________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧/૯
પ્રવચનસાર પ્રવચનો ૪૨૯
પ્રવચન : તા. ૩૦-૬-૭૯.
પ્રવચનસાર' ૧૦૯ ગાથા.
હવે સત્તા ને દ્રવ્યનું ગુણ- ગુણીપણું સિદ્ધ કરે છે -
મૂળ વાત તો એ છે કે આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ જ છે. ભલે બીજા ગુણ છે પણ ઈ અસાધારણ (જ્ઞાનગુણ ) એક જ છે. એથી જ્ઞાનસ્વરૂપનું સત્ જે રીતે છે. એ ગુણ-ગુણીના ભેદ તરીકે અભેદ (માં) અતર્ભાવ કહ્યો. છતાં સર્વથા અન્યતા (અન્યપણું) નથી, એથી તે દ્રવ્ય ઉપર (અભેદ) દૃષ્ટિ આપતાં ગુણનું પરિણમન થાય છે. આહા.... હા ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય. આહા.. હા! અરે ! અનંતગુણનું પરિણમન થાય. સમ્યગ્દર્શન એટલે “સર્વગુણાંશ તે સમકિત...!! આહા.... હા ! એ દ્રવ્ય અને ગુણને સર્વથા અભાવ માને તો, દ્રવ્ય ઉપર દષ્ટિ આપતાં ગુણની વ્યક્તતાપ્રગટતા નહીં થાય. આહા... હા! ગુણ ને દ્રવ્ય વચ્ચે તદ્દન અભાવ માને તો, દ્રવ્ય ઉપર દષ્ટિ થતાં (છતાં) ગુણની વ્યક્તતાનો અંશ નહીં આવે. આહા.... હા ! અને દ્રવ્ય ઉપર (અભેદ) દષ્ટિ પડતાં દ્રવ્ય ને ગુણ-ભલે બે વચ્ચે અતભાવ છે બે છે એનો (એકબીજામાં) તદન અભાવ છે એમ નથી માટે તે દ્રવ્યની દષ્ટિ થતાં ગુણનું અનંતગુણનું પરિણમન (વ્યક્તપણે ) પ્રગટ થાય છે. પરિણમનમાં આખી દશા પલટી જાય છે. આહા. હા. હા! સમજાણું કાંઈ ? (શ્રોતા:) છતાં આપ ગુણની દષ્ટિ તો છોડાવો છો... ગુણની દૃષ્ટિ છોડાવો છો....! (ઉત્તર) અહીં તો અભિન્નપણું છે પુણ્યની તો વાત જ અહીંયાં ક્યાં છે. (શ્રોતા:) પુણ્ય નહીં ગુણ-ગુણીનું (ઉત્તર) અભેદપણું (છે.) તત્ર-સર્વથા અભાવ છે (ગુણ-ગુણીને) એમ નહીં. (અતભાવનું અન્યત્વ પણ ) એમ નહીં. અતદ્દભાવ કહ્યો ને અન્યત્વ કહ્યું. ગુણ ને દ્રવ્ય વચ્ચે અતભાવ-અન્યત્વ કર્યું તો (તે બે) સર્વથા જુદા છે- બીજા દ્રવ્યો જેમ સર્વથા અન્યત્વ છે. અન્યત્વ કહો કે જુદા કહો (એકાર્થ છે.) એમ આત્મા ને ગુણ ને સર્વથા જુદા માનો તો વસ્તુ બેય નહીં રહે.
કારણ કે અહીંયાં તો દ્રવ્યદષ્ટિ છતાં, દ્રવ્યને ગુણ અભેદ છે. તેથી તે તે ગુણનું-અનંતગુણનું પરિણમન નિર્મળ થઈને વ્યક્તપણે પ્રગટ થઈ સાથે જ્ઞાન-આનંદ-શાંતિ-સ્વચ્છતા બધા ગુણોનું પરિણમન થઈ જશે. આહા... હા. હા! આવો પ્રભુનો મારગ છે! સત્ય જ આવું છે. આહા.. હા ! સત્યને કાંઈ પણ મોળું કરવાનું કરે (તો) ઘરમાં મિથ્યાત્વ રહેશે, શલ્ય ! આહા... હા. હા!
(અહીંયાં કહે છે કે , હવે સત્તા ને દ્રવ્યનું ગુણ-ગુણીપણું સિદ્ધ કરે છે:- અહીંયાં એક ગુણનું કીધું (પરંતુ) દરેક ગુણ લેવા ( સમજવા.).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com