________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧
પ્રવચનસાર પ્રવચનો ૪૬૧ થાય છે. “છે તે થાય છે” છતી થાય છે' આહાએ દ્રવ્યતાની મુખ્યતાથી કહીએ ત્યારે એમ છે. પર્યાયની મુખ્યતાથી કહીએ ત્યારે અછતી થાય છે “નહોતી ને થઈ ' છતાં ગૌણપણે અન્વયનો સંબંધ તો છે એને. અધ્ધરથી આમ ને આમ થઈ છે (એમ છે નહીં.) સમજાણું કાંઈ? આહા... હા! આવી વાતું છે હવે! થયું ને? (સ્પષ્ટીકરણ ) “દ્રવ્યને પર્યાયો (-પર્યાયોરૂપ) કરે છે.”
(અહીંયાં કહે છે કે, “જેમ સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને તે તે વ્યતિરેકવ્યક્તિપણાને પામતી થકી સુવર્ણને બાજુબંધ આદિ પર્યાયમાત્ર (-પર્યાયમાત્રરૂપ) કરે છે તેમ.” આહા.... હા! ઈ પર્યાય સુવર્ણન કરે છે ને સુવર્ણ પર્યાયને કરે છે. આહા.... હા... હા.... હા ! એ સુવર્ણની પર્યાય જે છે, તેથી સુવર્ણની સિદ્ધિ થાય છે. કહે છે. અને સુવર્ણની સિદ્ધિ છે તેનાથી પર્યાયની સિદ્ધિ થાય છે– આહા..હા ! કોઈ પરદ્રવ્ય છે માટે (સુવર્ણના) પર્યાયની સિદ્ધિ થાય છે- પર્યાયની સિદ્ધિ થાય છે નવી એકદમ (બાજુબંધ વીંટી, વીંટીમાંથી કડાં) એથી પરદ્રવ્યનો સંબંધ છે તેથી થાય છે એમ નથી. દેવીલાલજી! આહા... હા! (શ્રોતા:) ભગવાનના સમવસરણમાં આવતા આંધળા ય દેખતા થઈ જાય? (ઉત્તર) આહાહા! મિથ્યાષ્ટિ પડ્યા છે ત્યાં. અનંતવાર સમોસરણમાં ગયો છે. અનંતવાર સાંભળ્યું છે. પણ અંદર પર્યાય છતી, છતાં દ્રવ્યમાં છતી પડી છે– શક્તિઓ ને શક્તિવાન પર દષ્ટિ ન ગઈ. આહા...હા! શક્તિવાન ને શક્તિવાળો ને શક્તિ છે અનંત-અનંતગુણનો સાગર ગંભીર પ્રભુ! એ પર દષ્ટિ ન ગઈ–ભગવાનના સમોસરણમાં (ભગવાનને) અનંતવાર સાંભળ્યા. ભગવાનની આરતી અનંતવાર ઉતારી. આહાહા! મણિરતનના દીવા! હીરાના થાળ! કલ્પવૃક્ષના ફૂલ- લઈ ભગવાનની આરતી ઉતારી એમાં શું વળ્યું અનંતવાર ઉતારી ઈ તો રાગ છે! આહા..એ કંઈ ધરમ નથી. આહાહાહા !
અહીંયાં તો કહે છે કે પર્યાયની ઉત્પત્તિ ભલે રાગની થઈ. તો પણ અંદર શક્તિનીય યોગ્યતા તો હતી, એ યોગ્યતા વિના થતી નથી. પરને લઈને થઈ નથી એમ સિદ્ધ કરવું છે. આહા... વાહ! આહા... હા! “માટે દ્રવ્યાર્થિક કથનથી સત્-ઉત્પાદ છે; શું કીધું? ‘દ્રવ્યાર્થિક શું સાંભળ્યું ન હોય કેટલાકે તો. વાણિયામાં જનમ થયો ને જન્મીને...! “દ્રવ્યાર્થિક' એટલેશું? (તેની ખબર ન મળે !) દ્રવ્યાર્થિક એટલે જે વસ્તુ છે- દ્રવ્ય છે. એના- દ્રવ્યના પ્રયોજનવાળી જે દૃષ્ટિ છે એ દ્રવ્યાર્થિક દૃષ્ટિ કહેવાય છે. આહા... હા! આંધળે-આંધળું હાલ્યું! આ બાજુ દેખનાર ને (એક) આંધળો હતો. આવે છે (પદમાં) “અંધોઅંધ પલાય” આંધળો છું કે દેખનાર વિચારેય કરતો નથી. કે શું પણ. સમ્યગ્દર્શન શું છે? અને ધરમની શરૂઆત થાય ત્યારે શું થાય? અને કેમ થાય? આહા... હા ! તેની શરૂઆત થવા દ્રવ્યમાં છતી શક્તિ પડી છે. એથી તેને દ્રવ્યની દૃષ્ટિ થતાં તેને સમકિત થાય છે. સમજાણું કાંઈ ? આહા. હા! દ્રવ્યમાં શ્રદ્ધા નામની શક્તિ તો અનાદિ અન્વયે પડી છે. અને એ શક્તિનો ધરનાર ભગવાન (આત્મા) એ પણ અન્વયસ્વભાવ છે. આહા.... હા ! પણ એના ઉપર દષ્ટિ દીધી નહીં જેમાંથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com