________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૯
પ્રવચનસાર પ્રવચનો ૪૩૮ ઉત્પાદવ્યય કોઈ બીજા કારણે થયો છે એમ નથી. અને ઈ (રોગનો ) ઉત્પાદ ને કોઈ દવાનો ઉત્પાદ આવે ઈ જાતનો (ઉચિત નિમિત્તપણાનો ) માટે ઈ ( રોગનો) ઉત્પાદ જાય છે એમ નથી. અને ઈ ઉત્પાદ છે અને આવે ઓલો દવાનો ઉત્પાદ માટે (રોગ) નો ઉત્પાદ ફરી જાય છે એમ નહીં. આ દવાખાના મીંડા વળે બધા. આહા... હા! સંયોગને દેખનારો એના (સંયોગથી-સંયોગી દૃષ્ટિથી દેખે છે. ) શાસ્ત્રમાં (નિમિત્તની) ભાષા આવે. આ દવા, આ દવાથી આમ થાય એ બધી વાતું નિમિત્તથી કથન છે. આહા... હા! અહીંયાં તો એક (એક) ગુણ (સત્તા સહિત ) તે ઉત્પાદવ્યયૌવ્ય પરિણમન સહિત જ હોય છે. એથી તને એમ લાગે કે સંયોગ આવ્યો માટે આ પર્યાય થઈ તો તો એની સત્તાને (નિમિત્ત કે ઉપાદાન ) એના ગુણનો ઉત્પાદવ્યયૌવ્ય એનાથી (તે તે પરિણમન) થયું તે તેં માન્યું નહીં. આહા.. હા! સમજાય છે કાંઈ ? આ ત્રણ લીટીમાં એટલું ભર્યું છે અહીં! આહા... હા ! શું ત્યારે આમાં વાંચ્યું શું હશે ત્યારે તમે ત્યાં ? દુકાને. શાંતિભાઈ ! આહા.. હા ! ( શ્રોતાઃ ) કોઈ આત્માની વાત હોય તો અર્થ સમજાય. (ઉત્તર:) પણ આ તો સીધી વાત છે. એના વ્યાજમાં ને એના કાઢવામાં ને કેમ હુશિયાર થાય છે? આહા... હા.. હા! અહીંયાં તો ગજબ વાત કરી છે ને...!
(કહે છે) આહા... હા ! સત્-સત્તા- ઉત્પાદવ્યયૌવ્યયુક્ત પરિણમન-આહા.. હા! તે તે દ્રવ્યનું, તે તે ગુણનું. આહા... હા ! તે તે ગુણનું ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય તે એ ગુણનો જ ઉત્પાદવ્યયૌવ્ય છે. હવે ઈ ગુણ ગુણીનો છે. માટે ગુણી પોતે જ તે રીતે ઉત્પાદવ્યયૌવ્યપણે પરિણમ્યું છે. આહા.. હા! સંયોગોને ન જુઓ ! (શ્રોતાઃ) તો હાથમાં કેમ આવે છે? જો શક્તિ આત્માની નહીં માનો તો તો આત્મા શક્તિથી-સંયોગોથી (હાથમાં ) આવે છે... (ઉત્ત૨:) ઈ... ઈ... ઈ વ્યવહારે કથન છે. ઈ તો વાત કરીય પહેલી. કહ્યું છે આવું નથી. આહા... હા! (શ્રોતાઃ ) કહ્યું છે ને (શાસ્ત્રમાં ) પણ.. (ઉત્ત૨:) કહ્યું છે ને વ્યવહારથી કહ્યું છે. નિમિ ત્ત ગણાવ્યું છે ખબર છે.. ને... આહા.. હા!
અહીંયાં તો માણસને એમ થાય કે આ સંયોગો આવ્યા ને એકદમ પલટન થયું, માટે સંયોગથી થયું, એમ નથી. (જુઓ,) અત્યારે ( અહીંયાં વ્યાખ્યાનમાં બેઠા છો ત્યારે) સાંભળવામાં આવે છે, જ્ઞાન થાય છે અંદર, એ સાંભળવાનો સંયોગ આવ્યો માટે ત્યાં જ્ઞાન થયું તે (ની) અહીંયાં ના પાડે છે. (કારણ કે) એ જ્ઞાનમાં સત્તા નામનો અસ્તિત્વ ગુણ છે. અને એ ગુણ પણ (હયાતીવાળો) છે ને...! એ એના ઉત્પાદવ્યયૌવ્યપણે પરિણમે છે તેથી (જ્ઞાન) એનું થાય છે. એને લઈને (જ્ઞાનગુણને લઈને ) ઉત્પાદ જ્ઞાનનો પર્યાય છે. સાંભળવાને લઈને (કે) શબ્દની પર્યાયને લઈને ત્યાં (જ્ઞાન પર્યાયનો ઉત્પાદ ) છે એમ નથી. આહા... હા! (શ્રોતાઃ) એ તો ઉપાદાનથી છે... (ઉત્ત૨:) હૈં? (શ્રોતાઃ ) આ તો ઉપાદાનથી વાત કરી. (ઉત્ત૨:) ઉપાદાનની નહીં, એ તો વસ્તુની સ્થિતિ એ જ છે. ઉચિત નિમિત્ત ભલે હો ! પણ તે કાળે- તે તે પોતાને કારણે ઉત્પાદવ્યયૌવ્યપણે સત્તા પરિણમે છે ને એ સત્તાગુણ, ગુણીનો છે. ઈ સત્તાનું પરિણમન છે જે ઈ ગુણીનું જ પરિણમન છે. સંયોગનું નહીં. આહા...હા...હા !
Please inform us of any errors on rajesh@Atma Dharma.com