________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૯
પ્રવચનસાર પ્રવચનો ૪૩૧
સ્વભાવ- ત્રણેય કહેવામાં આવ્યો છે. આહાહા.. હા ! દ્રવ્યનો સ્વભાવ, પરિણામ કહેવામાં આવ્યો છે. આવો- અને એમ સિદ્ધ કરવામાં આવે છે, કે દ્રવ્યના સ્વભાવભૂત પરિણમન છે. દ્રવ્યના સ્વભાવભૂત પરિણમન ત્રણ (સ્વરૂપે છે.) સ્વભાવભૂત એટલે ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય. ઈ ત્રણને અહીંયાં પરિણામ કહેવાં છે. કારણ કે ત્રણેય ને પર્યાય કીધી' તી ને? (ગાથા-૯૯માં.) એ ત્રણ પર્યાયો છે. ઈ ત્રણ પર્યાયને આશ્રિત છે. પર્યાય દ્રવ્યને આશ્રિત છે. અહી... હા.. હા! આ તો વકીલાતનું કામ હશે બધામાં, નહિ?! આ અરે..! વાણિયા સાટુ તો શાસ્ત્ર છે. વાણિયાને વેપારને જૈનપણું મળ્યું! આહા... હા ! (શ્રોતાઃ) વાણિયા તો ઘણા બુદ્ધિવાળા હોય, ને એટલા બધા રૂપિયા કમાય..! (ઉત્તરઃ) કમાણાબમણા ધૂળમાં ક્યાં ય ખોટ–ખોટ જાય છે બધી એને. “આ કમાણો ઈ જૈન! દ્રવ્યની દષ્ટિ થતાંઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યપણે પરિણમન થાય છે એ માપ છે ત્યાં. સમ્યગ્દર્શન પરિણામ થાય છે (ત્યારે) મિથ્યાત્વના પરિણામ જાય છે ને સમકિતના પરિણામ થાય છે ને ધ્રૌવ્યપણાનો અંશ રહે છે. એ દ્રવ્યના ત્રણ પરિણામ છે. આહા... હા! ઝીણું પણ બહુ બાપુ! આહા! દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડતાં, દ્રવ્યના ત્રણ પરિણામ છે. પરની તો વાત અહીં કાંઈ છે નહીં. એના પોતાના પરિણામ ત્રણ છે. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય એ પરિણામ છે. એની ભલે સમીપ હોય! ઉત્પાદ-વ્યયને ધવ્ય પર્યાય આશ્રિત છે. પર્યાય કહો કે પરિણામ કહો (એક જ છે.) આહા... હા! અને તે પરિણમન દ્રવ્ય આશ્રિત છે. આહા..! તે પર્યાયો દ્રવ્યઆશ્રિત છે. અહા ઠીક!
(અહીંયાં કહે છે કે:) અને (ત્યાં) દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં આવ્યો છે.” આહી... હા ! એ પરને લઈને પરિણમે છે એમ નહીં, એમ કહે છે. ઈ દ્રવ્યનો (જ) સ્વભાવ પરિણામ કહેવામાં આવ્યો છે. શું કહ્યું? (શ્રોતા:) દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં આવ્યો છે. (ઉત્તર) હા દ્રવ્યનો સ્વભાવ જ પરિણામ કહેવામાં આવ્યો છે. એનું પરિણમન કોઈ બીજા લઈને છે એમ નથી. આહા.... હા.... હા ! એકેક ન્યાય! આહા....! “દ્રવ્યનો સ્વભાવ પરિણમન કહેવામાં આવ્યો છે. “અહીં એમ સિદ્ધ કરવામાં આવે છે કે- જે દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે, તે જ “સ” થી અવિશિષ્ટ (અસ્તિત્વ અભિન્ન એવો, અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો) ગુણ છે.” તે અસ્તિત્વ-સત્તાથી અભિન્ન છે. આહા... હા! જે દ્રવ્ય આપણે અહીંયા (એની વાત) પણ છે તો છ એ દ્રવ્યની વાત. પણ જે દ્રવ્યને પરિણામ છે ઉત્પાદવ્યયધ્રૌવ્યના એ અસ્તિત્વને લઈને છે. છે ને? (પાઠમાં) “સ” થી અવિશિષ્ટ, અસ્તિત્વથી અભિન્ન એવો અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો ગુણ છે. એ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (કોઈ) જુદી ચીજ નથી. પણ ઈ અસ્તિત્વગુણનું જ એ રૂપ છે. આહા.... હા.... હા ! સત્તા જે છે. એ અસ્તિત્વગુણ છે. એનું ઉત્પાદ વ્યય ને ધ્રૌવ્ય ત્રણ પરિણામ છે. અને સત્તા છે ઈ દ્રવ્યની સાથે અભેદ છે. અતભાવ કલ્યો ઈ તો અપેક્ષાએ (તે-ભાવ નહીં) બાકી અભેદ છે. એટલે દ્રવ્યનું પરિણમન થતાં, ઉત્પાદ વ્યય ને ધ્રૌવ્યના પરિણામ પરિણમે છે. આહા.... હા. હા! સમજાણું કાંઈ ? પ્રવિણભાઈ ! આવું ક્યાં? આવું કાંઈ તમારા વેપારમાં આવે નહીં.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com