________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૧
પ્રવચનસાર પ્રવચનો ૪૪૮ ભાવાર્થ- જે પહેલાં હયાત હોય તેની જ ઉત્પત્તિને સત્-ઉત્પાદ કહે છે અને જે પહેલાં ક્યાત ન હોય તેની ઉત્પત્તિને અસત–ઉત્પાદ કહે છે. જયારે પર્યાયોને ગૌણ કરીને દ્રવ્યનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે તો જે હયાત હતું તે જ ઉત્પન્ન થાય છે (કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળે હયાત છે); તેથી દ્રવ્યાર્થિક નયથી તો દ્રવ્યને સત્-ઉત્પાદ છે. અને જ્યારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે જે હયાત નહોતું તે ઉત્પન્ન થાય છે. (કારણ કે વર્તમાન પર્યાય ભૂતકાળે હયાત નહોતો), તેથી પર્યાયાર્થિક નયથી દ્રવ્યને અસત્-ઉત્પાદ છે.
અહીં એ લક્ષમાં રાખવું કે દ્રવ્ય અને પર્યાયો જુદી જુદી વસ્તુઓ નથી; તેથી પર્યાયોની વિરક્ષા વખતે પણ, અસત્-ઉત્પાદમાં, જે પર્યાયો છે તે દ્રવ્ય જ છે. અને દ્રવ્યની વિવક્ષા વખતે પણ, સત્ઉત્પાદમાં, જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. ૧૧૧.
પ્રવચન : તા. ૩૦-૬-૭૯.
પ્રવચનસાર.' ૧૧૧ ગાથા.
હવે દ્રવ્યને સ-ઉત્પાદ અને અસ-ઉત્પાદ હોવામાં અવિરોધ સિદ્ધ કરે છે - આહા...! શું કહે છે? દ્રવ્ય છે. ને ઉત્પાદ થાય છે. ઈ સનો ઉત્પાદ છે. અને અસનો ઉત્પાદ છે. એટલે પહેલાં નો' તું ને નવું ઉત્પન્ન થયું એ પર્યાયને અસત્ ઉત્પાદ કહે છે. (એ સઉત્પાદ અને અસઉત્પાદ હોવામાં) અવિરોધ સિદ્ધ કરે છે; એમાં વિરોધ નથી. શું કહ્યું છે ? દ્રવ્ય છે, તે છે, છે એનો ઉત્પાદ છે. છે તેનો ઉત્પાદ છે. એક વાત. અને બીજી (વાત) નથી (પર્યાય) તેનો ઉત્પાદ છે. આહા... હા! દ્રવ્યમાં તે હતું તેઆવ્યું છે. ઈ સત્ છે. અને પર્યાયમાં નહોતું ને પર્યાય (નવી) થઈ છે ઈ અસત્ ઉત્પાદ છે. બેયમાં વિરોધ નથી. આહા..હા ! અસત્-ઉત્પાદમાં હોવામાં અવિરોધ દર્શાવે છે. બેયમાં વિરોધ નથી એમ કહેવું છે. આ માથું (મથાળું) ગાથામાં નાખવું છે. (એનો ભાવ ગાથામાં છે.) છે? (પાઠમાં.) વસ્તુનો સઉત્પાદ છે તે ઊપજે છે અને નથી તે ઊપજે છે એ બે ભાવમાં વિરોધ નથી. આહા....! છે તે ઊપજે છે ઈ સત્ (દ્રવ્ય) ની અપેક્ષાએ, અને નથી તે ઊપજે છે ઈ પર્યાયની અપેક્ષાએ. પર્યાય નો” તી ને ઉપજી એ પર્યાયની અપેક્ષાએ (અસઉત્પાદ). સમજાણું કાંઈ આમાં? એકસોને અગિયાર (ગાથા).
एवंविहं सहावे दव्वं दव्वत्थपज्जयत्थेहिं । सदसब्भावणिबद्धं पादुब्भावं सदा लभदि ।। १११ ।।
આવું દરવ દ્રવ્યાર્થ-પર્યાયાર્થથી નિજભાવમાં
સદ્ભાવ-અણસદ્ભાવયુત ઉત્પાદને પામે સદા. ૧૧૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com