________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧૦
પ્રવચન : તા. ૩૦-૬-૭૯.
પ્રવચનસાર પ્રવચનો ૪૪૧
‘પ્રવચનસાર’ ૧૧૦ ગાથા. ‘હવે ગુણ ને ગુણીના અનેકપણાનું ખંડન કરે છેઃ- આહા... હા ! ગુણી એક જ છે, એમ' નથી. ગુણ અને ગુણીના
અભેદ સિદ્ધ કરી અને પછી તદ્દન ગુણ અનેકપણાનું ખંડન કરે છે. આહા... હા!
णत्थि गुणो त्ति व कोई पज्जाओ तीह वा विणा दव्वं । दव्वत्तं पुण भावो तम्हा दव्वं सयं सत्ता ।। ११० ।।
પર્યાય કે ગુણ એવું કોઈ ન દ્રવ્ય વિણ વિશ્વે દીસે; દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે. ૧૧૦.
આહા... હા! આચાર્ય ! દિગંબર આચાર્યો! કુંદકુંદ આચાર્ય!! આહા... હા ! પ્રચુર સંવેદન ભર્યા છે! પ્રચુર આનંદના સંવેદનમાં પડયા છે! આવી ટીકા થઈ ગઈ છે. આહા... હા! એનો તાત્પર્ય એ છે કે કોઈપણ પર્યાય થવા કાળે સંયોગ ઉપર દષ્ટિ ન કર. સંયોગ આવ્યા માટે આ થયું! આહા.. હા! ઘરે બેઠો' તો ત્યારે પરિણામ બીજાં હતાં, અને ભગવાનના દર્શન કર્યા ત્યારે પરિણામ બીજાં આવ્યાં, માટે ઈ પરિણામ સંયોગથી આવ્યાં, એમ નથી. તે પરિણામ તે વખતે સત્તાગુણનો એવો જ ઉત્પાદનો સમય હતો. એ થયો છે. સત્તા ઉત્પાદવ્યયૌવ્યપણે થઈ છે. અને એ સત્તા દ્રવ્યથી જુદી નથી માટે દ્રવ્ય જ એ ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે થયું છે. આહા... હા! ભગવાનને લઈને એ શુભભાવ થયો નથી, એમ કહે છે. આહા... હા.. હા! કો'! અને ઈ શુભભાવ થયો, તે કાળે સાતાવેદનીય બંધાણી, એ આ શુભભાવને લઈને નહીં એમ કહે છે. તું સંયોગથી ન જો! આહા... હા... હા ! ઈ સાતાવેદનીયના ૫૨માણુ જે છે ઈ અસ્તિ છે ઈ સત્તા ધરાવે છે. અને સત્તા (છે) તેમાં ઉત્પાદવ્યયૌવ્ય પરિણમન છે તેથી તે વખતે કર્મ (પ્રકૃતિ ) પણે પરિણમવાની પર્યાય, એના સત્તાગુણને લઈને, અને ઈ ગુણ ગુણીનો-દ્રવ્યનો છે. તો દ્રવ્યને લઈને ઈ પરિણામ કર્મરૂપે થયાં છે' . આત્માએ રાગ-દ્વેષ કર્યા માટે સાતાવેદનીય (પ્રકૃતિ ) થઈ કે કષાય થઈ (તો ) એમ નથી. આહા... હા... હા! ( શ્રોતાઃ) નિમિત્ત કારણને લઈને સાતાવેદનીય બંધાય, સકારણ...! (ઉત્ત૨:) એ બધી વાતું! ઈ સાટુ તો વાત કહેવાય છે આ.
(કહે છે) ઈ વાત કરતાને બહુ, પણ નિમિત્ત કોણ ? ઉચિત નિમિત્ત હો! પણ એને લઈને પરિણામ થયાં છે ( એમ નથી કહે છે) આહા.. હા! ગજબ વાત છે!! તીર્થંકરગોત્ર બંધાય ( એવા ) શુભભાવ થયા, એ એની સત્તાની પર્યાયનો ઉત્પત્તિનો કાળ છે. તેથી તે તીર્થંકગોત્ર બંધાણું એમ નહીં. તીર્થંકગોત્ર બંધાણું એમાં એના પરમાણુના જે સત્તાગુણ છે એ કર્મની પર્યાયપણે થવાનો ઉત્પાદપણે, વ્યયપણે, ને ધ્રૌવ્યપણે એ સત્તાગુણનું (પરિણમન ) છે. ને સત્તાગુણના પરિણામ, ગુણીના Please inform us of any errors on rajesh@Atma Dharma.com