________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર પ્રવચનો ૪૨૮
ગાથા – ૧૦૯
હવે સત્તા ને દ્રવ્યનું ગુણ-ગુણીપણું સિદ્ધ કરે છે -
जो खलु दव्वसहसावो परिणामो सो गुणो सदविसिट्ठो। सदवट्ठिदं सहावे दव्वं त्ति जिणोवदेसोऽयं ।। १०९ ।।
: વેસુ દ્રવ્યભાવ: પરિણામ: સ: ગુણ: સવિશg: . सदवस्थितं स्वभावे द्रव्यमिति जिनोपदेशोऽयम् ।। १०९।।
પરિણામ દ્રવ્યસ્વભાવ છે, તે ગુણ “સત્ ” અવિશિષ્ટ છે; દ્રવ્ય સ્વભાવે સ્થિત સત્ છે' - એ જ આ ઉપદેશ છે. ૧૦૯.
ગાથા - ૧૦૯.
અન્વયાર્થ- [ : રવ7] જે, [દ્રવ્યસ્વભાવ: પરિણામ:] દ્રવ્યના સ્વભાવભૂત (ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક) પરિણામ છે [૩] તે (પરિણામ) [ સર્વવિશિષ્ટ: : ] “સત્' થી
અવિશિષ્ટ (-સત્તાથી કોઈ જુદો નહિ એવો) ગુણ છે, [માવે વસ્થિતં] સ્વભાવમાં અવસ્થિત ( હોવાથી) [દ્રવ્ય] દ્રવ્ય [1] સત્ છે” – [તિ નિનોવેશ:] એવો જે (૯૯ મી ગાથામાં કહેલો) જિનોપદેશ [શયમ] તે જ આ છે (અર્થાત્ ૯૯ મી ગાથાના કથનમાંથી આ ગાથામાં કહેલો ભાવ સહેજે નીકળે છે.)
ટીકા- દ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી સત્ છે– એમ પૂર્વે (૯૯ મી ગાથામાં) પ્રતિપાદિત કરવામાં આવ્યું છે; અને (ત્યાં) દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં આવ્યો છે. અહીં એમ સિદ્ધ કરવામાં આવે છે કે- જે દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે, તે જ “સ” થી અવિશિષ્ટ (– અસ્તિત્વથી અભિન્ન એવો, અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો) ગુણ છે.
દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત એવું જે અસ્તિત્વ દ્રવ્યપ્રધાન કથન દ્વારા “સ” શબ્દથી કહેવામાં આવે છે, તેનાથી અવિશિષ્ટ (-તે અસ્તિત્વથી અનન્ય ) ગુણભૂત જ દ્રવ્યસ્વભાવભૂત પરિણામ છે; કારણ કે દ્રવ્યની *વૃત્તિ ત્રણ પ્રકારના સમયને (-ભૂત, વર્તમાન ને ભવિષ્ય એવા ત્રણે કાળને) સ્પર્શતી હોવાથી (તે વૃત્તિ અર્થાત અસ્તિત્વ.) પ્રતિક્ષણે તે તે સ્વભાવે પરિણમે છે.
(આ પ્રમાણે) ત્યારે પ્રથમ તો, દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે; અને તે (ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક પરિણામ), અસ્તિત્વભૂત એવી દ્રવ્યની વૃત્તિસ્વરૂપ હોવાને લીધે, “સ” થી અવિશિષ્ટ એવો, દ્રવ્યવિધાયક (-દ્રવ્યને રચનારો) ગુણ જ છે. - આ રીતે સત્તા ને દ્રવ્યનું ગુણગુણીપણું સિદ્ધ થાય છે. ૧૭૯.
––
–
––
––
––
વૃત્તિ = વર્તવું તે; ક્યાત રહેવું તે; ટકવું તે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com