________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૮
પ્રવચનસાર પ્રવચનો ૪૨૬
(કહે છે) સમ્યગ્દર્શનની પર્યાય થતાં પણ, દ્રવ્ય પરિણમે છે ઈ. આહા... હા! ત્રિકાળીધુવસ્વરૂપ હું છું એવી દ્રવ્ય ઉપર દૃષ્ટિ આપતાં, દ્રવ્ય પરિણમે છે સમ્યગ્દર્શનની પર્યાયપણે, આહા..! એમાં (બધા) ગુણ પરિણમે (છે) એ આવી ગયું! જેટલા ગુણો છે એટલા અંશપણે વ્યક્તપણે પ્રગટ પરિણમે છે. આહા.. હા! દ્રવ્ય પરિણમતાં-દ્રવ્ય ઉપર દૃષ્ટિ આપતાં, દ્રવ્યનો આશ્રય લેતા, દ્રવ્ય પરિણમતાં એના અનંતાગુણો છે તે ( સર્વ) પરિણમે છે. તેથી તે દ્રવ્યના પરિણમતાં – દષ્ટિ દ્રવ્ય ઉપર રાખતાં (એકાગ્ર થતાં) અનંતાગુણો જેટલા છે તેની શક્તિની વ્યક્તતા, પરિણમનપણે પ્રગટ પરિણમે છે. આહા... હા. હા! આવું (સ્વરૂપ) કહે છે. (શ્રોતા ) એનું પરિણમન પર્યાયપણે.... (ઉત્તર) દ્રવ્ય પરિણમ્યું. દ્રવ્ય પરિણમે છે ઈ અત્યારે કહેવું છે. “દ્રવતતિ દ્રવ્ય આહા....! પરિણમે છે. પર્યાય, પણ અત્યારે (અભેદથી) દ્રવ્ય (પરિણમે છે, એમ કહેવું છે. ગુણ પરિણમતો નથી એટલે સિદ્ધ કરવું છે (ખરેખર) પરિણમે છે તો પર્યાય, ગુણ ને દ્રવ્ય તો (ધ્રુવ) છે. આહા... હા! વાત આતો કાંઈ, એમ લેવું છે ને અહીંયાં... (આ વિષયમાં) આહા.... હા! (કોઈ કહે) કે ભઈ ! ગુણ પરિણમે (તેથી) દ્રવ્ય પરિણમે છે (તો કહે છે) કે એમ નહીં. ‘ચિવિલાસ' માં છે. (શ્રોતાઃ) તે બરાબર છે...! (ઉત્તર) વાત સાચી છે! બીજી વાત એક. કે આખું ચૈતન્યદ્રવ્ય છે એના ઉપર દષ્ટિ જ્યાં પડે છે તો દ્રવ્ય પરિણમે છે. એમ. દ્રવ્ય પરિણમે છે. એટલે કોઈપણ ગુણ પરિણમ્યા વિનાનો રહેતો નથી. એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડતાં આહા... હા... હા... હા! દ્રવ્ય ને ગુણ (વચ્ચે) તદ્દન અભાવ નથી માટે અતભાવ તરીકે (અન્યત્વ) ભલે કીધું, માટે દ્રવ્યદષ્ટિ થતાં જેટલા ગુણો દ્રવ્યમાં છે એ બધા ગુણનું પરિણમન થઈને વ્યક્ત પ્રગટ થાય છે. આહા.... હા! કોઈ ગુણ બાકી રહેતો નથી. આહા... હા! આવું છે. આ તો બીજાને એમ લાગે, આ તો વાત જ છે પણ કંઈ કરવું પડશે (ક) નહીં? પણ આ “કરવું” નથી આવી સત્યવસ્તુ ‘આ’ છે એનો નિર્ણય કરવો (એ “કરવું” નથી !) આહા.... હા ! “મૂળ ચીજ તો એ છે. પરથી ભેદ-જ્ઞાન કરવું ને સમ્યગ્દર્શન કરવું એ તો મૂળચીજ છે.” આહા... હા! મૂળની ખબર વિના પાંદડાં તોડયા કરે, મૂળ તોડે નહીં (તો તો) એમ ને એમ પાંદડાં પાછાં (પાંગરશે.) સાજાં રહેશે. બાયડી-છોકરા છોડયાં, દુકાન છોડી એકલો થયો, નગ્ન થયો, પર વસ્તુથી રહિત થઈ ગયો, પાછું મિથ્યાત્વ છે તે એમ ને એમ થઈ જશે. કસાઈખાના માંડશે ઈ. આહા... હા.. હા !
અને સમ્યગ્દષ્ટિ વર્તમાનમાં અવ્રતમાં પડ્યો હોય, છન્ને હજાર સ્ત્રીના (સંગમાં દેખાતો ) પડયો હોય, પણ ઈ કેવળજ્ઞાન પામશે. એનો સરવાળો (ઈ બધું) છોડીને કેવળજ્ઞાન પામશે. આહા... હા... હા ! જેનો મૂળત્યાગ કરવો છે ઈ ત્યાગ થયો ત્યાં, મિથ્યાત્વનો! આહા! મૂળત્યાગ જે દ્રવ્યસ્વભાવને આશ્રયે, દ્રવ્યનો આશ્રય લીધો ત્યાં મૂળત્યાગ થઈ ગયો મિથ્યાત્વનો. આહા... હા... હા... હા! અને આ બહારના ત્યાગ અનંતવાર કર્યા પણ કાંઈ મૂળત્યાગ થયો નહીં. આહા.... હા.... હા! આવી વાત છે! લોકોને બેસે ન બેસે! પ્રભુના ઘરની તો આ વાત છે.” આહા.. હા. હા!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com