________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૯
પ્રવચનસાર પ્રવચનો ૪૩૫
છે પણ છે તો તર્ભાવસ્વરૂપ. ઈ દ્રવ્યની જ સત્તા છે ને દ્રવ્યનો જ ગુણ છે. આહા... હા. હા! ઈ દ્રવ્યનો ખાસ “એવો દ્રવ્યવિધાયક (-દ્રવ્યને રચનારો) ગુણ જ છે.” એ તો દ્રવ્ય, સત્તાસ્વરૂપે (જ) છે. (અથવા) દ્રવ્ય સત્તાસ્વરૂપ જ છે. આહા. હા ! એની સત્તાના સ્વરૂપમાં જે ઉત્પાદવ્યયધ્રૌવ્ય થાય, એ સત્તાથી ભિન્નનથી અને સત્તા દ્રવ્યથી ભિન્ન નથી. આવી વ્યાખ્યા છે. કેળવણી કરવી પડશે ને જરી!
(કહે છે) એવી દ્રવ્યની હયાતીને લીધે “સત્' થી અવિશિષ્ટ (એટલે) સતથી જુદું નહિ એવો દ્રવ્ય વિધાયક (-દ્રવ્યને રચનારો સત્તા ઈ ગુણ જ છે” દ્રવ્યને રચનારો સત્તા- અસ્તિત્વ (વસ્તુમાં) ઈ એનો ગુણ જ છે. અહીંયાં અસ્તિત્વથી વાત લીધી છે. “-આ રીતે સત્તા ને દ્રવ્યનું ગુણ-ગુણીપણું સિદ્ધ થાય છે.” સત્તા ગુણ છે, દ્રવ્ય ગુણી છે. એ રીતે એ ગુણીનો જ ગુણ છે એ ગુણ, ગુણીનો છે. ગુણીનો (જ) ગુણ છે. આહા...હા ! અને એ ગુણની હયાતીપણાને લઈને ઉત્પાદવ્યયધ્રૌવ્યના પરિણામ થાય, તે દ્રવ્યના જ છે. આવી વાત છે! આહા..! બહુ સ્પષ્ટ કર્યું છે. ) . એ પરિણામ કોઈ બીજા દ્રવ્ય કરે નહીં એ માટે આ બધું (વસ્તુસ્થિતિના ન્યાયથી) સિદ્ધ કરે છે. ગમે તે પ્રસંગમાં, પ્રત્યેક દ્રવ્ય પોતાની હયાતીવાળા ગુણથી, જુદો નથી. તેથી તે હયાતીવાળો ગુણ જે છે એમાં પરિણામ ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય છે અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ સત્તાથી જુદાં નથી, ને સત્તાથી ગુણી જુદો નથી. ગુણીનો (સત્તા) ગુણ છે ને ( સત્તાના) ઉત્પાદવ્યયધ્રૌવ્ય (એ ત્રણ) પરિણામ છે. આહા... હા! હવે આવું અનોખું! વેપારીને (સમજવા) નવરાશ નહી ને....! આવી ઝીણી વાત! ભાષા તો સાદી છે!
(કહે છે કેઃ) આત્મા! સિદ્ધ તો ઈ કરવું છે કે પરિણમન જે થાય છે ઈ તો એની સત્તાને લઈને થાય છે. અને ઈ સત્તા ગુણીનો ગુણ છે. અને ઈ સત્તા ઉત્પાદ્રવ્યયવ્યયુક્ત છે. તેથી તે સત્તાનું પરિણમન તે દ્રવ્યનું પરિણમન છે. (શ્રોતા:) એક ગુણનું પરિણમન છે તે આખા દ્રવ્યનું પરિણમન ? (ઉત્તર) એ ઈ બીજા ગુણનું ઈ પ્રમાણે, ત્રીજા ગુણનું પરિણમન ઈ પ્રમાણે. અહીંયાં તો સત્તાગુણની વ્યાખ્યા કરી. એમ જ્ઞાનગુણ લો, જ્ઞાનગુણ પણ ક્યાતીવાળો તો છે. તે ગુણીથી ગુણ કાંઈ જુદો નથી. અને જ્ઞાનગુણમાં પણ ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ થાય છે. આ તો સત્તાગુણની વાત કરી (છે.) એમ અનંતગુણનું પરિણમન-હયાતી, એ ગુણીના ગુણ છે. એ ગુણમાં હોવાપણાપણું છે. અને એને લઈને એના ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય પરિણામ થાય છે. એ ઉત્પાદવ્યયધ્રૌવ્યના પરિણામથી દ્રવ્ય જુદું નથી. આહા... હું.. હા... હા! ઘણી વાત કરે છે! શબ્દો થોડા પણ ઘણી વાત ગંભીર કરી છે !! કો” ભાઈ ! આમાં ઉપરટપકેથી સમજાય તેવું નથી. આહા... હા!
અહીંયાં તો ભગવંત! સર્વજ્ઞ પરમાત્માએ, અનંત દ્રવ્ય પૃથક (પ્રત્યક્ષ ) જોયાં. તે અનંતદ્રવ્યમાં,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com