________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧
પ્રવચનસાર પ્રવચનો ૪૫૪ આંખમાં તેજ હોય ને-અંદર આત્મા. જોડાય જાય અંદર. ઈ દેખાય એમ. અને આ તો કહે શરીર મેડિકલ કોલેજો ને સોંપી દેવું અને આખું ય સોંપી દેવી. ઈ જાણે એમાંથી કાંઈ મોટો ધરમ કર્યો (એમ માને.) આહા..હા! અરે. રે શું કરે છે જીવ! ઈ શરીરને અને એને સંબંધ એના દ્રવ્યનો, ઈ શરીરને અને આત્માને સંબંધ શું છે? ઈ શરીર હતું ક્યાં આત્માનું તે આત્મા તેને આપે, કે આ શરીર, મરી ગયા પછી આ શરીર મારું નહીં તેથી (આપી જાઉં છું.) તે તમારે ચીરવું હોય તો ચીરજો ને આમ કરજો ને આમ કરજો. ઈ તો જડનું (પરમાણુનું) હતું. કંઈ આત્માનું હતું નહીં. ઈ આપ્યું -મેં આપ્યું ઈ વાત જ જૂઠી છે. (જૂઠો અભિપ્રાય છે.) (શ્રોતા.) શુભભાવ તો ખરો ને...! શુભભાવ. (ઉત્તર) ઈ શુભભાવ! પાપ મિથ્યાત્વનું. શુભભાવ (માને) એમાં. આહા...હા! આ કાંઈ.. આહા...હા...હા...હા !
અહીંયાં તો એમ કહેવા માગે છે. કે તમામ, બાહ્ય સંયોગોમાં, એ વખતે આત્માની પર્યાય, વિલક્ષણ એકદમ નવી દેખાય. કે મતિજ્ઞાનમાંથી એકદમ શ્રુતકેવળ થાય. આહા.... હા... હા ! અને મિથ્યાત્વનો નાશ થઈને એકદમ ક્ષાયિક સમકિત થાય. ક્ષયોપશમ થઈને ભલે ક્ષાયિક થાય. આમ ક્ષાયિક! જાણે કે આહા. હા! તો ઈ ચીજ થઈ ઈ પરના સંબંધને લઈને છે એમાં? કે ના. એની અન્વયશક્તિઓ જે છે ગુણો એના સંબંધથી થયેલી- સથી થયેલી છે ઈ (પર્યાયો) આહા.... હા ! આવું સમજવું પડતું હશે, ધરમ માટે? જેન્તીભાઈ ! સમજણ વિના ન થાય કાંઈ ધરમ? આહા... હા !
અહીંયાં તો એમ કહે છે પ્રભુ! કે પરમાણુઓ (છે.) પરમાણુમાં પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અન્વય શક્તિઓ છે. કાયમ રહેનારી (અન્વયશક્તિઓ–ગુણો) એમાંથી પર્યાય થાય છે તે સથી થઈ છે. કોઈ સંયોગ આવ્યો માટે એકદમ ધોળીની પીળી થઈ, પીળીની કાળી થઈ એમ નથી. ઈ અવસ્થા (ઓ) અન્વયશક્તિના સંબદ્ધથી થયેલી છે. “છે તે થઈ છે' આહા...! સમજાણું કાંઈ? એમ તારા તત્ત્વની (આત્માની) અંદર, ભગવાન આત્મામાં, જ્ઞાન-દર્શન-અનંત અનંત અનંત અતીન્દ્રિય ગંભીર શક્તિઓનો ભંડાર પ્રભુ! એના સંબદ્ધમાંથી થયેલી પર્યાય “તે છે તે થઈ છે” એમ કહેવામાં આવે છે. છે એમાં જુઓ! (પાઠમાં) “સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.” આહા..! સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે. “છે એ ભાવ તે ઉત્પાદ છે' છે એમાંથી થયું માટે સદભાવ ઉત્પાદ છે.' આહા... હા! મૂળ તત્ત્વની ખબર ન મળે એટલે પર્યાયમાં આમ-એકદમ નવું લાગે. જાણે કાંઈક સંયોગ આવ્યો માટે નવું થયું એ મોટી ભ્રમણા–મિથ્યાત્વ છે એમ કહે છે. પરની હારે કોઈ સંબંધ છે જ નહીં. એમાંથી સત્ વસ્તુ છેશક્તિઓ છે (અન્વય) એના સંબંધમાંથી આવેલી વસ્તુ છે. માટે સદ્ભાવ સંબદ્ધ સત્ છે તે આવી છે. “હતી તે થઈ છે” આહા... હા! સમજાય છે આમાં? તેથી તો હળવે-હળવે કહેવાય, વાણિયાનો ધંધો બીજો, આ વિચાર માગે છે. આહા... હા. હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com