________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૮
પ્રવચનસાર પ્રવચનો ૪૨૧ અભાવ થઈ જાય. એમ તદ્દન બેય જુદા છે નહીં. માત્ર એટલું જ કે એ ભાવરૂપે તે નથી, દ્રવ્યના ભાવરૂપ ગુણ નથી ને ગુણના ભાવરૂપે દ્રવ્યભાવ નથી, એટલી અન્યરૂપતા ને અતભાવને ( અહીંયાં) સિદ્ધ કરવું છે. પણ દ્રવ્યથી ગુણ સર્વથા જુદા ને ગુણથી દ્રવ્ય સર્વથા જુદું ( હોય તો તો) બેયની શૂન્યતા થઈ જશે. દ્રવ્ય ગુણવિના ન હોય તો ગુણ દ્રવ્ય વિના ન હોય. બરાબર છે? (શ્રોતા.) જી. હા. જી. હા !
(અહીંયા કહે છે કે:) “(અથવા અપહરૂપતા નામનો ત્રીજો દોષ આ પ્રમાણે આવે.)” (૩) “જેમ પટ-અભાવમાત્ર જ ઘટ છે.” વસ્ત્રના પૂરણ અભાવરૂપ ઘટ છે. (અર્થાત્ વસ્ત્રના કેવળ અભાવ જેટલો ઘડો છે અને ઘડાના કેવળ અભાવ જેટલું જ વસ્ત્ર છે.) - એ રીતે બન્નેનો અપોહરૂપતા છે. બન્ને વચ્ચેનો (સર્વથા નકારાત્મકપણું સર્વથા ભિન્નતા.) નકાર છે, “તેમ દ્રવ્યઅભાવ માત્ર જ ગુણ થાય, ગુણ અભાવમાત્ર જ દ્રવ્ય થાય.” દ્રવ્યને ગુણનો (સર્વથા) ત્યાગ ને ગુણનો (સર્વથા નકારાત્મકપણું ) ત્યાગ તે દ્રવ્ય- “ એ રીતે આમાં પણ (દ્રવ્ય-ગુણમાં પણ) અપોહરૂપતા થાય (અર્થાત્ કેવળ નકારરૂપતાનો પ્રસંગ આવે.) ” આહા... હા! ઘડો છે અને ઘડાના કેવળ અભાવ જેટલુંજ વસ્ત્ર છે- એ રીતે બન્નેનો અપહરૂપતા છે. (હવે ) “તેમ દ્રવ્ય-અભાવમાત્ર જ ગુણ હોય ને ગુણ-અભાવમાત્ર જ દ્રવ્ય હોય (અર્થાત) દ્રવ્યના અભાવમાત્ર જ ગુણ જુદો રહે, જેમ પટથી તદ્દન જુદો ઘટ છે. એમ દ્રવ્યથી તદ્દન જુદો ગુણ રહે અને ગુણ- અભાવમાત્ર જ દ્રવ્ય હોય, ગુણના અભાવમાત્ર જ એકલું દ્રવ્ય જુદું હોય ( ગુણ વિનાનું) એ રીતે આમાં પણ (દ્રવ્ય-ગુણમાં પણ ) અપહરૂપતા થાય. (અર્થાત કેવળ) નકારરૂપતા આવે- સર્વથા નકાર આવે. (દ્રવ્ય-ગુણને) સર્વથા નકાર-સર્વથા ભિન્નતા એમ બને નહીં. કથંચિત્ તદ્દભાવનો જુદો (ભિન્ન) ગણીને અતભાવ કહ્યો છે. તભાવે-નહીં' એ ગણીને જુદા- જુદા કહ્યું છે. પણ તદ્દન-સર્વથા (ભિન્નતા) ગુણ વિનાનું દ્રવ્ય, અને દ્રવ્ય વિનાનો ગુણ- (એમ) સર્વથા કહો તો બેયની શૂન્યતા થઈ જશે. દ્રવ્ય વિના ગુણ ન રહી શકે, ગુણ વિના દ્રવ્ય નહીં રહી શકે. આહા.... હા.... હા! આવું ક્યાં ય આવે તમારે વેપારમાં? આહા.. હા. હા... હા! (શ્રોતા:) કોર્ટમાં આવે! (ઉત્તર) કોરટમાં ક્યાં કહેવું છે, આ તો વેપારીઓને કહેવું છે ને...! આહા. હા.... હા!
(કહે છે કે:) સિદ્ધ શું કરવું છે? કે વસ્તુ જે છે. એ દ્રવ્ય છે. હવે એના જ્ઞાન આદિ સત્તા આદિ ગુણ છે. હવે ઈ બે વચ્ચે (એકબીજાનો) સર્વથા અભાવ માનો (એટલે) દ્રવ્યના અભાવરૂપે ગુણ અને ગુણના અભાવરૂપે દ્રવ્ય, તો બેયનો નકાર થઈ જશે. બેય શૂન્ય થઈ જશે. દ્રવ્ય વિના ગુણ રહી શકે નહીં ને ગુણ વિના દ્રવ્ય રહી શકે નહીં. આહા.. હા! સમજાય છે ?
(અહીંયાં કહે છે કે:) “ એ રીતે બન્નેને અપહરૂપતા છે, તેમ દ્રવ્યઅભાવમાત્ર જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com