________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧૧
પ્રવચનસાર પ્રવચનો ૪૫૯ છે.” આહા... હા... હા ! જોયું? અસહ્ભાવયુક્ત ઉત્પાદ (કહ્યો ) પણ અન્વયશક્તિઓની સાથે સંબદ્ધ તો છે જ. અધ્ધરથી નથી. સમજાણું કાંઈ ? પણ પર્યાયદષ્ટિની મુખ્યતાને જોતાં ‘નહોતી ને થઈ’ એમ કહેવામાં આવે છે. આહા...! પણ થઈ છે ઈ તો અન્વયસંબદ્ધે તો છે જ. પર્યાય દ્રવ્યની જ છે. ઈ દ્રવ્યના સંબદ્ધે જ થઈ છે. ઈ પર્યાય દ્રવ્યની છે ને પર્યાય દ્રવ્ય છે. ઈ દ્રવ્ય છે ઈ પોતે પર્યાય છે. આહા... હા... હા ! આવી વાતું છે! આ તો એકસો ને અગિયાર ગાથા !! “ અસદ્ભાવયુક્ત જ ઉત્પાદ છે.” જોયું ને? જોર તો ત્યાં છે.
(કહે છે) ‘ઈ નહોતી ને થઈ’ એ પણ બરાબર છે અને ‘હતી ને થઈ’ એ પણ બરાબર છે. આહા... હા! અન્વયશક્તિઓ હતી તે પરિણમી છે. અને પહેલી નહોતી પરિણમી છે માટે અસઉત્પાદ કહેવામાં આવે છે. છતાં ઈ પર્યાયને પણ અન્વયશક્તિઓ સાથે સંબંધ તો છે. સંબદ્ધ છૂટીને અધ્ધરથી થઈ છે એમ નહીં. આહા... હા ! સમજાણું કાંઈ ?
(કહે છે કેઃ ) સમજાય એટલું સમજવું બાપુ! આ તો વીતરાગનો મારગ! મહા ગંભીર છે! ત્રણ લોકના નાથ! આહા... હા! એક દ્રવ્યમાં અનંતી શક્તિઓ છે બાપુ! એક દ્રવ્ય ભલે અંગૂલના અસંખ્યમાં ભાગમાં ૫૨માણુ રહ્યું પણ એની શક્તિઓ અનંત... અનંત... અનંત... અનંત... એ શું છે? અને એ શક્તિ જે અન્વય છે તેનીય શક્તિઓમાંથી જે પર્યાયો થઈ ‘જે હતી તે થઈ' એ અપેક્ષાએ એને સદ્ભાવ સંબંધ છે. અને એની પર્યાયની મુખ્યતાથી જયારે કહેવું હોય ત્યારે પહેલી નહોતી ને થઈ ' એ અસસંબંધ એમ' કહેવામાં આવે છે. છતાં ‘નહોતી ને થઈ' એમ કહેવામાં આવે છે તે અન્વયના સંબંધમાં તો છે જ તે. પણ મુખ્યપણે ‘નહોતી ને થઈ' એમ કહેવામાં આવે છે. આહા... હા! આવું ધરમ કરવામાં શું કામ હશે એનું? કહે છે ધરમ (તે શું છે) ધરમની પર્યાય જે છે. આહા...! ધરમની પર્યાય જે છે. ઈ શું છે? એ ક્યાંથી આવી? કોઈ રાગની ક્રિયા કરી-દયા- દાનની એમાંથી આવી ? એમાં હતી ? દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ કર્યા એમાંથી (ધરમની ) પર્યાય આવી ? એમાં ( આ શાંતિની) પર્યાય છે? અન્વયમાં છે. અન્વયમાં શક્તિરૂપ છે, માટે આવે છે. આહા... હા ! અને ‘નહોતી ને આવી ’ (એમ અસદ્દપર્યાય ) કહેવાય છે પર્યાયની મુખ્યતાથી પણ એને સંબંધ તો અન્વય (શક્તિઓ) નો છે જ. ગૌણપણે. ઈ ‘નહોતી ને થઈ' એ અપેક્ષાએ અસપર્યાય ( કહેવાય છે.) પણ ‘નહોતી ને થઈ’ માટે કોઈ સંયોગ આવ્યા, માટે નહોતી ને થઈ એક્દમ –એમ નથી. આહા...હા ! સત્નો સંબંધ ને સત્નો અસંબંધ–એમાં ને એમાં સમાઈ જાય છે. સમજાણું કાંઈ ?
[હવે, પર્યાયોની અભિધેયતા વખતે પણ, અસત્-ઉત્પાદમાં પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક વ્યકિતઓ યુગપવૃત્તિ પામીને અન્વયશક્તિપણાને પામતી થકી પર્યાયોને કરે છે (પર્યાયોની વિવક્ષા વખતે પણ, વ્યતિરેકવ્યકિતઓ અન્વયશક્તિરૂપ બનતી થકી પર્યાયોને દ્રવ્યરૂપ કરે છે.)]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com