________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧
પ્રવચનસાર પ્રવચનો ૪૫૩ (કહે છે) વસ્તુ જે છે. એમાં અન્વયશક્તિઓ –ગુણો છે. અનાદિઅનંત વસ્તુ જેમ અનાદિ અનંત છે, એમ (ગુણો) અનાદિ અનંત છે. એ શક્તિઓને અવલંબીને જે વ્યતિરેકપર્યાયો થાય છે. એ નવી થઈ છે એમ નહીં. ઈ છે એમાંથી થઈ માટે તેને સત્-સંબંધ કહેવામાં આવે છે. આહા..! વાણિયાને આવો વિચાર (વાનો) વખત ક્યાં રહ્યો! આહા.... હા! “પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓને પામતા દ્રવ્યને સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.” સભાવસંબદ્ધનો અર્થ છે ( ફૂટનોટમાં) સદ્ભાવસંબદ્ધહયાતી સાથે સંબંધવાળો-સંકળાયેલો. [ દ્રવ્યની વિવક્ષા વખતે, દ્રવ્યની જ્યારે મુખ્યતા (કરીને) કથન કરવામાં આવે ત્યારે અન્વયશક્તિઓને મુખ્ય અને વ્યતિરેકશક્તિઓને ગૌણ, અન્વયશક્તિઓ એટલે આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ શક્તિઓ ત્રિકાળ (છે.)] એની મુખ્યતાથી કથન થાય, તેમાંથી પર્યાય થાય છે, ઈ સત, સત્ છે તેમાંથી (પર્યાય) થાય છે તેથી સથી ઈ પર્યાય ઉત્પન્ન થઈ એમ કહેવામાં આવે છે. (શ્રોતા:) શું દ્રવ્યમાં પર્યાયનું બંડલ વાળીને (પડીકું) પડ્યું છે? (ઉત્તર) ઈ અન્વયશક્તિ છે એમાંથી આવે છે. આત્મામાં અનંત ગુણો છે એમાંથી જ આવે છે ઈ સભાવસંબદ્ધ કહેવામાં આવે છે. નવી ઉત્પન્ન થઈ એમ નહીં દ્રવ્યની મુખ્યતાથી. આહા..! આહા..હા ! આવું છે. ક્રિયાકાંડ-તેથી બિચારા (તેમાં) ચડી ગયા! તત્ત્વની વાત પડી રહી આખી !
(અહીંયાં ઈ કહેવા માગે છે) કે વસ્તુમાં પર્યાય જે ઉત્પન્ન થાય છે. ઈ અન્વય શક્તિઓના સંબંધથી થાય છે. હતી તે સસંબદ્ધથી થઈ છે. “છે એમાંથી થઈ છે' સમજાણું કાંઈ ? આહા.... હા ! એકદમ નવી પર્યાય લાગે (કોઈ ) વિલક્ષણપર્યાય લાગે એને કોઈ એમ માને કે આવી વિલક્ષણ પર્યાય કોઈ સંયોગ થયો માટે આવી પર્યાય આવી, તો આંહી કહે છે કે ઈ વાત તારી જૂઠી છે. ઈ અન્વયશક્તિના સંબંધથી આવેલી છે માટે સર્ભાવસંબદ્ધ કહેવામાં આવે છે. આહા. હા! આવું બધું શીખવું! પાધરું સામાયિક ને પોષા ને પડિક્કમણા કરવા માંડે, થઈ ગયું બિચારાને! મીંડા વળ છે એકલા! (ધર્મના નામે.) આહા. હા! ધરમની ખબર ન મળે ! લોકોને બિચારાને!
એક જણ (પાસેથી) તો એવું સાંભળ્યું. નામ નથી આપતો કે આ શરીર છે ઈ આ સોંપવું. મરી ગયા પછી (દાન આપે) ઈ શું તમારે કહેવાય ઈ ? મેડિકલ કોલેજ (ને સોંપવું) પણ ભઈ આપણને (તમારા નામ આવડે નહીં.) જીવતું સોંપવું પણ મરી ગયા પછી સોંપવું. તેથી અહીં કામ આવે ચીરવામાં (શિખાઉ દાકતરને). આંખ્યું કાઢીને આપવી. (ચક્ષુદાન કરવું) મરી ગયા પછી. આહા..! આ શું પણ (ગાંડપણ). આ શરીર પર છે. આંખ્યું પર છે. હું આ દઉ છું (દેહદાન-ચક્ષુદાન કરું છું ) એ માન્યતા જ મિથ્યાત્વ છે. (શ્રોતાઃ) આંખ્યું કાઢી ને આંધળા માણસને (ઉત્તર) ચડાવે છે ને.... ખબર છે ને! ચડાવે છે જોતા” તો એક ફેરે. ઈ આંખ તો જડ હોય, પણ ઓલાની (આંધળાની)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com