________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૯
પ્રવચનસાર પ્રવચનો
૪૩૬
તે દ્રવ્યનું હોવાપણું- ઈ હોવાપણાનો ગુણ (અસ્તિત્વ ) તે દ્રવ્યથી જુદો નથી. અને તે હોવાપણાનો ગુણ, ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય પરિણામથી જુદો નથી. હોવાપણાના ગુણના જ ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે. આહા... હા... હા! એની વાત કરી, દ્રવ્ય છે તે સત્તા સહિત છે. અસ્તિત્વગુણ સહિત છે. અને એ ગુણ છે ઈ ઉત્પાદવ્યયૌવ્ય પરિણામ સહિત છે. માટે તે સત્તાગુણ-ગુણીથી જુદો નથી. સત્તા (ગુણ ) નું પરિણમન ( ઉત્પાદવ્યયધ્રૌવ્ય ) પણ દ્રવ્યથી જુદું નથી. આહા... હા! હવે આ વાણિયાઓને યાદ રાખવું બધું ધંધા આડે! આહા.. હા! વાત તો એમાં ઈ સિદ્ધ કરવી છે પ્રભુ! તું પોતે આત્મા છો. અને આત્મામાં અનંતગુણો એની હયાતી ધરાવે છે. એ ગુણીના ગુણો હયાતી ધરાવે છે. અને એ ગુણીના ગુણો, સમય-સમયમાં ઉત્પાદવ્યયૌવ્યપણે પરિણમે છે. આહા...! ત્રણેય પર્યાય લીધી છે ને...? ઉત્પાદવ્યયધ્રૌવ્યને પરિણામકીધાં છે પર્યાય કીધી છે. આહા... હા! એટલે એને બીજું ( કોઈ ) દ્રવ્ય ઉત્પાદપણે પરિણમાવે નવી રીતે (બદલાવે) એનો પ્રવાહ તોડી ઘે-આહા.. હા! ભગવાન આત્મા કે કોઈપણ દ્રવ્ય, એની હયાતીવાળા ગુણોનો ઉત્પાદવ્યયધ્રૌવ્યનો પ્રવાહ ( ક્રમ ) એ ગુણ ગુણીથી જુદો નથી, અને તે ગુણીથી ગુણ જુદો નથી. એથી તે પ્રવાહને કોઈ તોડી શકે -પર્યાય કોઈ આડી-અવળી કરી શકે, એ નથી એમ કહે છે. છે થોડું, પણ ઘણો માલ ભર્યો છે!! આચાર્યોના હ્રદયમાં ઘણો માલ છે!! આખી દુનિયાને વહેંચી નાખી. અનંત દ્રવ્યો, અનંતપણે પોતાથી કાયમ કેમ રહે ? ( એની વહેંચણી કરી નાખી.) જેને ૫૨ની હયાતીની જરૂર નથી કેમ કે પોતે જ (દરેક દ્રવ્યો) હયાતીવાળાઅસ્તિત્વવાળા ગુણોથી છે. અને તે હયાતીવાળા ગુણો પોતે જ ઉત્પાદવ્યયૌવ્યપણે પરિણમે છે. એટલે એને પરિણમન માટે બીજા કોઈ દ્રવ્યની જરૂર પડે એમ નથી. ચિત-યોગ્ય નિમિત્ત ભલે હોય એ તો પહેલાં (ગાથા-૯૫) માં કહી ગયો. ઉચિત-નિમિત્ત-પણ ઉચિત નિમિત્ત છે ઈ પરિણમનને કાળે છે. એ ઉચિત નિમિત્ત આવ્યું એટલે (અહીં દ્રવ્ય ) ઉત્પાદવ્યય ધ્રૌવ્યપણે પરિણમ્યું એમ નથી. આહા... હા ! સમજાય છેકાંઈ ? ઝીણી વાતું બહુ! ભાઈ! આ તો દયા પાળવી ને. પ્રતિક્રમણ કરવા ને... વ્રત કરવાં ને... અપવાસ કરવાં... ને એ તો સહેલું સટ હતું ! રખડવાનું !! મિથ્યાત્વપોષક હતું ઈ તો બધુ! કેમ કે અહીંયાં સામું દ્રવ્ય પણ તે ગુણીથી ગુણ ( સહિત) છે. અને તે ગુણ તે ઉત્પાદવ્યયૌવ્યથી છે. અને તેથી તેના ઉત્પાદવ્યયધ્રૌવ્ય તેની સત્તાથી જુદાં નથી, તે સત્તા તે સત્-દ્રવ્યથી જુદાં નથી. એટલે બીજાનું કાંઈપણ ( કોઈદ્રવ્ય ) કરી શકે કે બીજા (દ્રવ્યને) અડી શકે (એવું વસ્તુસ્વરૂપમાં છે નહીં) આહા... હા ! (શ્રોતાઃ) અડી ન શકે એટલે તો આચાર્યોએ લખ્યું છે આમાં...! (ઉત્ત૨:) એ આવી ગયું ને પહેલાં. ઈ એટલા માટે તો કહે છે. કે વસ્તુ છે ઈ સત્તાગુણવાળી અસ્તિત્વપણે છે. અને એવા બધા ગુણો પણ અસ્તિત્વપણે છે. અને અસ્તિત્વગુણ છે એ બધા ગુણ-પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળા છે. (તેથી ) કોઈપણ ગુણ ઉત્પાદવ્યયૌવ્ય વિનાનો હોય નહીં અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે તે સત્તાના છે ને એ (સત્તા ) ગુણ ગુણીનો છે. એટલે એના પરિણમનમાં કોઈ બીજાનું કારણ છે (એમ નથી ) એમાં આવી ગઈ ઈ વાત ! આહા...હા...હા ! (શ્રોતાઃ) વધારે ( ચોખ્ખું ) આવ્યું નહીં (ઉત્ત૨: ) અંદર તત્ત્વથી આવી ગયું ન્યાયથી. આહા...હા ! અરે.. !
Please inform us of any errors on rajesh@Atma Dharma.com