________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૮
પ્રવચનસાર પ્રવચનો ૪૨૩
જાહેર કરીને (જગતને) જાગૃત કરે છે. જાહેર કરીને જાગૃત કરે છે ને (કહે છે) પ્રભુ તું પરથી તો ત્રિકાળ ભિન્ન (છો.) આ કરમથી, શરીરથી, વાણીથી અરે! દેવ-ગુરુ છે એનાથી તું તદ્દન ભિન્ન (છો. ) આહા... હા ! ( એ પરને ) દ્રવ્યને વિષે માન. એમ નથી.
(કહે છે) અને (દ્રવ્ય-ગુણ વચ્ચે) અન્યત્વ હ્યું ખરું, દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં (એવું) અન્યત્વ, અતભાવ તરીકે, ‘તે-ભાવ નહીં ’ ( એટલે ) દ્રવ્યભાવ તે ગુણભાવ નહીં, એ અપેક્ષાએ (એટલે કે ) દ્રવ્યભાવ તે ગુણભાવ નહીં ને ગુણભાવ તે દ્રવ્યભાવ નહીં. એ અપેક્ષાએ અમે અતભાવરૂપે અન્યત્વ કયું. અને એનો અર્થ તું એવો લઈ જા ‘ગુણમાત્રનો અભાવ તે દ્રવ્ય અને દ્રવ્યમાત્રનો અભાવ તે ગુણ' તો બેયની શૂન્યતા થઈ જશે. આહા... હા! આ તો લોજિક છે. બહુ ન્યાય! કાયદા શાસ્ત્ર છે ભગવાનનું! સરકારના કાયદા નોંધે છે ને આ વકીલો! આ તો ભગવાનના કાયદા છે પ્રભુ! વસ્તુની મર્યાદા આ રીતે છે. એ રીતે મર્યાદાનું જ્ઞાન યથાર્થ ન આવે, ત્યાં સુધી સ્વભાવ તરફ ઢળી નહીં શકે! આહા... હા! જે રીતે તેની મર્યાદાભેદની અપેક્ષાએ છે. તો અતભાવની અપેક્ષાએ અન્યત્વ છે. અને ગુણ વિનાનું એકલું દ્રવ્ય ન રહી શકે ને દ્રવ્ય વિના એકલા ગુણ ન રહી શકે ઈ અપેક્ષાએ તેમાં બેયભાવ એકસાથે છે. આહા... હા! ( અર્થાત્ ) બેય ભાવ (ગુણભાવ ને દ્રવ્યભાવ) એકસાથે છે. દ્રવ્યભાવ વિના ગુણભાવ ન રહે અને ગુણભાવ વિના દ્રવ્યભાવ ન રહે. (છતાં) દ્રવ્યભાવ ને ગુણભાવ વચ્ચે અતભાવ અન્યત્વ તો કયું ! આહા... હા... હા ! આવી વાત ક્યાં છે બાપુ ? એકલા ! દિગંબર સંતો એ તો જૈનધર્મ! કેવળજ્ઞાનના કેડાયતો છે બાપા! આ રસ્તે જ કેવળજ્ઞાન થવાનું છે!
કેવળીના કહેણ છે. મોટા પુરુષના વેણ છે. આહા... હા! પરમાત્મા ત્રિલોકનાથના કહેણ, પ્રભુના આવ્યા આ વેણ, આહા...! એનો નકાર ન થાય. આહા...! તું ગમે એવા ડહાપણમાં ચડી ગયો હો, પણ આ રીતે નહીં હોય તો ડહાપણ તારું નહીં કામ આવે. આહા... હા! “ત્યાં ને ત્યાં ત્યાં સમાઈ જા' ગુણ છે એને દ્રવ્યમાં અભેદ રીતે આહા... હા! છે ભલે અતદ્ભાવ પણ છતાં ગુણ, દ્રવ્યમાં ભેળવી દે ! આહા... હા... હા ! ત્યારે તને દ્રવ્યદૃષ્ટિ થઈને સમ્યક્ જેવું સત્ય છે, એવી સત્યદૃષ્ટિ પ્રગટશે ! આહા... હા... હા... હા! જે દષ્ટિ-સવારમાં આવ્યું હતું ‘ ભેદ-વિજ્ઞાન ’ પ્રથમ મૂળ કા૨ણ જ એ છે.’ આહા... હા... હા ! ભેદવિજ્ઞાન તે મૂળ કારણ છે. એ તો, આત્માનો આશ્રય લો (તેમાં) પરથી જુદો પડીને આત્માનો આશ્રય લીધો તેમાં ભેદ-વિજ્ઞાન જ મૂળકારણ છે. ભલે (‘સમયસાર’ ગાથા૧૧) ભૂવત્વમસ્તિવો જીતુ સન્માવિધિ વવિ નીવો।। ભૂતાર્થનો આશ્રય લઈને સમ્યગ્દર્શન થાય, ત્યાં પણ ભેદ-વિજ્ઞાન જ આવ્યું. આહા.. હા! ૫૨થી ભિન્ન; સ્વભાવથી અભિન્નની દૃષ્ટિ થતાં સમ્યગ્દર્શન થાય. ત્યાં પણ પરથી ભિન્ન ને સ્વભાવથી અભિન્નની દ્રષ્ટિ થતાં સમ્યગ્દર્શન ન થાય. ત્યાં પણ પરથી ભિન્ન ને સ્વથી અભિન્નની વાત આવી. એટલે ભેદ મૂલતઃ કારણ. કારણ કે અનંત દ્રવ્યો છે. એક હોય તો (ભેદ–જ્ઞાન ન હોય ) (પરંતુ ) અનંત દ્રવ્યો છે અને એક-એક
Please inform us of any errors on rajesh@Atma Dharma.com