________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧
પ્રવચનસાર પ્રવચનો ૪૪૭ પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યકિતઓને પામતા દ્રવ્યને સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે; સુવર્ણની જેમ. તે આ પ્રમાણે જ્યારે સુવર્ણ જ કહેવામાં આવે છે બાજુબંધ વગેરે પર્યાયો નહિ, ત્યારે સુવર્ણ જેટલું ટકનારી, યુગપ પ્રવર્તતી, સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓ વડે, બાજુબંધ વગેરે પર્યાયો જેટલું ટકનારી, ક્રમે પ્રવર્તતી, બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક વ્યકિતઓને પામતા સુવર્ણને સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.
અને જ્યારે પર્યાયો જ કહેવામાં આવે છે- દ્રવ્ય નહિ, ત્યારે ઉત્પત્તિવિનાશ જેમનું લક્ષણ છે એવી, ક્રમે પ્રવર્તતી, પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક વ્યકિતઓ વડે, ઉત્પત્તિવિનાશ રહિત, યુગપ પ્રવર્તતી, દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓને પામતા દ્રવ્યને *અસદ્દભાવસંબદ્ધ જ ઉત્પાદ છે; સુવર્ણની જેમ જ. તે આ પ્રમાણેઃ જયારે બાજુબંધ વગેરે પર્યાયોજ કહેવામાં આવે છે –સુવર્ણ નહિ, ત્યારે બાજુબંધ વગેરે પર્યાયો જેટલું ટકનારી, ક્રમે પ્રવર્તતી, બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક વ્યકિતઓ વડે, સુવર્ણ જેટલું ટકનારી, યુગપદ્દ પ્રવર્તતી, સુવર્ણની નિપજાવનારી અન્વય શક્તિઓને પામતા સુવર્ણને અસદ્દભાવયુક્ત જ ઉત્પાદ છે.
હવે, પર્યાયોની અભિધેયતા વખતે પણ, અસત-ઉત્પાદમાં પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરે કવ્યકિતઓ યુગપપ્રવૃત્તિ પામીને અન્વયશક્તિપણાને પામતી થકી પર્યાયોને દ્રવ્ય કરે છે (પર્યાયોની વિરક્ષા વખતે પણ, વ્યતિરેક વ્યકિતઓ અન્વયશક્તિરૂપ બનતી થકી પર્યાયોને દ્રવ્યરૂપ કરે છે); જેમ બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક વ્યકિતઓ યુગપઘ્રવૃત્તિ પામીને અન્વયશક્તિપણાને પામતી થકી બાજુબંધ વગેરે પર્યાયોને સુવર્ણ કરે છે તેમ. દ્રવ્યની અભિધેયતા વખતે પણ, સત્-ઉત્પાદમાં દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને તે તે વ્યતિરેકવ્યકિતપણાને પામતી થકી દ્રવ્યને પર્યાયો (-પર્યાયોરૂપ) કરે છે, જેમ સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને તે તે વ્યતિરેકવ્યક્તિપણાને પામતી થકી સુવર્ણને બાજુબંધ આદિ પર્યાયમાત્ર- (-પર્યાયમાત્રરૂપ) કરે છે તેમ.
માટે દ્રવ્યાર્થિક કથનથી સત્-ઉત્પાદ છે, પર્યાયાર્થિક કથનથી અસત-ઉત્પાદ છે- તે વાત અનવદ્ય (નિર્દોષ, અબાધ્ય) છે.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
=
=
=
=
=
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧. વ્યતિરેકવ્યકિતઓ= ભેદરૂપ પ્રગટતાઓ. [ વ્યતિરેક વ્યકિતઓ ઉત્પત્તિવિનાશ પામે છે. ક્રમે પ્રવર્તે છે અને પર્યાયોને નિપજાવે છે.
શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન વગેરે તથા સ્વરૂપાચરણચારિત્ર, યથાખ્યાત ચારિત્ર વગેરે આત્મદ્રવ્યની વ્યતિરેક વ્યક્તિઓ છે, વ્યતિરેક તથા
અન્વયના અર્થો માટે આગળ આવેલ પદટિપ્પણ ( ફૂટનોટ) જુઓ.]. ૨. સદ્દભાવ સંબદ્ધ = હયાતી સાથે સંબંધવાળો- સંકળાયેલો. [ દ્રવ્યની વિવક્ષા વખતે અન્વયશક્તિઓને મુખ્ય અને વ્યતિરેકવ્યકિતઓને
ગૌણ કરાતી હોવાથી, દ્રવ્યને સદ્ભાવસંબદ્ધ ઉત્પાદ (સત્-ઉત્પાદ, યાતનો ઉત્પાદ) છે. ] * અસદ્દભાવસંબદ્ધ = અયાતી સાથે સંબંધવાળો- સંકળાયેલો [ પર્યાયોની વિવક્ષા વખતે, વ્યતિરેકવ્યકિતઓને મુખ્ય અને
અન્વયશક્તિઓને ગૌણ કરાતી હોવાથી, દ્રવ્યને અસદ્ભાવ-સંબદ્ધ ઉત્પાદ (અસત-ઉત્પાદ, અવિધમાનનો ઉત્પાદ) છે.]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com