________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૯
પ્રવચનસાર પ્રવચનો
આહા... હા... હા ! આવો મારગ આહા...!! સંતોએ તો સરળ કરીને બતાવ્યું છે આ!
૪૩૨
(કહે છે કેઃ) (ત્યાં) “ દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં આવ્યો છે.” ( ગાથા ) ૯૯ માં. અહીં એમ સિદ્ધ કરવામાં આવે છે કે- જે દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે, તે જ ‘સત્' થી અવિશિષ્ટ અસ્તિત્વથી અભિન્ન એવો ગુણ છે. એ સત્તા ગુણથી ઉત્પાદવ્યયૌવ્ય સત્ છે. અને સત્થી તે અભિન્ન છે. જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરિણામ કયાં ' તા (ઈ ) સત્ છે. કારણ ઉત્પાવવ્યયધ્રૌવ્યયુવતં સત્ તે સત્થી તે પરિણામ જુદાં નથી. આહા.. હા.. હા !
તો તમે તો આ મહિના દિ' થી અહીંયાં છો. તો ય સાંભળ્યું નથી ? નહીં? લે! (શ્રોતાઃ) સંભળાય તો પાપ લાગી જાય ને...! (ઉત્ત૨:) એમાં વળી પાપ લાગી જાય? આ વળી નવા સ્થાનકવાસી ! આ શેઠેય મહિના દિ' થી અંદર છે. આહા... હા. આહા... હા!
શું કહે છે? કે દ્રવ્યનો સ્વભાવ પરિણામ હોં, પરિણામ. પર્યાય. દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં એવો અતભાવ કહ્યો હતો. તે કાંઈ બે વચ્ચે તદ્દન અભાવ નથી. એમ અહીંયાં દ્રવ્યના પરિણામ છે, એ એના સત્થી તદ્દન અભિન્ન છે. સતથી જુદાં નથી. સત્તાથી જુદાં નથી. આહા...હા ! અસ્તિત્વથી દ્રવ્યનું પરિણમન ઉત્પાદવ્યય ધ્રૌવ્ય જુદાં નથી. એથી જ્યાં આમ દ્રવ્યની દષ્ટિ કરે છે, ત્યાં સત્તામાં ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણમે છે, ત્રણેય પરિણમન થાય છે એથી ત્યાં સમ્યગ્દર્શનજ્ઞાનચરિત્રના પરિણામ ઉત્પન્ન થાય છે. આહા..હા..હા! બધા આ તો તમારા ચોપડા છે. દિગંબરના ચોપડા ( ગ્રંથો ) છે. ઘરના ચોપડા (હોય તે ) ફેરવે, આમ આમ ! આહા... હા ! મધ્યસ્થતાથી જરી સાંભળે-વિચારે તો સત્ની વાત એને બેસે! અને બેસતાં, એની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય તો પરિણમન થયા વગર રહે નહીં કેમ કે સત્તા (ચીજા ‘ઉત્પાવવ્યયમ્રૌવ્યયુવાં સત્' પરિણમનવાળી છે. આહા... હા... હા! એ સત્તા ને દ્રવ્ય અભિન્ન છે. પ્રદેશે તો બેય તદ્દન અભિન્ન છે. આહા.. હા! તેથી સત્તાને-અસ્તિત્વને લઈને, દ્રવ્યમાં ત્રણ પ્રકારના પરિણામ થાય છે. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય. આહા... હા !
અહીંયાં તો ઈ કહેવું છે. કે દ્રવ્યસ્વભાવમાં સત્તા છે- ગુણ (છે.) એ કાંઈ સર્વથા (દ્રવ્યથી ) ભિન્ન નથી. એથી સત્તા ને દ્રવ્યને અતભાવ (જે) ભાવભેદથી ભેદ કહ્યો. છતાં ઈ દ્રવ્યની દૃષ્ટિ થતાં સત્તાગુણ જે એની સાથે છે એના ત્રણ પરિણામ થાય છે. એટલે એ ત્રણ પ્રકારના પરિણામ દ્રવ્યના જ થયા. આહા... હા ! સત્તાના ત્રણ પરિણામ કીધાં કારણ કે ‘ ઉત્પાવવ્યયધ્રૌવ્યયુવતં સત્' ઈ ઈ સત્ કીધું પાછું સદ્ દ્રવ્યનક્ષણમ્ એમ. આહા... હા... હા! આકરી વાત છે થોડી! આ તો મુદ્દાની ૨કમની વાત છે! આહા... હા... હા!
Please inform us of any errors on rajesh@Atma Dharma.com