________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૮
પ્રવચનસાર પ્રવચનો ૪૨૪ દ્રવ્યમાં પણ ગુણભેદ ને દ્રવ્યભેદ છે. (માટે ભેદ-જ્ઞાન હોય છે.) પણ જેવો અન્યથી ભિન્ન ભાવ છે ( આત્માને) એવો ગુણ ને દ્રવ્ય વચ્ચે અભાવ નથી. આહા.... હા ! શું કહું એનો (ભાવ)! વાત કરે છે! છે સાદી (વાત) પણ બહુ ઊંચી ! આહા... હા !
(અહીંયાં કહે છે કે ) - “એ રીતે બન્નેને અપહરૂપતા છે, એટલે બન્નેમાં અપહરૂપતા (અર્થાત્ ) બંનેનો નકાર થઈ જાય. “તેમ દ્રવ્યઅભાવમાત્ર જ ગુણ થાય, ગુણ-અભાવમાત્ર જ દ્રવ્ય થાય- એ રીતે આમાં પણ (દ્રવ્ય- ગુણમાં પણ) અપોહરૂપતા થાય.” અપહરૂપતા (એટલે અર્થ જુઓ ફૂટનોટમાં) અપોહરૂપતા= સર્વથા નકારત્મકપણું સર્વથા ભિન્નતા. સર્વથા જુદાપણું થઈ જાય, સર્વથા એકબીજાનો ત્યાગ, દ્રવ્યને ગુણનો ત્યાગ, ગુણને દ્રવ્યનો ત્યાગ, એમ થઈ જાય. આહા.... હા ! પરથીય તો શૂન્ય છે. પરનું તો ગ્રહણ –ત્યાગ આત્મામાં છે જ નહીં. પરમાણુથી માંડીને છ દ્રવ્યો, ભગવાન આદિ- એ બધાનો ગ્રહણ- ત્યાગ આત્મામાં છે જ નહીં. એવો તો એનો સ્વભાવ છે. પણ એનો (દ્રવ્યનો) જે ગુણ છે. એ ગુણને અને ગુણીને (બે) વચ્ચે અતભાવ (અન્યપણું ) છે. આહા... હા! પર-ત્રિલોકનાથથી તારું જુદાપણું, એ તો બિલકુલ અભાવસ્વરૂપ છે. સર્વથા અભાવસ્વરૂપ છે. એમ જ્ઞાન તે આત્મા નહીં ને આત્મા તે જ્ઞાન નહીં, એવો સર્વથા અભાવ નથી એમાં (આત્મામાં) ઈ તો અતભાવ (છે.) એટલે દ્રવ્યભાવ છે તે ગુણભાવ નહીં ગુણભાવ છે તે દ્રવ્યભાવ નહીં, પર્યાયભાવ છે તે ગુણભાવ નહી ઈ અપેક્ષાએ ભાવને ભિન્ન કહ્યો. (જો) સર્વથા ભિન્ન કરવા જા (તો) નહીં રહે દ્રવ્ય, નહીં રહે ગુણ ને નહીં રહે પર્યાય. આહા... હા ! સાધારણ માણસને લાગે કે સાવ ભેદ આવો ! સાધારણ નથી એ ભેદ! આહા... હા ! તદ્દન ભિન્નતા અને સ્વભાવભાવ ભિન્ન – બે વચ્ચે ભેદ. (એટલે ) પરથી તદ્દન ભિન્નતા અને દ્રવ્યમાં દ્રવ્યગુણ સાથે સર્વથા અભાવ નહીં, પણ અતભાવ તરીકે અન્યત્વ ખરું. એને પણ તું કાઢી નાખ (ને સર્વથા અન્યત્વ માન) તો નહીં હાલે. (એમ) ગુણગુણીને અતભાવ તરીકે અન્યત્વ કહ્યું એમ બે વચ્ચે સર્વથા અન્યત્વ માન તો એકેય નહીં થાય. આહા.... હા !
(કહે છે કેઃ) કો” સુખલાલજી! આ પ્રવચનસાર વાંચ્યું છે કે નહીં ? (શ્રોતા:) હા, પ્રભુ ! (ઉત્તર) વાંચ્યું છે. તમે તો નવરા છો. આહા... હા! “અર્થાત્ કેવળ નકારરૂપતાનો પ્રસંગ આવે.” માટે દ્રવ્ય અને ગુણનું એકત્વ, અશૂન્યત્વ ને અનપોહત્વ ઈચ્છનારે.” કથંચિત્ પ્રકારે દ્રવ્યને ગુણનું એકપણું, અશૂન્યત્વ અને અનપોહત્વ ઈચ્છનારે “યથોક્ત જ જેવો કહ્યો તેવો જ અતર્ભાવ માનવાયોગ્ય છે.” અહીંયાં વાત આ સિદ્ધ કરી છેલ્લે! અતભાવ આ રીતે માનવાલાયક છે. શી રીતે? કે દ્રવ્ય છે તે “ભાવ” અને ગુણ છે તે “ભાવ” એ બે વચ્ચે અતભાવ છે. અન્યત્વ એટલું. પણ બેય વચ્ચે (એકબીજાનો) તદ્દન અભાવ છે (એટલે કે) અતભાવ છે તે જુદી વાત છે ને સર્વથા અભાવ છે તે જુદી વાત છે. સર્વથા અભાવમાં તો દ્રવ્ય ય ભિન્ન રહે ને ગુણે ય ભિન્ન રહે. દ્રવ્ય વિના ગુણ ને ગુણ વિના દ્રવ્ય (માનો તો ) બધું શૂન્ય થઈ જશે. આહા.... હા.. હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com