________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧૨
પ્રવચનસાર પ્રવચનો ૪૬૯ અન્વયશક્તિને સત્ કદિ છોડે છે? (“સદાય નહિ છોડતું થયું સત્ જ (હયાત જ છે.) આહા.... હા. હા! ગમે તે (પર્યાયમાં હો) નિગોદની પર્યાયમાં હો, મનુષ્યની પર્યાયમાં હો, પ્રભુ તું દ્રવ્ય છો ને! અને તારું દ્રવ્યપણું-અન્વયશક્તિઓ-ગુણો છે (અર્થાત્ ) ભાઈ ઈ ભાવવાનને (છોડતું નથી.) ભલે નિગોદમાં પર્યાય અક્ષરના અનંતમા ભાગે થઈ જાય, પણ એને-દ્રવ્ય દ્રવ્યશક્તિઓને (કદી) છોડી નથી. આહા... હા.... હા! સમજાણું કાંઈ? ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો (આકરા છે!)
(અહીંયાં કહે છે કે, “અવયશક્તિને સદાય નહિ છોડતું થયું સત્ જ (હયાત જ) છે.” તો કાયમ-હ્યાત જ છે. ગમે તે પર્યાયમાં હો પણ ઈ સત હયાત જ છે. આહા... હા ! સંયોગને લઈને તો નહીં, પણ એક સમયની પર્યાય-પર્યાય થાય એને લઈને અસત્ (થઈ જાય એમ ) નહીં ઈ તો હ્યાત-કાયમ તત્ત્વ છે. આહા.... હા.... હા ! આ જ્ઞય અધિકાર! આત્મય! આહા....! એ શયનું શેયપણું શેયે કદી છોડયું નથી. આહા. હા! આવો ભગવાન આત્મા! એણે ભગવાનપણું કદી છોડયું નથી. નિયમસાર” માં તો ઈ જ આવે છે ને...! “કારણજ્ઞાન” (“નિયમસાર ગાથા ૧૩-૧૪) કારણદ્રવ્ય તો ઠીક, કારણ પરમાત્મા ઈ પણ દ્રવ્ય ઠીક! પણ “કારણજ્ઞાન” – ‘ત્રિકાળીકારણઅન્વયજ્ઞાન” . જે છે એમાં. જ્ઞાનીય એવો જે આત્મા, એનું જે જ્ઞાન-કાયમી જ્ઞાન- કારણજ્ઞાન (ત્રિકાળ અન્વયછે ) અને કેવળજ્ઞાન તે કાર્યજ્ઞાન છે. આહા.... હા!
(કહે છે) ભગવાન આત્મા, એની અન્વયશક્તિઓ- દ્રવ્યત્વપણું સદાય તેને નહિ છોડતું – એકધારાએ સદાય ચાલે છે કહે છે. આહા... હા! “અને દ્રવ્યને જે પર્યાયભૂત વ્યતિરેકવ્યકિતનો ઉત્પાદ થાય છે.” હવે કહે છે કે એ દ્રવ્ય જ છે અને જે પર્યાયો-વ્યતિરેક ભિન્ન ભિન્ન પ્રગટતા-ઉત્પાદ થાય છે. (જોયું?) ઓલી અન્વય (શક્તિ) ની સામે વ્યતિરેક (પર્યાયો) લીધી. સમજાણું? ઉત્પાદ થાય છે. વ્યતિરેક વ્યકિતઓ તે અન્વયની સામે વ્યતિરેક લીધી. છે? સમજાણું? ઓલા દ્રવ્યને દ્રવ્યત્વભૂત અવયશક્તિ લીધી (અને) દ્રવ્યને પર્યાયભૂત વ્યતિરેકવ્યકિત લીધી. આહા.... હા ! એ દ્રવ્યને જે અન્વયશક્તિને નહિ છોડતું એને પર્યાયભૂત વ્યતિરેક વ્યક્તિનો ઉત્પાદ થાય છે. પર્યાયભૂત વ્યતિરેક નામ ભિન્ન ભિન્ન (પર્યાયો). ઓલામાં (દ્રવ્યમાં) એકરૂપ ત્રિકાળ (અને આ) ભિન્નભિન્ન પ્રગટતા ઉત્પન્ન થાય છે “તેમાં પણ દ્રવ્યભૂત અન્વયશક્તિનું અચ્ચતપણું હોવાથી” આહા... હા! ઈ દ્રવ્યને પર્યાયભૂત વ્યતિરેક પ્રગટતાઓ ભિન્ન ભિન્ન છે “તેમાં પણ દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું દ્રવ્યને. એમ છે ને..? અને દ્રવ્યને પણ પર્યાયરૂપ વ્યતિરેક છે તેમાં પણ તે દ્રવ્યને દ્રવ્યત્વભૂત અવયશક્તિનું અશ્રુતપણું હોવાથી “દ્રવ્ય અનન્ય જ છે.” આહા.... હા.... હા ! આ સિદ્ધાંત કહેવાય આ ! હેં? વારતા (કાંઈ નથી.) આ ભગવાનની વાર્તા છે!
(કહે છે કેઃ) ભગવસ્વસ્વરૂપ! એનું (આત્મદ્રવ્યનું) ભગવસ્વરૂપ છે. અન્વયશક્તિઓ (ત્રિકાળ છે.) આહા... હા! પર્યાભૂત વ્યતિરેક ઉત્પાદ થાય તેમાં પણ, “દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com