ્ધમાં રહીને અનેરી (અનેરી) પર્યાય થઈ છે. આહા.. હા ! સમજાણું કાંઈ ? એ નવી થઈ (માટે) અન્વયનો સંબંધ છૂટી ગયો છે એમ નથી. ફક્ત “નહોતી ને થઈ ” ઈ અપેક્ષાએ એ પર્યાયને અસત્સંબંધ કહેવામાં આવે છે. આહા... હા! છે? (પાઠમાં) “સુવર્ણનીય જેમ જ.” તે આ પ્રમાણે જ્યારે બાજુબંધ વગેરે પર્યાયો.” કડાં-કુંડળ વગેરે પર્યાયો “જ કહેવામાં આવે છે સુવર્ણ નહિ.” પર્યાયને કહેવામાં આવે સોનાને નહિ.
ત્યારે બાજુબંધ વગેરે પર્યાયો જેટલું.” એ કુંડળ-કડાં જેટલો કાળ રહે તેટલું “ટકનારી” તેટલું ટકનારી “ ક્રમે પ્રવર્તતી” એક પછી એક થતી- ક્રમબદ્ધપણે એક પછી એક થતી (એટલે ક્રમે) “પ્રવર્તતી બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક-વ્યકિતઓ.” ભિન્ન ભિન્ન પ્રગટતાઓ “વડે સુવર્ણ જેટલું ટકનારી.” આહા.. હા ! “યુગપદ્ પ્રવર્તતી, સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓને પામતા સુવર્ણને અસદ્ભાવયુક્ત જ ઉત્પાદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com