________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧૨
પ્રવચનસાર પ્રવચનો ૪૬૬
હોય કે જેથી ત્રિકોટિ સત્તા (-ત્રણ પ્રકારની સત્તા, ત્રિકાળિક હયાતી ) જેને પ્રગટ છે એવો તે (જીવ ), તે જ ન હોય ? (અર્થાત્ ત્રણે કાળે યાત એવો જીવ અન્ય નથી, તેનો તે જ છે.)
ભાવાર્થ:- જીવ મનુષ્ય-દેવાદિક પર્યાય પરિણમતાં છતાં અન્ય થઈ જતો નથી, અનન્ય રહે છે, તેનો તે જ રહે છે; કારણ કે ‘તે જ આ દેવનો જીવ છે, જે પૂર્વ ભવે મનુષ્ય હતો અને અમુક ભવે તિર્યંચ હતો ' એમ જ્ઞાન થઈ શકે છે. આ રીતે, જીવની માફક, દરેક દ્રવ્ય પોતાના સર્વ પર્યાયોમાં તેનું તે જ રહે છે, અન્ય થઈ જતું નથી-અનન્ય રહે છે. આમ દ્રવ્યનું અનન્યપણું હોવાથી દ્રવ્યનો સદ્ઉત્પાદ નકકી થાય છે. ૧૧૨.
6
પ્રવચન : તા. ૭-૭ -૭૯.
પ્રવચનસાર ' . ૧૧૨ ગાથા. એકસો અગ્યાર થઈ ગઈ.
“ હવે સર્વ પર્યાયોમાં દ્રવ્ય અનન્ય છે” ગમે તે પર્યાય હોય-નારકી, દેવ દ્રવ્ય તો અનન્ય છે દ્રવ્ય તો “તેનું તે જ છે” આહા... હા! દ્રવ્ય તો તેનું તે જ છે પણ જ્ઞાનગુણ પણ તેનો તે જ છે. આહા... હા ! જેમ આનંદ ગુણ, શ્રદ્ધા ગુણ, અનન્ય છે તે સદાય છે. ગમે તે પર્યાયમાં હો પણ વસ્તુ છે ઈ પોતે અનંત ગુણથી અનન્યમય ત્રિકાળ-ત્રિકોટિ કહેશે. એ ત્રિકાળ છે. આહા... હા! “ અર્થાત્ તેનું તે જ છે. ” જે દ્રવ્ય છે તે ભલે મનુષ્યપણે થયું, દેવપણે થયું, અરે મતિજ્ઞાનની પર્યાયપણે થયું પણ દ્રવ્ય તો તે વસ્તુ છે તે તે જ છે. આહા... હા! એમાં ક્યાંય ઓછા-અધિકપણું થયું નથી. વસ્તુ એવી છે આખી ( પૂર્ણ ). જેને કા૨ણપ૨માત્મા કહો, કા૨ણજીવ કહો, સહજ ત્રિકાળી, સ્વરૂપપ્રત્યક્ષજ્ઞાન ત્રિકાળ કહો. ઈ ગમે તે પર્યાયમાં હો પણ વસ્તુ તો વસ્તુમાં (પૂરણ) છે. દૃષ્ટિ તો ત્યાં રાખવા જેવી છે એમ કહે છે. આહા... હા! સ્વરૂપ પ્રત્યક્ષ કીધું ને...! સ્વરૂપદષ્ટિ ત્રિકાળ છે. એમ દ્રવ્ય “તેનું તે જ છે તેમ તેની દૃષ્ટિ-શ્રદ્ધા તેની તે જ છે.” ત્રિકાળી હોં! તેની તે જ છે (દષ્ટિ) મિથ્યાત્વ અવસ્થા હો (પણ શ્રદ્ધાત્રિકાળ તેની તે જ છે.) આહા... હા! તો ઈ શ્રદ્ધા- જ્ઞાન- આનંદ અન્વય શક્તિઓ છે. અન્વયશક્તિ લેવી છે ને ! “ માટે તેને સત્-ઉત્પાદ છે-એમ સત્-ઉત્પાદને અનન્યપણા વડે નકકી કરે છે :- સત્-ઉત્પાદથી અનન્ય છે ભલે પર્યાય- ઉત્પાદ અન્ય થાય પણ વસ્તુ તો અનન્ય છે. વસ્તુ અનેરી થઈ નથી. પર્યાય અનેરી અનેરી થાય.
(ગાથા) એકસો બાર.
जीवों भवं भविस्सदि णरोऽमरो वा परो भवीय पुणो ।
હિં વ્વત્ત પનવિ ગ નદં મખ્ખો હૈં. હોવિ ।।૬૨।। નીચે હરિગીત.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com