________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૦
પ્રવચનસાર પ્રવચનો ૪૪૨ છે એટલે કર્મના પરમાણુ છે. એ ક્રમબદ્ધ જ એ રીતે પરિણમ્યા છે. આહા... હા! આવી વાત છે. આહા. હાએકસો દસ (ગાથા.)
ટીકા- “ખરેખર દ્રવ્યથી પૃથભૂત (જુ૬) ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ પણ ન હોય;” પર્યાય ભિન્ન જાતની લાગે. માટે એ તો પૃથક છે. એમ નથી. દ્રવ્ય-ગુણની પર્યાય, એકદમ ફેરવાળી લાગે. એક સમયે મતિ-શ્રુત ને બીજે સમયે કેવળજ્ઞાન. સમજાણું કાંઈ ? એથી એમ ન લાગે કે ઓલા સંયોગો અનુકૂળ આવ્યા માટે થયું. કે ના. એ તો ઉત્પાદવ્યયહ્વવ્યપણે પરિણમન માટે કેવળજ્ઞાન થવાનું, એના ગુણ-ગુણીનો સ્વભાવ જ એવો છે તે થયું. પૂર્વની પર્યાયને લઈને ય નહીં. આહા. હા ! કેવળજ્ઞાનનો પર્યાય, ઉત્પાદરૂપે સત્તાથી પોતાના જ્ઞાન (ગુણ) ની હયાતીથી, ઉત્પાદરૂપે, વ્યયરૂપે, ધ્રૌવ્યરૂપે થયો. સ્વત: પોતાથી થયો છે. તે કર્મનો નાશ થયો કે પૂર્વની પર્યાયને લઈને થયો તો આ ઉત્પાદ કેવળજ્ઞાનનો થયો એમે ય નથી. આહા.... હા ! એ તો પહેલાં આવી ગયું (ગાથા.) એકસો એકમાં. વ્યય છે ઈ ઉત્પાદને લઈને નથી, ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી, પોતાના વ્યયની અપેક્ષા નથી. તો પરની અપેક્ષા હોય, એમ જ નહીં. આવી વાત છે ભાઈ ! આહા...હા...હા!
(કહે છે) મંદિર બનાવવા પંદર-પંદર લાખના. આવો પ્રમુખ માણસ હોય, અગ્રેસર ઠીક હોય તો ઈ સારું કામ કરે. એની અહીંયાં ના પાડે છે. અહીં.. હા.... હા! વ્યવસ્થાપક બરાબર હોય ધ્યાન રાખનારો. તો ત્યાં (સંસ્થા કે મંદિરોમાં) પર્યાય સરખી થાય. એમ નથી કહે છે. આહા. હા! ઈ વખતે તેના તે વસ્તુમાં (જે) ગુણ છે સત્તાગુણ લો, જ્ઞાનગુણ ગણીએ, એનું પરિણમન એ કાળે એ જ ઉત્પાદવ્યયધ્રૌવ્ય રૂપે પરિણમન થવાનું છે. તેથી તે (ગુણ દ્રવ્યનો છે, તેથી તે દ્રવ્યનું જ પરિણમન છે. વ્યવસ્થા, વ્યવસ્થા કરનારો છે માટે (વ્યવસ્થિત) અહીંયાં થયું છે એમ નથી. આહા. હા! કેટલું ફેરવવું પડે આમાં! આખો દિ' દુકાને બેઠો. ને આ કર્યું ને આવું કર્યું ને આવું કાર્યું ને આ કર્યું, ઘરાકને બરાબર સાચવ્યા ને....! આહા. હા! મીઠાસથી બોલીને આમ કર્યું! (કરું-કરું ના મિથ્યાત્વથી ફેરવવું પડે!) (શ્રોતા:) આમ મિથ્યાત્વ કર્યું ને વળી નોકર રાખે (ઉત્તર) એ બધા નોકર-નોકર બધા, આહા ! કોણ રાખે? ને કોણ છોડે ? બધી વાતું છે. આહા.... હા!
(કહે છે) શેઠિયાનો જે આત્મા છે. તો તેના ગુણનું અસ્તિપણું (તેનામાં) છે કે નહીં! તેના ગુણનું અસ્તિપણું છે કે નહીં, સત્તા છે કે નહીં! (તો) સત્તા છે તે ઉત્પાદવ્યયબ્રવ્યવાળી છે કે એકલી સત્તા જ હોય. ઉત્પાવ્યયધ્રૌવ્યયુક્ત સત્ અને દ્રવ્યનક્ષMમ એ સિદ્ધ કરે છે. ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્” અને “સદ્રવ્ય લક્ષણમ્” – એટલે કોઈ પણ પદાર્થમાં સમય-સમયે સત્તા લઈને ઉત્પાદત્રયધ્રૌવ્ય તે દ્રવ્ય છે તેથી દ્રવ્યના જ એ પરિણામ છે. એ પરને લઈને નહીં. અને તે સત્તાનો ઉત્પાદવ્યયધ્રૌવ્ય થાય, એ તો તેનું સ્વરૂપ જ છે. આહા... હા! કો” સમજાય છે આમાં? આ બધા (સામે બેઠેલા) હુશિયાર માણસ કે ” વાય. આ દાકતરો, વકીલો-દવાયું-દાક્તરને દવાનું આવ્યું ને અહીંયાં. હવે કે એને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com