________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૨
પ્રવચનસાર પ્રવચનો ૪૭૧ આ દ્રવ્ય દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું અશ્રુતપણું હોવાથી “દ્રવ્ય અનન્ય જ છે” દ્રવ્ય તો અનન્ય એનું એ જ છે. આહા.... હા... હા! ક્યાં નિગોદની પર્યાય ને (ક્યાં) તિર્યંચની અને ક્યાં સર્વાથસિદ્ધિના દેવની પર્યાય! ત્રણ જ્ઞાન–સાયિક સમકિત સહિત (જે દેવને વર્તે છે.) અરે ! આહા... હા! છતાં દ્રવ્ય ને દ્રવ્યની અન્વયશક્તિઓ તો એવા ને એવા જ છે. એ મહાસત્તા' ને પકડવાની છે. હું? એવી મહાસત્તા પ્રભુ છે. અન્વયશક્તિનું ભરેલું તત્ત્વ, એટલે “ભાવ” થી ભરેલો ભગવાન (આત્મા) આહા. હા! (તેમાં એકાગ્રતા કરવાની છે.) “ અર્થાત્ તે ઉત્પાદમાં પણ પર્યાયમાં નવી નવી (પર્યાયમાં) વ્યતિરેક ઉત્પાદમાં પણ “અન્વયશક્તિ તો ” આહા... હા! ક્યાં એ ચક્રવર્તી રાજા હોય, અને એ મરીને નરકમાં જાય. કે રાજા મોટો હોય તે નિગોદમાં જાય મરીને. આહા...! આંહી જુઓ તો કેટલો ઉઘાડ દેખાતો હોય, (ઈ) મરીને નિગોદમાં જાય. પણ છતાં કહે છે કે ઈ તો પર્યાયમાં ફેર છે. વસ્તુ તો છે ઈ છે એમાં (ફેર થયો નથી.) “તે ઉત્પાદમાં પણ અન્વયશક્તિ તો અપતિતઅવિનષ્યનિશ્ચળ હોવાથી દ્રવ્ય તેનું તે જ છે, અન્ય નથી” વસ્તુ તો તેની તે જ છે (તેમાં ફેર થયો નથી.) આહા.. હા! સમજાય છે આમાં? “માટે અનન્યપણા વડે દ્રવ્યનો સત્-ઉત્પાદ નકકી થાય
આહા.... હા! માટે અનન્યપણા વડે... દ્રવ્યનો સત્-ઉત્પાદ છે એમાંથી થાય છે ઉત્પાદ એમ કહે છે. આહા.. હા! છે એમાંથી આવ્યું છે. એ જ છે (એમ) કહે છે. ઈ પર્યાય જે થઈ છે ઈ “સત્” માંથી થઈ છે. છે એમાંથી થઈ છે. આહા... હા! “સત્-ઉત્પાદ' કહ્યો છે ને...! “છે એમાંથી થઈ છે. “સત્-ઉત્પાદ' આહા...! “ (અર્થાત્ ઉપર કહ્યું તેમ દ્રવ્યનું દ્રવ્ય-અપેક્ષાએ અનન્યપણું હોવાથી, તેને સત્-ઉત્પાદ છે એમ અનન્યપણા દ્વારા સિદ્ધ થાય છે.”) આહા.... હા !
(અહીંયાં કહે છે કે, “આ વાતને (ઉદાહરણથી) સ્પષ્ટ કરવામાં આવે છે.” જીવ દ્રવ્ય હોવાથી અને દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી” વળી શું કીધું (આ) પાછું દ્રવ્ય, અન્વયશક્તિઓને છોડતું નથી ઈ એ રાખ્યું અને ઈ દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી (એમ પણ કહ્યું, આહા... હા! જે દ્રવ્ય છે-ભગવાન આત્મા, એમાં અનંત અન્વયશક્તિઓ જે છે દ્રવ્યત્વ (પરા) રૂપની એવું જે દ્રવ્ય, ઈ પર્યાયમાં વર્તતું હોવાથી ! આહા. હા! ભાઈ ! એક બાજુથી કહેવું કે પર્યાય પકારકપણે સ્વતંત્ર પરિણમે છે એને દ્રવ્ય (ગુણ ) ની પણ અપેક્ષા નથી. પર્યાય જે છે ઈ (સત્) છે. ઉત્પાદ્રવ્યયધ્રૌવ્યયુક્ત સત્ છે ઈ (પર્યાય ). વ્યય પણ “સ” છે. ઉત્પાદ પણ “સત” છે. ધ્રવ્ય પણ “સત્” છે. એ તો છે. આહા... હા ! તેથી એ ઉત્પાદની પર્યાયમાં દ્રવ્ય વર્તતું હોવાથી (એમ અહીં કહ્યું પણ) દ્રવ્ય તો અન્વયશક્તિઓમાં વર્તે છે. ત્રિકાળપણે. ઈ દ્રવ્ય હવે “પર્યાયોમાં વર્તતું થયું' આહા... હા! “જીવ દ્રવ્ય હોવાથી” એમ અહીંયાં જીવ ઉપર ઉતારવું છે ને...? જીવ પણ “દ્રવ્ય હોવાથી અને દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી” દ્રવ્ય પર્યાયમાં વર્તતું હોવાથી” લો! (એમ કીધું) એક બાજુથી એમ કહેવું કે પર્યાય પકારકથી પરિણમે છે. આહા..! એકકોર એમ કહેવું કે જીવદ્રવ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com